Home /News /national-international /કોંગ્રેસ અધ્યક્ષ ચૂંટણી: ગેહલોતને ન બનાવામાં આવે ઉમેદવાર, સોનિયા ગાંધીને કરવામાં આવી ફરિયાદ

કોંગ્રેસ અધ્યક્ષ ચૂંટણી: ગેહલોતને ન બનાવામાં આવે ઉમેદવાર, સોનિયા ગાંધીને કરવામાં આવી ફરિયાદ

રાજસ્થાનનો મામલો સોનિયા ગાંધી સુધી પહોંચ્યો

Congress party president: રાજસ્થાનમાં ચાલી રહેલા રાજકીય ધમાસાણની વચ્ચે સીડબ્લ્યૂસીના નેતાઓએ સોનિયા ગાંધીને ભલામણ કરી છે કે અશોક ગેહલોતને ઉમેદવારની રેસમાંથી બહાર કરવામાં આવે.

    નવી દિલ્હી: કોંગ્રેસ પાર્ટીમાં હાલમાં ધમાસાણ મચેલી છે. દિલ્હીથી લઈને જયપુર સુધી રાજકીય ઉથલપાથલની વચ્ચે કોંગ્રેસ કમિટીએ સોનિયા ગાંધીને પાર્ટી વિરુદ્ધ અનુશાસનહીનતાનો મામલો ઉઠાવીને કઠોર કાર્યવાહી કરવાની ભલામણ કરી છે. કોંગ્રેસ વર્કિંગ કમિટીએ માગ કરી છે કે રાજસ્થાનના સીએમ અશોક ગેહલોતને પાર્ટી અધ્યક્ષ પદની રેસમાંથી બહાર કરવામાં આવે. સોનિયા ગાંધીને ભલામણ કરવામાં આવી છે કે, તે પાર્ટી ચીફ માટે કોઈ અન્ય ઉમેદવારની પસંદગી કરે.

    રાજસ્થાનમાં ચાલી રહેલા રાજકીય હોબાળા વચ્ચે ગેહલોત જૂથના ધારાસભ્યોના આચારણથી નારાજ CWC સભ્યોએ પાર્ટીના પ્રમુખ પાસે તેમના વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પાર્ટીના નેતાઓએ કહ્યુ કે, તેમના પર વિશ્વાસ કરવો સારી બાબત નથી. પાર્ટીનું ટોચનું નેતૃત્વ તેમની ઉમેદવારી પર ફેરવિચારણ કરે. સભ્યોએ સોનિયા ગાંધીને અન્ય કોઈ વ્યક્તિને ઉમેદવાર બનાવાનો આગ્રહ કર્યો છે, જે વરિષ્ઠ નેતા હોય અને ગાંધી પરિવાર પ્રત્યે વફાદાર પણ હોય.

    આ પણ વાંચો:  રાજસ્થાન સરકારમાં ગડબડ: ગેહલોત કેમ્પના ધારાસભ્યએ કોંગ્રેસ સરકારને તોડી પાડવાની ધમકી આપી

    સોનિયા ગાંધીને સોંપશે રિપોર્ટ


    કોંગ્રેસ ધારાસભ્ય દળની બેઠક માટે જયપુર આવેલા પાર્ટી ઓબ્ઝર્વર મલ્લિકાર્જૂન ખડગે તથા અજય માકન સોમવારે દિલ્હી પાછા ફરીને રાજ્યમાં હાલના રાજકીય ઘટનાક્રમ પર પોતાનો રિપોર્ટ પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધીને સોંપશે. માાકને અહીં પત્રકારોને કહ્યુ કે, હવે હું અને ખડગેજી પાછા દિલ્હી જઈ રહ્યા છીએ અને અમે અમારો રિપોર્ટ કોંગ્રેસ અધ્યક્ષને સોંપીશું. તેમણે કહ્યું કે, કોંગ્રેસના કેટલાય ધારાસભ્યો ધારાસભ્યદળની બેઠક નહીં આવવાને લઈને અનુશાસનહીનતા બતાવી. તેમણે કહ્યું કે, જ્યાં ધારાસભ્ય દળની કોઈ સત્તાવાર બેઠક બોલાવામાં આવે અને તેમાં કોઈ તેને સમાંતર કોઈ અન્ય બિનસત્તાવાર બેઠક બોલાવે, તો આ પ્રથમ દ્રષ્ટિએ અનુશાસનહીનતા છે. માકને કહ્યું કે, આગળ જોઈશું, તેના પર શું કાર્યવાહી થઈ શકે છે.

    ગહેલોત જૂથના ધારાસભ્યોની મીટિંગ


    અહીં ઉલ્લેખનિય છે કે, કોંગ્રેસ ધારાસભ્યોની બેઠક રવિવાર રાત મુખ્યમંત્રી આવાસમાં થવાની હતી. પણ તે અગાઉ મુખ્યમંત્રી અશોક ગેહલોતના વફાદાર મનાતા ધારાસભ્યોએ સંસદીય કાર્યમંત્રી શાંતિ ધારીવાલના બંગલા પર બેઠક કરી અને ફરી તેમને વિધાનસભા અધ્યક્ષ ડો. સીપી જોશીના નિવાસ પર પહોચીને તેમને પોતાનું રાજીનામું સોંપશે. તો વળી ખડગે, માકન, ગેહલોત, કોંગ્રેસની પ્રદેશ કમિટિના અધ્યક્ષ ગોવિંદ સિંહ ડોટાસરા, પૂર્વ નાયબ મુખ્યમંત્રી સચિન પાયલટ તથા અન્ય ધારાસભ્ય મોડી રાત સુધી મુખ્યમંત્રી આવાસમાં રાહ જોતા રહ્યા અને બાકીના ધારાસભ્યો છેલ્લે સુધી ન આવતા અંતે બેઠક થઈ શકી નહોતી.
    Published by:Pravin Makwana
    First published:

    Tags: Rajasthan CM, કોંગ્રેસ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन