PNB સ્કેમઃ CVCનું નાણા મંત્રાલય અને બેંક અધિકારીઓને મોકલ્યું તેડું

કેન્દ્રીય વીજીલન્સ કમિશન

સરકાર સાથે જોડાયેલા ભ્રષ્ટાચારના આરોપન તપાસ માટે રચવમાં આવેલી કેન્દ્રીય તપાસ આયોગ સામે નાણા મંત્રાલયના અધિકારીઓ અને પંજાબ નેશનલ બેંકના શીર્ષ અધિકારીઓ 19મી ફેબ્રુઆરીના રોજ રજૂ થશે.

  • Share this:
    પંજાબ નેશનલ બેંક (પીએનબી) સાથે 11 હજાર કરોડ રૂપિયાથી વધારે ફ્રોડના કેસમાં હીરાના વેપારી નીરવ મોદી અને મેહુલ ચોકસી વિરુદ્ધ ઈડી, સીબીઆઈ અને આવકવેરા વિભાગ બાદ હવે સેન્ટ્રલ વીજીલન્સ કમિશને (સીવીસી) પણ કાર્યવાહી શરૂ કરી છે. સીવીસીએ આ કેસમાં પૂછપરછ માટે પીએનબીના મુખ્ય કર્તાહર્તા તેમજ નાણા મંત્રાલયના અધિકારીઓને પૂછપરછ માટેનું તેડું મોકલ્યું છે.

    સરકાર સાથે જોડાયેલા ભ્રષ્ટાચારના આરોપન તપાસ માટે રચવમાં આવેલી કેન્દ્રીય તપાસ આયોગ સામે નાણા મંત્રાલયના અધિકારીઓ અને પંજાબ નેશનલ બેંકના શીર્ષ અધિકારીઓ 19મી ફેબ્રુઆરીના રોજ રજૂ થશે.

    એએનઆઈએ સૂત્રોના હવાલેથી જાણકારી આપતા કહ્યું છે કે, પંજાબ નેશનલ બેંકના એમડી અને સીઈઓ સુનીલ મહેતાની સોમવારે સવારે 11 વાગ્યે સીવીસી સમક્ષ રજૂ થવાનું કહેવામાં આવ્યું છે. આ દરમિયાન પીએનબીના ચીફ વિજલન્સ ઓફિસર પણ તેમની સાથે હાજર રહેશે. બીજી તરફ નાણા મંત્રાલય તરફથી નાણાકીય સેવા વિભાગના એડિશનલ સચિવ સીવીસી સમક્ષ હાજર રહેશે.

    નોંધનીય છે કે હીરાના વેપારી નીરવ મોદી અને તેના મામા મેહુલ ચોકસી પર પંજાબ નેશનલ બેંક સાથે 11 હજાર કરોડનો ફ્રોડ કરવાનો આક્ષેપ છે. આ કેસમાં સીબીઆઈ અને ઈડી અનેક જગ્યાએ દરોડા કરી રહી છે.

    નીરવ મોદી આ કેસ પ્રકાશમાં આવ્યાના પહેલાથી જ ફરાર છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે તેઓ પરિવાર સાથે ન્યૂયોર્કની એક શાનદાર હોટલમાં રોકાયા છે. તો ભારતીય વિદેશ મંત્રાલયે નીરવ મોદી અને મેહુલ ચોકસીનો પાસપોર્ટ હંગાણી ધોરણે ચાર અઠવાડિયા માટે રદ કરી નાખ્યો છે.

    આ સંદર્ભે આજે સીબીઆઈએ પંજાબ નેશનલ બેંકના પૂર્વ ડેપ્યુટી જનરલ મેનેજર ગોકુલનાથ શેટ્ટીની ધરપકડ કરી લીધી છે. શુક્રવારે જ્યારે સીબીઆઈ તેના મલાડ સ્થિત નિવાસ સ્થાને પહોંચી હતી, ત્યારે તેઓ ત્યાંથી મળી આવ્યા નહોતા. શેટ્ટી ઉપરાંત અન્ય બે અધિકારોને પણ સીબીઆઈએ ઝડપી પાડ્યા છે. આ તમામને રવિવારે બપોરે મુંબઈ સ્થિત સીબીઆઈની સ્પેશ્યલ કોર્ટ સામે રજુ કરાશે. ગોકુલનાથ શેટ્ટી ઉપરાંત "પંજાબ નેશનલ બેંક"ના સિંગલ વિન્ડો ઓપરેટર મનોજ કરાત અને નીરવ મોદી ગ્રૂપના ઑથોરાઈઝ્ડ સિગ્નેટરી હેમંત ભટ્ટની પણ ધરપકડ કરવામાં આવી છે.
    Published by:Vinod Zankhaliya
    First published: