Home /News /national-international /Himachal Assembly Elections: ભાજપે 11 ધારાસભ્યોનું પત્તું કાપ્યું, 2 મંત્રીઓની સીટ બદલી

Himachal Assembly Elections: ભાજપે 11 ધારાસભ્યોનું પત્તું કાપ્યું, 2 મંત્રીઓની સીટ બદલી

ભાજપે 11 ધારાસભ્યોનું પત્તું કાપ્યું

Himachal Elections:હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે ભાજપ જનતા પાર્ટીએ 62 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. ભાજપની પ્રથમ યાદીમાં કેટલાક ચોંકાવનારા ફેરફારો કરવામાં આવ્યા છે. યાદી અનુસાર ભાજપ દ્વારા 11 વર્તમાન ધારાસભ્યોનું પત્તું કાપવામાં આવ્યું. તેમજ 2 સીટીંગ મંત્રીઓની સીટ બદલવામાં આવી છે. તેમજ મંત્રીનું પત્તું કાપીને તેની જગ્યાએ તેમના દીકરાને આપવામાં આવ્યું. આ સાથે 5 મહિલાઓને પણ આ યાદીમાં સ્થાન મળ્યું છે.

વધુ જુઓ ...
    શિમલા. હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે ભાજપ જનતા પાર્ટીએ 62 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. ભાજપની પ્રથમ યાદીમાં કેટલાક ચોંકાવનારા ફેરફારો કરવામાં આવ્યા છે. યાદી અનુસાર ભાજપ દ્વારા 11 વર્તમાન ધારાસભ્યોનું પત્તું કાપવામાં આવ્યું. તેમજ 2 સીટીંગ મંત્રીઓની સીટ બદલવામાં આવી છે. તેમજ મંત્રીનું પત્તું કાપીને તેની જગ્યાએ તેમના દીકરાને આપવામાં આવ્યું. આ સાથે 5 મહિલાઓને પણ આ યાદીમાં સ્થાન મળ્યું છે. હાલમાં ભાજપે કુલ્લુ, રામપુર, બરસર, હરોલી, દેહરા અને જ્વાલાજી બેઠકો માટે ટિકિટની જાહેરાત કરી નથી.

    મળતી માહિતી મુજબ બીજેપીએ શિમલા શહેરી સીટ સુરેશ ભારદ્વાજને ટિકિટ આપી નથી. તેમને કુસુમપટ્ટીથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. તેઓ વર્તમાન સરકારમાં કેબિનેટ મંત્રી છે. આ ઉપરાંત ભાજપે નૂરપુર બેઠક પરથી ઉમેદવાર પણ બદલ્યા છે. મંત્રી રાકેશ પઠાણિયા અહીંથી ચૂંટણી લડતા હતા, પરંતુ હવે તેમને ફતેહપુર મોકલવામાં આવ્યા છે.

    આ પણ વાંચોઃ હિમાચલ પ્રદેશ ચૂંટણી 2022: જયરામ ઠાકુર સિરાજથી ચૂંટણી લડશે, જાણો કઈ સીટ પરથી ભાજપે કોને આપી ટિકિટ

    કોણું પત્તું કપાયું


    ભાજપે મંડીના દ્રાંગથી જવાહર ઠાકુરનું પત્તું કાપ્યું. ત્યાંથી પૂર્ણ ચંદને ટિકિટ આપવામાં આવી છે. આ સિવાય કારસોગથી હીરા લાલનું પત્તું કાપવામાં આવ્યું છે. તેમના સ્થાને દીપ ચંદને ટિકિટ આપવામાં આવી છે. કુલ્લુથી અની સીટ પરથી ધારાસભ્ય કિશોરી લાલનું પત્તું કાપવામાં આવ્યું છે. તેમની જગ્યાએ લોકેન્દ્ર કુમારને ટિકિટ આપવામાં આવી છે.ધર્મશાળામાંથી વિશાલ નેહરિયાનું પત્તું કપાયું. તેમની જગ્યાએ રાકેશ ચૌધરીને ટિકિટ આપવામાં આવી છે. કાંગડાના જવાલીથી અર્જુન સિંહનું પત્તું કપાયું. તેમની જગ્યાએ સંજય ગુલેરિયાને ટિકિટ મળી છે. ભોરંજથી ધારાસભ્ય કમલેશ કુમારીનું પત્તું કપાયું. તેમની જગ્યાએ અનિલ ધીમાનને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. ભરમૌરથી જિયા લાલનું પત્તું કપાયું. તેમની જગ્યાએ IGMCના વરિષ્ઠ ડૉક્ટર જનક રાજને ટિકિટ આપવામાં આવી છે.

    ભાજપે મંડીમાં 5 ટિકિટ બદલી


    મંડી જિલ્લામાં કુલ 10 વિધાનસભા બેઠકો છે અને ભાજપે અહીંથી કારસોગ, સરકાઘાટ, ધરમપુર, જોગીન્દરનગર અને દ્રાંગ બેઠકો પર ટિકિટ બદલી છે.કરસોગના વર્તમાન ધારાસભ્ય હીરા લાલના સ્થાને દીપ રાજ કપૂરને ટિકિટ આપવામાં આવી છે. સરકાઘાટના વર્તમાન ધારાસભ્ય કર્નલ ઈન્દર સિંહની ટિકિટ કાપીને તેમની જગ્યાએ દલીપ ઠાકુરને ટિકિટ આપવામાં આવી છે. તેમજ કેબિનેટ મંત્રી મહેન્દ્ર સિંહ ઠાકુરના પુત્ર રજત ઠાકુરને મંડીના લોકપ્રિય વિધાનસભા ક્ષેત્ર ધરમપુરથી ટિકિટ આપવામાં આવી છે. મહેન્દ્રસિંહને ચૂંટણી લડવામાં રસ નહોતો. તેઓ તેમના પુત્ર માટે ટિકિટ માંગી રહ્યા હતા. જોગીન્દરનગરથી અપક્ષ ધારાસભ્ય પ્રકાશ રાણાને ટિકિટ મળી છે. તેઓ તાજેતરમાં જ ભાજપમાં જોડાયા છે. ગુલાબ સિંહ ઠાકુરને ગત વખતે જોગીન્દરનગરથી ટિકિટ આપવામાં આવી હતી, પરંતુ તેઓ હારી ગયા હતા.
    Published by:Priyanka Panchal
    First published:

    Tags: Assembly elections, BJP News, Himachal Pradesh Election 2022, શિમલા, હિમાચલ પ્રદેશ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन