Uttar Pradesh News: ફરિયાદીના મતે વિરોધ કરવા પર ઘરની અંદરથી 10-12 લોકો બહાર આવ્યા હતા અને મારપીટ કરી હતી. હું સ્થળ પર પોતાની બાઇક છોડીને ભાગવા મજબૂર બન્યો હતો
લખનઉ : ઉત્તર પ્રદેશની (Uttar Pradesh)રાજધાની લખનઉના (Lucknow)આશિયાનામાં ફૂડ ડિલિવરી બોયની (zomato delivery boy) જાતિ પૂછીને તેને પાસેથી ખાવાનું લેવાનો ઇન્કાર કરી દીધો હતો. શહેરના કિલા મોહમ્મદી વિસ્તારમાં રહેતા વિપિન કુમાર રાવત એક ખાનગી કંપનીમાં એસી ટેક્નિશિયન છે. આ સાથે તે ઝોમેટો કંપનીમાં પાર્ટ ટાઇમ ડિલિવરી બોયનું પણ કામ કરે છે.
વિપિન કુમાર રાવત શનિવારે આશિયાના સેક્ટર એચમાં અજય સિંહના ઘરે ખાવાના ઓર્ડરની ડિલિવરી આપવા ગયા હતા. તેમનો આરોપ છે કે ઓર્ડર આપતા સમયે દરવાજા પર એક વ્યક્તિ આવ્યો હતો અને તેણે નામ પૂછ્યું હતું. જેવું તેણે પોતાનું નામ વિપિન કુમાર રાવત બતાવ્યું તો તેણે તે વ્યક્તિને જાતિસૂચક શબ્દોથી સંબોધિત કરતા દલિતના હાથે ખાવાનું લેવાથી ઇન્કાર કર્યો હતો. આ પછી ઓર્ડર કેન્સલ કરવાની વાત કહેવા પર તે ભડકી ગયો હતો અને ડિલિવરી બોયના મો પર તમ્બાકુ થૂંક્યો હતો.
વિપિન રાવતના મતે વિરોધ કરવા પર ઘરની અંદરથી 10-12 લોકો બહાર આવ્યા હતા અને મારી સાથે મારપીટ કરી હતી. આ દરમિયાન હું સ્થળ પર પોતાની બાઇક છોડીને ભાગવા મજબૂર બન્યો હતો. આ પછી વિપિને યૂપી 112ને ફોન કરીને બધી ઘટનાની જાણકારી આપી હતી. સ્થળ પર પહોંચેલી પોલીસે વિપિનને તેને બાઇક પાછી અપાવી હતી. ડિલિવરી બોયે આખી ઘટનાની આશિયાના પોલીસ સ્ટેશનમાં ફરિદાય નોંધાવી છે. આશિયાના ઇન્સપેક્ટર દીપક પાંડેએ જણાવ્યું કે વિપિન કુમાર રાવતની ફરિયાદ પર અજય સિંહ, અભય સિંહ અને 10-12 અજાણ્યા લોકો સામે મારપીટ, ધમકી આપવી અને એસસી/એસટી કલમ અંતર્ગત એફઆઈઆર નોંધી છે. કેસની તપાસ શરુ કરી દેવામાં આવી છે. વિપિનના હાથ અને પગમાં ઇજાના સમાચાર છે.
આ આખી ઘટના પર આરોપીઓનું કહેવું છે કે તેમના ઘરમાં ખાવાનું બનાવવાનું કામ એક દલિત મહિલા જ કરે છે. ડિલિવરી બોય વિપિન કુમાર રાવત પર ભૂલથી થૂંકના છાંટા પડી ગયા હતા. જેના પર એફઆઈઆર નોંધવામાં આવી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર