Home /News /national-international /દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં રજૂ કર્યા 13 પોપટને, જાણો શું છે ઘટના?

દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં રજૂ કર્યા 13 પોપટને, જાણો શું છે ઘટના?

એક આરોપીની સાથે 13 પોપટોને પણ રજૂ કરવામાં આવ્યા હતા. આરોપ છે કે 13 પોપટો ગેરકાયદે સ્મગલિંગ કરીને તાશકંદ (Tashkent) લઇ જવામાં આવતા હતા.

એક આરોપીની સાથે 13 પોપટોને પણ રજૂ કરવામાં આવ્યા હતા. આરોપ છે કે 13 પોપટો ગેરકાયદે સ્મગલિંગ કરીને તાશકંદ (Tashkent) લઇ જવામાં આવતા હતા.

    ન્યૂઝ18ગુજરાતીઃ કોર્ટમાં (court) માણસોને જવું સામાન્ય બની ગયું છે ત્યારે બુધવારે દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં (Patiyala House Court)એક સાથે અનેક પોપટોને (Parrot) રજૂ કરવામાં આવ્યા હતા. આ બધા પોપટો એક કેસ અંતર્ગત કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.

    ઉલ્લેખનીય છે કે, એક આરોપીની સાથે 13 પોપટોને પણ રજૂ કરવામાં આવ્યા હતા. આરોપ છે કે 13 પોપટો ગેરકાયદે સ્મગલિંગ કરીને તાશકંદ (Tashkent) લઇ જવામાં આવતા હતા. પરંતુ સીઆઇએસએફના જવાનોએ આરોપીને રંગે હાથે પકડી લીધો હતો. અને કસ્મટ ડિપાર્ટમેન્ટને સોંપ્યો હતો.

    આરોપી તાશકંદનો રહેવાશી છે. તેને પટિયાલા હાઉસ કોર્ટે જ્યુડિસલ કસ્ટડીમાં મોકલી આપ્યો છે. મંગળવારે આરોપીને દિલ્હી ઇન્ટરનેશનલ એરપોર્ટથી સીઆઇએસએફે ધરપકડ કરી હતી. ત્યારબાદ સીએસએફએએ તેને કસ્ટમ ડિપાર્ટમેન્ટને સોંપી દીધો હતો. મળતી માહિતી પ્રમાણે આરોપી બુટના પેકેટમાં સંતાડીને 13 પોપટને ઉજ્બેકિસ્તાનમાં ગેરકાયદે સ્મગલિંગ માટે લઇ જતો હતો.

    આ પણ વાંચોઃ-તસવીરોઃ પાકિસ્તાનમાં ડિનર કરવા ઑટોથી પહોંચ્યું બ્રિટિશ શાહી કપલ

    સીઆઇએસએફને શક થતાં બુટના પેકેટન ખોલીને ચેક કર્યું હતું. જેમાંથી એક નહીં પરંતુ 13 પોપટ નીકળ્યા હતા. કસ્ટમની તપાસમાં જાણવા મળ્યું હતું કે, વાઇલ્ડ લાઇફ એક્ટ (Wildlife Act) પ્રમાણે ખરીદ વેચાણ કરવા ઉપર પ્રતિબંધ છે.

    આ પણ વાંચોઃ-મોદી સરકાર 5 દિવસ પછી BHIM એપ યુઝર્સને આપશે ગિફ્ટ, થશે ફાયદો

    આ પણ વાંચોઃ-Bajajએ રજૂ કર્યું નવું Chetak ઇલેક્ટ્રિક સ્કૂટર, જાણો ખાસિયતો

    કસ્ટમે વિશેષ કોર્ટને જાણકારી આપી હતી કે આરોપી ઉજ્બેકિસ્તાનનો રહેવાશી છે અને તેણે પોપટોને રોડ ઉપરની રેકડીથી ખરીદ્યા છે. આ મામલે તપાસ ચાલું છે. ઉલ્લેખનીય છે કે, માણસ આરોપીને પકડીને કોર્ટમાં લાવવું એ સામાન્ય છે પરંતુ પશુ પક્ષીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવે ત્યારે લોકો માટે ચર્ચાનો અને આકર્ષણનો વિષય બની જતો હોય છે.
    First published: