કોરોનાના હળવા લક્ષણોમાં ના કરાવો સિટી સ્કેન, એઇમ્સના ડાયરેક્ટરે લોકોને કેમ ચેતવ્યા, જાણો

(ANI)

કોરોનાની નવી લહેરમાં ઘણી વખત એવા સમાયાર સામે આવ્યા છે કે સંક્રમણની ખબર RT-PCR ટેસ્ટમાં પણ પડતી નથી. જેથી દર્દીઓને સિટી સ્કેન (CT-SCAN) કરાવવો પડી રહ્યો છે

 • Share this:
  નવી દિલ્હી : કોરોનાની નવી લહેરમાં ઘણી વખત એવા સમાયાર સામે આવ્યા છે કે સંક્રમણની ખબર RT-PCR ટેસ્ટમાં પણ પડતી નથી. જેથી દર્દીઓને સિટી સ્કેન (CT-SCAN) કરાવવો પડી રહ્યો છે. જોકે હવે એઇમ્સના ડાયરેક્ટર રણદીપ ગુલેરિયાએ (Dr. Randeep Guleria)લોકોને ચેતવ્યા છે કે સિટી સ્કેનનો ઉપયોગ વિચારીને કરવો જોઈએ. તેમણે સોમવારે સ્વાસ્થ્ય મંત્રાલયની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહ્યું કે એક સિટી સ્કેન 300 ચેસ્ટ એક્સ-રેની બરાબર છે. આ ઘણું હાનિકારક છે.

  ગુલેરિયાએ કહ્યું કે હોમ આઈસોલેશનમાં રહી રહેલા લોકો પોતાના ડોક્ટરનો સંપર્ક કરતા રહે. જો ઓક્સિજન 93 કે તેનાથી ઓછું થાય, બેભાન જેવી સ્થિતિ થાય તો ડોક્ટરનો સંપર્ક કરે.

  આ પણ વાંચો - અમદાવાદ : RTPCR ટેસ્ટ ક્યારે? ગુજરાત યુનિવર્સિટીની માઇક્રોબાયોલોજી લેબમાં લટકે છે તાળા

  સ્વાસ્થ્ય મંત્રાલયની પ્રેસ કોન્ફરન્સમાં કહેવામાં આવ્યું કે વધારે પ્રભાવિત રાજ્યો સિવાય પણ કેટલાક રાજ્યોમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. આ રાજ્ય આંધ્ર પ્રદેશ, અસમ, બિહાર, ચંદીગઢ, હરિયાણા, કેરળ, હિમાચલ પ્રદેશ, મણિપુર અને મેઘાલય છે.

  મંત્રાલયે એ પણ જણાવ્યું કે રિકવરી રેટમાં પણ સુધારો થઇ રહ્યો છે. 2 મે ના રોજ રિકવરી રેટ 78 ટકા હતો જે 3 મે ના રોજ 82 ટકા સુધી પહોંચી ગયો છે. આ શરૂઆતની સકારાત્મક વાતો છે જેના પર આપણે સતત કામ કરવું પડશે. દિલ્હી અને મધ્ય પ્રદેશમાં નવા કેસોની સંખ્યા ઓછી થઈ રહી છે. મંત્રાલયે કહ્યું કે જો આખા દેશના કોરોના મૃત્યુદર જોવામાં આવે તો લગભગ 1.10 ટકા છે.
  Published by:Ashish Goyal
  First published: