ભારતમાં કોરોનાની બીજી લહેર (India Corona Second Wave) બાદ સતત ત્રીજી લહેર (Covid-19 Third Wave) વિશે શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. ઇન્સ્ટિટ્યૂટ ઓફ જીનોમિક્સ એન્ડ ઇન્ટિગ્રેટિવ બાયોલોજીના (Institute of Genomics and Integrative Biology -IGIB) ડિરેક્ટર અનુરાગ અગ્રવાલે (Dr Anurag Agrawal) ન્યૂઝ18 સાથેની વાતચીતમાં જણાવ્યું કે, કોવિડ-19ના રસીકરણ (Covid-19 Vaccination) પછી ભારતને બૂસ્ટર શોટની (Vaccine Booster Shot) જરૂર પડી શકે છે. પરંતુ આ કોઇ તાત્કાલિક જરૂરિયાત નથી. અગ્રવાલના જણાવ્યા અનુસાર કોવિડ સંક્રમણ અને રસીના ડોઝ રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવાની ક્ષમતા રાખે છે જે બૂસ્ટર શોટ કરતા પણ વધુ સારું સાબિત થઇ શકે છે.
કાઉન્સિલ ઓફ સાઇન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રિયલ રિસર્ચ (CSIR) હેઠળની સંસ્થા IGBI, SARS-CoV-2 જનીનોના નવા વેરિએન્ટ્સ કઇ રીતે કાર્ય કરશે તે સમજવા કાર્ય કરી રહી છે.
તેમણે જણાવ્યું કે, રસીના બે ડોઝ સાથે કોવિડ-19 ચેપથી રોગપ્રતિકારક શક્તિને વધારવા બે ડોઝ અને બૂસ્ટર ડોઝ વધુ અસરકારક સાબિત થઇ શકે છે. રસીના એક ડોઝથી સંક્રમણથી સુરક્ષા મળી રહે છે. ICMR જૂન 2021ના સર્વેક્ષણ અનુસાર 60 ટકાથી વધુની ઉચ્ચ સેરોપોસિટિવિટીના આધાર પર હાલ ભારતમાં લોકોને મોટા પ્રમાણમાં બૂસ્ટર ડોઝની જરૂરિયાત રહેતી નથી.
જોકે તેણે કહ્યું કે, ઉચ્ચ જોખમ કે વધુ જોખમવાળા લોકોને બુસ્ટર ડોઝની જરૂરિયાત પડી શકે છે. કારણે કે આપણે તેમના ઇન્ફેક્શનની યોગ્ય સ્થિતિ જાણતા નથી. તેથી આ સમૂહને બૂસ્ટર ડોઝ આપવો વધુ વ્યવહારિક હોઇ શકે છે. વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે, બૂસ્ટર ડોઝ મોટા ભાગે તે લોકો માટે જરૂરી છે જે કાં તો વાયરસના વધુ સંપર્કમાં આવવાથી જોખમમાં રહે છે જેવા કે સ્વાસ્થ્ય કર્મી કે નબળા વર્ગના લોકો, જેમાં વૃદ્ધો પણ સામેલ છે. જોકે પ્રક્રિયા શરૂ થઇ ચૂકી છે ખાસ યોજનાઓને એક સાથે રાખવાની બાકી છે.
આ યોજનાને લાગૂ કરતા પહેલા ઘણા પાસાઓ વિશે વિચારવાનું બાકી છે. ભારતમાં આ કામ પ્રગતિ હેઠળ છે. તેમણે વધુમાં ઉમેર્યુ કે, અમે હજુ પણ તે સ્થિતિને સમજવાનો પ્રયાસ કરી રહ્યા છીએ જે બાદ વેક્સિન શોટ્સ દ્વારા આપવામાં આવેલ ઇમ્યૂનિટી અથવા નેચરલ ઇમ્યૂનિટી ઓછી થવા લાગે છે અને અલગ-અલગ રસીનો ઉપયોગ મજબૂત અને લાંબા સમય સુધી ચાલતી ઇમ્યૂનિટી આપે છે કે કેમ.
કોવિડ-19 અહીં ખૂબ વધુ છે
ડો. અગ્રવાલ જણાવે છે કે કોવિડ-19 અહીં ખૂબ વધુ છે. આ ઉપરાંત તેમણે આવનારા સમયમાં સંક્રમણ દરમાં વધારા અંગે પણ અગમચેતી આપી છે. તેઓ જણાવે છે કે,”દેશમાં તહેવારોનો માહોલ હવે નજીક જ છે, ત્યારે કોવિડ ગાઇડલાઇન્સનું પાલન ન કરવું અને લોકોના ટોળાઓ એકઠા થવાથી સંક્રમણ વધવાની શક્યતા પણ ખૂબ વધુ રહેલી છે.” જોકે તેમણે સ્પષ્ટતા કરી કે આ સંક્રમણ ત્રીજી લહેર કરતા અલગ હશે. જે નવા વેરિએન્ટ્સના ઉદ્દભવ પર વધુ આધાર રાખે છે જે હાલની ઇમ્યૂનિટીને ઘટાડી શકે છે. આવો નવો વેરિએન્ટ હજુ સુધી INSACOG સિક્વન્સિંગમાં જોવા મળ્યો નથી. પરંતુ તે થોડા મહિનામાં બદલાઇ શકે છે.
INSACOG - ઇન્ડિયન સાર્સ-કોવી-2 જીનોમિક્સ કોન્સોર્ટિયમ-સેન્ટીનેલ સિક્વન્સિંગ પ્રયાસ દ્વારા SARS-CoV-2માં જીનોમિક વિવિધતાને મોનિટર કરવા માટે મલ્ટિ-લેબોરેટરી, મલ્ટી એજન્સી પાન ઇન્ડિયા નેટવર્ક છે. જોકે હાલની સ્થિતિને જોતા દેશમાં ત્રીજી લહેરનું જોખમ ઓછું દેખાય રહ્યું છે. પરંતુ સાવધાની રાખવી જરૂરી છે. કારણ કે આપણે શાળાઓ વગેરે ખોલીને સામાન્ય જીવન તરફ પરત ફરવાનું છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર