નવી દિલ્હી : દેશ-દુનિયામાં કોરોના વાયરસ સંક્રમણનો ખાતમો કરવા માટે મોટા સ્તર પર વેક્સિન અને દવાની શોધ થઈ રહી છે. મોટાભાગના દેશ તેના પર રિસર્ચ કરી રહ્યા છે. આ બધા વચ્ચે ભારતની કાઉન્સીલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઈન્ડસ્ટ્રીયલ રિસર્ચ (CSIR) મોટો દાવો કર્યો. આ દાવા અનુસાર, જાપાન અને ચીનમાં કોરોના વાયરસ સંક્રમણ વિરુદ્ધ ઉપયોગમાં લેવામાં આવેલી એન્ટીવાયરલ દવા ફેવિપિરવિર ભારતમાં બનવા માટે તૈયાર છે. સીએસઆઈઆરે દાવો કર્યો કે, તેના એન્ડ ટૂ એન્ડ સંકલન કરી દેવાયું છે.આ દવા કોવિડ-19 વિરુદ્ધ કારગર દેખાઈ રહી છે.
News18.com સાથે વાતચીતમાં CSIRના ડાયરેક્ટર જનરલ ડોક્ટર શેખર સી માંડેએ જણાવ્યું કે, આ દવાના સંબંધમાં સંકલન પ્રક્રિયાને દેશની પ્રાઈવેટ દવા કંપની અને ડ્રગ કન્ટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયાને સોંપવામાં આવી છે. હવે તે કોવિડ-19 સંક્રમણ વિરુદ્ધ તેની ટેસ્ટિંગ પર નિર્ણય લેશે.
એવો દાવો કરવામાં આવ્યો છે કે, ફેવિપિરવીર ઈન્ફ્લ્યૂએન્જા વાયરસ વિરુદ્ધ ઘણું સારૂ પરિણામ આપી ચુકી છે. ચીન, જાપાન, રશિયા અને ખાડી દેશો સિવાય કેટલાક અન્ય દેશોએ આ દવા કોરોના વિરુદ્ધ કારગર હોવાનો દાવો કરી ચુક્યા છે.
મંજુરી બાદ બજારમાં આવશે દવા
ડો. માંડે અનુસાર, વિજ્ઞાન અને પ્રૌદ્યોગિક મંત્રાલય હેઠળ પ્રમુખ અનુસંધાન અને વિકાસ સંગઠન 20 વિભિન્ન દવાઓના પુન: પ્રયોગ પર કામ કરી રહ્યું છે. તેને કોરોના વાયરસ સંક્રમણ, ડાયગ્નોસ્ટિક કિટ, ચિકિત્સા ઉપકરણોમાં ઈનોવેશન અને વેક્સિન બનાવવામાં ઉપયોગમાં લેવામાં આવી શકે છે. ડો. માંડેએ જણાવ્યું કે, ફેવિપીરવિલ દવાના ઉપયોગ અને ટેસ્ટિંગ માટે પ્રાઈવેટ દવા કંપની અને ડ્રગ કન્ટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા પાસે મંજૂરી મળ્યા બાદ ટુંક સમયમાં તે બજારમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે.