Home /News /national-international /Cryptocurrency Bill 2021: મોદી સરકાર શિયાળુ સત્રમાં ક્રિપ્ટોકરન્સી સહિત 26 બિલ રજૂ કરશે, પેન્શન અને ડેટા પ્રોટેક્શન બિલ પણ સામેલ

Cryptocurrency Bill 2021: મોદી સરકાર શિયાળુ સત્રમાં ક્રિપ્ટોકરન્સી સહિત 26 બિલ રજૂ કરશે, પેન્શન અને ડેટા પ્રોટેક્શન બિલ પણ સામેલ

સંસદના આગામી શિયાળુ સત્રમાં કેન્દ્ર સરકાર ક્રિપ્ટોકરન્સી (Cryptocurrency) પર કાયદાકીય નિયંત્રણ માટે એક બિલ લાવશે. (Image- Reuters)

Cryptocurrency Regulation Bill Among 26 to Introduced in winter session: 29 નવેમ્બરથી શરૂ થઈ રહેલા શિયાળુ સત્રમાં ક્રિપ્ટોકરન્સી એન્ડ રેગ્યુલેશન ઓફ ઓફિશિયલ ડિજિટલ કરન્સી બિલ, 2021 સહિત 26 બિલ સંસદમાં રજૂ કરવામાં આવશે.

નવી દિલ્હી. સંસદના આગામી શિયાળુ સત્રમાં કેન્દ્ર સરકાર ક્રિપ્ટોકરન્સી (Cryptocurrency) પર કાયદાકીય નિયંત્રણ માટે એક બિલ લાવશે. લોકસભાની વેબસાઈટ પર ઉપલબ્ધ માહિતી અનુસાર 29 નવેમ્બરથી શરૂ થઈ રહેલા શિયાળુ સત્રમાં ક્રિપ્ટોકરન્સી એન્ડ રેગ્યુલેશન ઓફ ઓફિશિયલ ડિજિટલ કરન્સી બિલ, 2021 સહિત 26 બિલ સંસદમાં રજૂ કરવામાં આવશે.

અગાઉ ભાજપના નેતા જયંત ચૌધરીની અધ્યક્ષતામાં સંસદીય પેનલે તમામ સ્ટેક હોલ્ડર સાથે ક્રિપ્ટોકરન્સીના ફાયદા અને ગેરફાયદા અંગે ચર્ચા કરી હતી. આ બેઠકમાં એવું તારણ કાઢવામાં આવ્યું હતું કે ડિજિટલ કરન્સીને રોકી શકાતી નથી પરંતુ તેનું નિયમન કરવું જરૂરી છે એટલે કે તેના પર કાનૂની નિયંત્રણ હોવું જરૂરી છે.

આ બિલમાં ભારતમાં તમામ ખાનગી ક્રિપ્ટોકરન્સી પર પ્રતિબંધ મૂકવાની માંગ કરવામાં આવી છે પરંતુ અંતર્ગત ટેક્નોલોજી અને તેના ઉપયોગોને પ્રોત્સાહન આપવા માટે કેટલાક અપવાદોને મંજૂરી આપવાની વાત કરવામાં આવી છે. આ બિલમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (The Reserve Bank Of India) દ્વારા જારી કરવામાં આવનારી સત્તાવાર ડિજિટલ કરન્સી (Digital Currency) બનાવવા માટે અનુકૂળ માળખું બનાવવાની પણ માંગ કરવામાં આવી છે.

આ પણ વાંચો: Kartarpur Corridor ખુલતા જ 73 વર્ષ પછી મળ્યા બે મીત્રો, 1947ના ભાગલામાં પડ્યા હતા વિખુટા

તાજેતરમાં ભારતમાં ક્રિપ્ટોકરન્સી વિશે ઘણી ચર્ચા થઈ રહી છે. દેશમાં કોઈપણ કાયદાકીય દેખરેખ વિના તેનો ટ્રેન્ડ ઝડપથી વધ્યો છે, પરંતુ હવે સરકાર ક્રિપ્ટોકરન્સીને નિયંત્રિત કરવા માટે કાયદો લાવવા માંગે છે.

ગયા અઠવાડિયે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ક્રિપ્ટોકરન્સી પર ચિંતા વ્યક્ત કરતા કહ્યું હતું કે તે ખોટા હાથમાં ન આવવી જોઈએ કારણ કે તે યુવાનોને બરબાદ કરી શકે છે. પીએમ મોદીએ તમામ લોકશાહી દેશોને ક્રિપ્ટોકરન્સી પર સાથે મળીને કામ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.

અન્ય બિલો પણ સંસદમાં રજૂ કરવામાં આવશે

સંસદના શિયાળુ સત્રમાં રજૂ થનારા 26 બિલોમાં બેન્કિંગ લો બિલ 2021, જેનો ઉદ્દેશ્ય બેન્કિંગ સુધારાને લાગુ કરવાનો છે.

આ પણ વાંચો: રાજસ્થાન: અલવર નગર પરિષદના ચેરમેન અને કોંગ્રેસ નેતા બીના ગુપ્તાની પુત્ર સાથે ધરપકડ, 80 હજારની લાંચ લેતાં પકડાયા

આ 26 વિધેયકોમાંથી સૌથી મહત્વપૂર્ણ બિલ કૃષિ કાયદાને પાછુ ખેંચનારું બિલ (Farm Laws Repeal Bill, 2021) છે. 19 નવેમ્બરના પીએમ મોદીએ ત્રણેય કૃષિ કાયદાઓ પાછા ખેંચવાની જાહેરાત કરી હતી. હવે આ બિલ સંસદના શિયાળુ સત્રમાં રજૂ કરવામાં આવશે. ખેડૂતો અને ખેડૂત સંગઠનોના ભારે વિરોધ બાદ સરકારે ત્રણેય કૃષિ કાયદાઓ પાછા ખેંચી લીધા હતા.

પેન્શન અને ડેટા પ્રોટેક્શન બિલ

ધ ડેટા પ્રોટેક્શન બિલ એન્ડ ધ પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (અમેન્ડમેન્ટ) બિલ 2021 પણ સંસદમાં રજૂ કરવા માટે સૂચિબદ્ધ છે.
પેન્શન બિલનો ઉદ્દેશ્ય પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (PFRDA)માં સુધારો કરવાનો છે જેથી 2019ના બજેટ ભાષણને પૂર્ણ કરવા માટે નેશનલ પેન્શન સિસ્ટમ ટ્રસ્ટને પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (PFRDA) થી અલગ કરી શકાય.
First published:

Tags: Crypto currency, ક્રિપ્ટોકરન્સી cryptocurrency