Home /News /national-international /

સરકાર ક્રિપ્ટોકરન્સી પર જલ્દી લાવશે બિલ, રાજ્યસભામાં નાણાં મંત્રીનું મોટું નિવેદન

સરકાર ક્રિપ્ટોકરન્સી પર જલ્દી લાવશે બિલ, રાજ્યસભામાં નાણાં મંત્રીનું મોટું નિવેદન

નિર્મલા સીતારમણ (ફાઇલ તસવીર)

Cryptocurrency News: રાજ્યસભામાં આજે પ્રશ્નકાળ દરમિયાન નિર્મલા સીતારમણે કહ્યું કે, આ એક જોખમી ક્ષેત્ર છે અને સમગ્ર નિયમનકારી માળખામાં નથી.

  Cryptocurrency News: ક્રિપ્ટોકરન્સી પર પ્રતિબંધની ચિંતા વચ્ચે નાણા મંત્રી નિર્મલા સીતારમણે (Nirmala Sitharaman) આજે રાજ્યસભામાં કહ્યું છે કે, સરકાર ટૂંક સમયમાં ક્રિપ્ટોકરન્સી સંબંધિત બિલ રજૂ કરવા જઈ રહી છે. નાણા મંત્રીએ જણાવ્યું હતું કે, ક્રિપ્ટોકરન્સી (Cryptocurrency) અંગેના નિયમન અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી છે.

  રાજ્યસભામાં નાણાં મંત્રીએ શું કહ્યું?

  રાજ્યસભામાં આજે પ્રશ્નકાળ દરમિયાન નિર્મલા સીતારમણે કહ્યું કે, આ એક જોખમી ક્ષેત્ર છે અને સમગ્ર નિયમનકારી માળખામાં નથી. તેમણે વધુમાં કહ્યું કે, તેની જાહેરાત પર પ્રતિબંધ મૂકવાનો કોઈ નિર્ણય હજી લેવામાં આવ્યો નથી. આરબીઆઈ અને સેબી દ્વારા જાગૃતિ ફેલાવવા માટે પગલાં લેવામાં આવ્યા છે, નાણામંત્રીએ માહિતી આપી હતી કે, સરકાર ટૂંક સમયમાં બિલ રજૂ કરશે.

  ક્રિપ્ટોની જાહેરાતો પર નિર્મલા સિતારમણે કહ્યું કે, ASCI છે, જે જાહેરાતોને નિયંત્રિત કરે છે. તેમણે કહ્યું કે, તેના તમામ નિયમોનું પાલન કરવામાં આવી રહ્યું છે. તેમણે સંસદમાં કહ્યું કે, સરકાર ટૂંક સમયમાં જ કેબિનેટમાંથી બિલ પાસ કરાવીને બિલ લાવશે.

  સોમવારે લોકસભામાં ક્રિપ્ટો અંગે થઇ હતી ચર્ચા

  સોમવારે લોકસભામાં નાણાં મંત્રી નિર્મલા સીતારામણે પોતાના જવાબમાં કહ્યું હતું કે, બિટકોઈનને મુદ્રા તરીકે માન્યતા આપવાનો કોઈ જ પ્રસ્તાવ નથી. આ સાથે જ મંત્રાલયે એમ પણ જણાવ્યું કે, સરકાર બિટકોઈન લેવડ-દેવડ પર કોઈ ડેટા એકત્ર નથી કરતી.

  આ પણ વાંચો - 'ભાઈ, મારું એકાઉન્ટ પણ ચાલુ કરાવી દે' પરાગ અગ્રવાલ ટ્વિટરના CEO બન્યા બાદ વાયરલ થઈ રહ્યાં છે જોરદાર મીમ્સ

  સાંસદ સુમલતા અંબરીશ અને ડીકે સુરેશે સોમવારે સરકારને સવાલ કર્યો હતો કે, 'શું સરકાર પાસે દેશમાં બિટકોઈનને મુદ્રા તરીકે માન્યતા આપવાનો કોઈ પ્રસ્તાવ છે?' તેના જવાબમાં નાણાં મંત્રી નિર્મલા સીતારામણે કહ્યું હતું કે, 'ના, સર.'

  આ પણ વાંચો - આમ આદમીને મોંઘવારીનો વધુ એક માર, 1 ડિસેમ્બરથી મોંઘી બનશે આ વસ્તુઓ

  નોંધનીય છે કે, સંસદના શિયાળુ સત્રનો આજે (મંગળવારે) બીજો દિવસ છે. પરંતુ સંસદનું શિયાળુ સત્ર શરૂ થતાની સાથે જ વિપક્ષને મોટો ઝટકો લાગ્યો હતો. હંગામા માટે રાજ્યસભાના 12 સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. હવે વિપક્ષી પાર્ટીઓએ આ અંગે પોતાની રણનીતિ બનાવવાનું શરૂ કરી દીધું છે. જો કે, એવા પણ સમાચાર છે કે જો સસ્પેન્ડેડ સાંસદો માફી માંગે તો મામલો થાળે પાડવાનો હજુ અવકાશ છે. પરંતુ વિપક્ષ આ મુદ્દે એકજૂટ નથી. કેન્દ્ર સરકારને ઘેરવાની રણનીતિ પર કોંગ્રેસ અને ટીએમસી એકમત નથી.
  Published by:Kaushal Pancholi
  First published:

  Tags: Cryptocurrency, Nirmala Sitharaman, Parliament winter session, ભારત

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन