ભોપાલ: મધ્ય પ્રદેશમાં એક પતિએ હેવાનિયતની તમામ હદો પાર કરી નાખી હોય તેવી કેસ સામે આવ્યો છે. આરોપી પતિ (Husband)એ પોતાની પત્ની (Wife)ના એક હાથનો પંજો અને બીજા હાથની આંગણીઓ કાપી નાખી ( Man Chops Off Wife's Fingers) હતી. સામાન્ય વાતમાં ઝઘડો થયા બાદ પતિએ આવું અધમ કૃત્ય કર્યું હતું. બનાવ બન્યો ત્યારે આરોપીની પત્ની ઊંઘી રહી હતી.
આ બનાવ રાજ્યના બૈતૂલના ચિચોલી ગામનો છે. અહીં રહેતા રાજૂ બંશકાર નામના વ્યક્તિએ તેની પત્ની સાથે આ હેવાયનિયત ભર્યું કૃત્ય કર્યું હતું. પોલીસે રાજૂની તેની પત્ની પર જીવલેણ હુમલો કરવાના આરોપમાં ધરપકડ કરી લીધી છે. પોલીસનું કહેવું છે કે રાજૂ મજૂરી કરીને ઘર ચલાવતો હતો. છેલ્લા થોડા દિવસથી બંને વચ્ચે વાતે વાતે ઝઘડો થતો હતો.
ગુરુવારે પણ પતિ અને પત્ની વચ્ચે વિવાદ થયો હતો. શુક્રવારે વહેલી સવારે રાજૂએ કુહાડીથી પત્ની પર હુમલો કર્યો હતો. હુમલામાં પત્નીના એક હાથનો પંજા કપાઈ ગયો હતો, જ્યારે બીજા હાથની આંગણીઓ કપાઈને અલગ થઈ ગઈ હતી.
બનાવની જાણકારી મળતા પોલીસ ગામ ખાતે દોડી ગઈ હતી. જે બાદમાં ગંભીર રીતે ઘાયલ મહિલાને હૉસ્પિટલ પહોંચાડવામાં આવી હતી. જ્યાંથી તેને ભોપાલ રિફર કરવામાં આવી છે. પોલીસે આરોપી પતિની ધરપકડ કરી લીધી છે.
આ મામલાની નોંધ રાજ્યના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે પણ લીધી છે. તેમણે ટ્વીટ કરીને લખ્યું છે કે, રાજ્યમાં છેલ્લા 15 દિવસમાં આવી ત્રણ દુર્ભાગ્યપૂર્ણ ઘટના બની છે. આ ઘટનાઓએ મને હચમચાવી દીધો છે.
"ત્રણેય બહેનોના હાથ કાપવાનું જધન્ય કૃત્ય તેમના પતિઓએ કર્યું છે. જો કોઈ હુમલો કરે છે તો તે ગુનો છે પરંતુ પતિ હાથ કાપે તો એ ચોક્કસ વિશ્વાસની હત્યા છે. આ કોઈ સામાન્ય ગુનો નથી. આ ભયંકર ગુનો છે. આથી આ ફક્ત કલમ 307નો ગુનો નથી. હું ઈચ્છું છું કે ઘરેલુ ગુનાઓ સામે અભિયાન ચલાવવામાં આવે અને એક નવો કાયદો ને, જે આવા ગુનેગારોને કડકમાં કડક સજા આપે. જેનાથી એ સુનિશ્ચિત કરી શકાય કે ફરીથી આવો કોઈ બનાવ નહી બને."
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર