Home /News /national-international /CRPFની 83મી રાઈઝિંગ ડે પરેડમાં અમિત શાહે કહ્યું-આગામી થોડા વર્ષોમાં જમ્મુ-કાશ્મીરમાં સીઆરપીએફની જરૂર નહીં પડે

CRPFની 83મી રાઈઝિંગ ડે પરેડમાં અમિત શાહે કહ્યું-આગામી થોડા વર્ષોમાં જમ્મુ-કાશ્મીરમાં સીઆરપીએફની જરૂર નહીં પડે

ગૃહમંત્રીએ કહ્યું કે દેશમાં શાંતિપૂર્ણ રીતે ચૂંટણી કરાવવામાં CRPFની મહત્વની ભૂમિકા છે. (ફાઇલ ફોટો)

CRPF 83rd Raising Day Ceremony, Amit Shah: ગૃહ મંત્રીએ કહ્યું કે કેન્દ્રીય દળોએ જમ્મુ અને કાશ્મીરમાં જે સૌથી મોટું કામ કર્યું છે તે એ છે કે તેમને પાકિસ્તાન દ્વારા પ્રાયોજિત આતંકવાદ પર નિર્ણાયક નિયંત્રણ મેલવ્યું છે.

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે (Union Home Minister Amit Shah) આજે જમ્મુમાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (Central Reserve Police Force )ની 83મી રાઈઝિંગ ડે પરેડ (CRPF 83rd Raising Day Parade)માં હાજરી આપી હતી. આ દરમિયાન તેમણે શ્રીનગરના મૌલાના આઝાદ સ્ટેડિયમમાં સૈનિકોને સંબોધિત કર્યા અને તેમની પ્રશંસા કરી હતી. તમને જણાવી દઈએ કે આ પહેલીવાર છે જ્યારે રાજધાની દિલ્હીથી CRPFના રાઇઝિંગ ડેની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. ગૃહમંત્રીએ કહ્યું કે આગામી કેટલાક વર્ષોમાં જમ્મુ-કાશ્મીર અને પૂર્વોત્તરમાં સુરક્ષા દળોની જરૂર રહેશે નહીં.

પરેડ બાદ કેન્દ્રીય રિઝર્વ પોલીસ ફોર્સના જવાનોને સંબોધતા કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે હું CRPF જવાનો અને તેમના પરિવારોને મારી શુભેચ્છા પાઠવું છું. સાથે જ જેમણે પોતાની ફરજ નિભાવતી વખતે પોતાનો જીવ આપ્યો તેમને હું શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. તેમણે કહ્યું કે કાશ્મીર, નક્સલ વિસ્તારો અને પૂર્વોત્તરમાં સીઆરપીએફ જે નિર્ધાર સાથે કામ કરી રહ્યું છે, તે દેખાઈ રહ્યું છે કે આગામી થોડા વર્ષોમાં આપણને ત્રણેય વિસ્તારોમાં સીઆરપીએફની જરૂર નહીં પડે. અમિત શાહે કહ્યું કે જો આવું થાય તો તમામ શ્રેય CRPFને જાય છે.



ગૃહમંત્રીએ કહ્યું કે જમ્મુ અને કાશ્મીરમાં કેન્દ્રીય દળોએ જે સૌથી મોટું કામ કર્યું છે તે એ છે કે તેમને પાકિસ્તાન દ્વારા પ્રાયોજિત આતંકવાદ પર નિર્ણાયક નિયંત્રણ મેળવ્યું છે. તેમણે કહ્યું કે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જાળવવામાં સીઆરપીએફએ મહત્વની ભૂમિકા ભજવી છે અને સીઆરપીએફએ દેશની સુરક્ષામાં કોઈ કસર છોડી નથી. અમિત શાહે કહ્યું કે આતંકવાદ પર અંકુશની સાથે જ જમ્મુ-કાશ્મીરમાં નિષ્પક્ષ ચૂંટણીમાં બળે ખૂબ મહત્વની ભૂમિકા ભજવી છે.

આ પણ વાંચો- Punjab Cabinet: CM ભગવંત માને કેબિનેટની પ્રથમ બેઠકમાં જ 1 મહિનામાં 25 હજાર સરકારી નોકરીઓની જાહેરાત કરી

કેન્દ્રીય રિઝર્વ પોલીસ ફોર્સના જવાનોની પ્રશંસા કરતાં ગૃહમંત્રીએ કહ્યું કે ચૂંટણી એ લોકશાહીનો તહેવાર છે અને નિષ્પક્ષ ચૂંટણી એ લોકશાહી દેશનો આત્મા છે. દેશમાં જ્યારે પણ લોકસભા કે વિધાનસભાની ચૂંટણીઓ યોજાય છે ત્યારે સમગ્ર દેશમાં શાંતિપૂર્ણ ચૂંટણી કરાવવામાં CRPF મહત્વની ભૂમિકા ભજવે છે.

આ પણ વાંચો- Russia Ukraine war: રશિયાએ યુક્રેનમાં પ્રથમ વખત તેની નવી હાઇપરસોનિક મિસાઇલનો ઉપયોગ કર્યો

ગૃહમંત્રીએ કહ્યું કે 2014માં કેન્દ્રમાં પીએમ નરેન્દ્ર મોદીની સરકાર બની ત્યારથી જમ્મુ-કાશ્મીરની સ્થિતિમાં ઘણો સુધારો થયો છે અને અહીં વિકાસ કાર્યોને પણ વેગ મળ્યો છે. અમિત શાહે પોતાના સંબોધનમાં CRPF સાથે જોડાયેલી મોટી જાહેરાત કરી. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકારે નિર્ણય લીધો છે કે હવે તમામ CRPFની વાર્ષિક પરેડ દેશના અલગ-અલગ ભાગોમાં ઉજવવામાં આવશે.
First published:

Tags: Amit shah, CRPF, Jammu and kashmir, Jammu Kashmir News