પુલવામાની પહેલી વરસી : શહીદ જવાનોની યાદમાં બનાવાયેલા સ્મારકનું આજે થશે ઉદ્ઘાટન

News18 Gujarati
Updated: February 14, 2020, 7:42 AM IST
પુલવામાની પહેલી વરસી : શહીદ જવાનોની યાદમાં બનાવાયેલા સ્મારકનું આજે થશે ઉદ્ઘાટન
14 ફેબ્રુઆરી 2019ના રોજ પુલવામામાં થયેલા હુમલામાં 40 સીઆરપીએફ જવાન શહીદ થયા હતા. (ફાઇલ તસવીર)

સ્મારકમાં શહીદ જવાનોના નામની સાથે તેમની તસવીરો પણ હશે, સાથોસાથ CRPFનું ધ્યેય વાક્ય 'સેવા અને નિષ્ઠા' પણ હશે

  • Share this:
શ્રીનગર : ગયા વર્ષે ફેબ્રુઆરીમાં થયેલા પુલવામા આતંકી હુમલા (Pulwama Terror Attack) માં શહીદ થયેલા 40 CRPF જવાનોની યાદમાં બનાવવામાં આવેલા સ્મારકનો લેશપુરા કેમ્પમાં શુક્રવારે ઉદ્ઘાટન કરવામાં આવશે. સીઆરપીએફના એડિશનલ ડાયરેક્ટર જનરલ ઝુલ્ફીકાર હસને ગુરુવારે સ્મારક સ્થળની મુલાકાત કર્યા બાદ કહ્યું કે, આ તે બહાદુર જવાનોને શ્રદ્ધાંજલિ આપવાની રીતે છે જેઓએ હુમલામાં પોતાના જીવ ગુમાવ્યા.

સ્મારકમાં એ શહીદ જવાનોના નામની સાથે તેમની તસવીરો પણ હશે. સાથોસાથ કેન્દ્રીય રિઝર્વ પોલીસ ફોર્સ (Central Reserve Police Force)નું ધ્યેય વાક્ય 'સેવા અને નિષ્ઠા' પણ હશે.

'આ દુર્ભાગ્યપૂર્ણ ઘટનાથી અમે લીધી શીખ'

હસને જણાવ્યું કે, નિશ્ચિત રીતે આ એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના હતી અને અમને તેનાથી શીખ લીધી છે. અમે પોતાની આવન-જાવન દરમિયાન હંમેશા સતર્ક રહેત હતા, પરંતુ હવે સતર્કતા વધારી દેવામાં આવી છે. તેઓએ કહ્યું કે 40 જવાનોના સર્વોચ્ચ બલિદાનથી દેશના દુશ્મનોને ખતમ કરવાના અમારો સંકલ્પ વધુ મજબૂત થયો છે. તેઓએ કહ્યું કે, અમે આતંકવાદીઓ સાથે એન્કાઉન્ટર દરમિયાન વધારાના જોશથી લડીએ છીએ અને આ જ કારણ છે કે પોતાના જવાનો પર હુમલાના તરત બાદ અમે જૈશ-એ-મોહમ્મદના કમાન્ડરોને ખતમ કરવામાં સફળ રહ્યા.

જૈશ-એ-મોહમ્મદના આતંકવાદી અદીલ અહમદ ડારે વિસ્ફોટકો ભરેલી કાર સુરક્ષા દળોના કાફલા સાથે ટકરાવી દીધી હતી. આ હુમલામાં 40 જવાનો શહીદ થયા હતા. (ફાઇલ તસવીર)


તેઓએ જોકે તે સાવધાનીઓ વિશે જણાવવાનો ઇન્કાર કર્યો કે ગયા વર્ષે 14 ફેબ્રુઆરીના હુમલા બાદ જવાનોની આવન-જાવન દરમિયાન રાખવામાં આવે છે. પરંતુ અધિકારીઓએ કહ્યું કે હવે જવાનોની આવન-જાવન હવે અન્ય સુરક્ષા દળો અને સેનાની સાથે સમન્વયમાં થાય છે.બુલેટપ્રૂફ બનાવવાની પ્રક્રિયા તેજ

જવાનોને લઈ જનારા વાહનોને બુલેટપ્રૂફ બનાવવાની પ્રક્રિયાને તેજ કરવામાં આવી છે અને રસ્તાઓ પર બન્કર જેવા વાહનો જોવા મળી રહ્યા છે. આ સ્મારક તે સ્થળની પાસે સીઆરપીએફ કેમ્પની અંદર બનાવવામાં આવ્યું છે જ્યાં જૈશ-એ-મોહમ્મદના આતંકવાદી અદીલ અહમદ ડારે વિસ્ફોટકો ભરેલી કાર સુરક્ષા દળોના કાફલા સાથે ટકરાવી દીધી હતી. આ હુમલામાં 40 જવાનો શહીદ થયા હતા.

આ હુમલાના લગભગ તમામ કાવતરાખોરોને ઠાર મારવામાં આવ્યા છે અને જૈશ-એ-મોહમ્મદના પ્રમુખ કારી યાસિર ગયા મહિને ઠાર મરાયો છે.

આ પણ વાંચો, ભારત-ચીન યુદ્ધના કારણે ન થયા રતન ટાટાના લગ્ન! દિગ્ગજ ઉદ્યોગપતિએ જણાવી પોતાની લવ સ્ટોરી
First published: February 14, 2020, 7:42 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading