Home /News /national-international /પુલવામા હુમલા પર CRPFનું મોટું નિવેદન: ન ભૂલીશું, ન માફ કરીશું

પુલવામા હુમલા પર CRPFનું મોટું નિવેદન: ન ભૂલીશું, ન માફ કરીશું

સીઆરપીએફ

ગુરુવારે પુલવામાના અવંતીપોરા અને ગોરીપોરા વિસ્તારમાં સીઆરપીએફના કાફલા પર આતંકીઓએ હુમલો કર્યો હતો અને ફાયરિંગ કર્યું હતું.

ન્યૂઝ18 ગુજરાતી : પુલવામાં હુમલામાં 38 જવાનોની ખુંવારી બાદ કેન્દ્રીય અનામત પોલીસ દળ (સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ) તરફથી પ્રતિક્રિયા વ્યક્ત કરવામાં આવી છે. CRPFએ કહ્યું છે કે અમે ન તો ભૂલીશું કે ન માફ કરીશું. સીઆરપીએફના અધિકારિક ટ્વિટર હેન્ડલ પર ટ્વિટ કરવામાં આવ્યું છે કે, "અમે ન ભૂલીશું કે ન માફી કરીશું. અમે પુલવામા હુમલાના અમારા શહીદોનો નમન કરીએ છીએ અને શહીદ ભાઈઓના પરિવારજનો સાથે છીએ. આ જધન્ય હુમલાનો બદલો લેવામાં આવશે."

ઉલ્લેખનીય છે કે ગુરુવારે સાંજે 3:20 વાગ્યે IED વિસ્ફોટથી સીઆરપીએફની એક બસને નિશાન બનાવવામાં આવી હતી. આ હુમલામાં સીઆરપીએફના 38 જવાન શહીદ થયા હતા. પુલવામાના અવંતીપોરા અને ગોરીપોરા વિસ્તારમાં સીઆરપીએફના કાફલા પર આતંકીઓએ હુમલો કર્યો હતો અને ફાયરિંગ કર્યું હતું.

આ હુમલા બાદ પીએમ નરેન્દ્ર મોદીએ જણાવ્યુ હતુ કે, "આ હુમલાને કારણે દેશમાં આક્રોશ છે. લોકોનું લોહી ઉકળી રહ્યુ છે એ હું સમજી શકું છું. આ દેશની અપેક્ષા કંઈક કરી છૂટવાની છે. આ ભાવ સ્વાભાવિક છે. સુરક્ષા દળોને છૂટો દૌર આપી દેવામાં આવ્યો છે. અમને આપણના સૈનિકોના શૌર્ય, બહાદૂરી પર પૂર્ણ વિશ્વાસ છે. મને પૂરો વિશ્વાસ છે કે દેશ ભક્તિના રંગમાં રંગાયેલા લોકો સાચી જાણકારી આપણી એજન્સીઓ પાસે પહોંચાશે જેનાથી આતંકવાદીને કચડી નાખવા માટે અમારી લડાઈ વધુ તેજ થઈ શકે."

આ પણ વાંચો : ભારતે પાકિસ્તાનને આપેલો 'મોસ્ટ ફેવર્ડ નેશન'નો દરજ્જો પરત લીધો, શું થશે અસર?

આ હુમલા અંગે કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ જણાવ્યુ કે, "પ્રકારની હિંસા આપણ આતંકવાદનો ઉદ્દેશ્ય દેશના બે ટુકડા કરવાનો છે. આતંકવાદ દેશને તોડવાનો પ્રયાસ કરે છે. આ દેશને કોઈ પણ શક્તિ તોડી નહીં શકે, સમગ્ર વિપક્ષ સુરક્ષા દળો અને સરકાર સાથે ઊભો છે. આ હુમલો, ભારતની આત્મા પર હુમલો છે. દેશના સૌથી વધુ જરૂરી લોકો છે, તેમની વિરુદ્ધ થયો છે. અમે તેમની સાથે ઊભા છે. જે લોકોએ હુમલો કર્યો છે તે સાંભળી લે કે અમે એક કણ નુકસાન કરી નહીં શકીએ."
First published:

Tags: CRPF, Kashmir Terror Attack, Masood-azhar, Pulwama terror attack, જૈશ એ મોહમ્મદ, પાકિસ્તાન, ભારત