CRPF Recruitment 2020: 800 પદો માટે ભરતી પ્રક્રિયા શરૂ, મળશે આટલો પગાર

News18 Gujarati
Updated: July 24, 2020, 3:09 PM IST
CRPF Recruitment 2020: 800 પદો માટે ભરતી પ્રક્રિયા શરૂ, મળશે આટલો પગાર
પ્રતીકાત્મક તસવીર

31 ઓગસ્ટ સુધીમાં કરો અરજી, 20 ડિસેમ્બરે લેવાશે લેખિત પરીક્ષા, જાણો અરજી કરતી વખતે શું ધ્યાન રાખશો

  • Share this:
CRPF Recruitment 2020: સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)એ 800 ખાલી પદો પર ભરતી માટે અરજીઓ મંગાવી છે. CRPF તરફથી હાથ ધરવામાં આવી રહેલી ભરતી હેઠળ ધોરણ-10 પાસથી લઈને ગ્રેજ્યુએશનની ડીગ્રી પ્રાપ્ત કરી ચૂકેલા ઉમેદવાર અરજી કરી શકે છે. તેના માટેની ભરતી પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે.

આ અગત્યની તારીખો યાદ રાખવી ખૂબ જરૂરી...

>> અરજી કરવાની છેલ્લી તારીખ - 31 ઓગસ્ટ 2020

>> લેખિત પરીક્ષાની તારીખ - 20 ડિસેમ્બર 2020

આ ભરતી માટે ઉમેદવારોને ઓફલાઇન અરજી કરવી પડશે. અરજીના ફોર્મને આર્ટિકલના અંતમાં આપવામાં આવેલી લિંક પરથી મેળવી શકાય છે. અધિકૃત નોટિફિકેશન મુજબ, પોતાના દસ્તાવેજોની ફોટોકોપી નિર્ધારિત સરનારા પર છેલ્લી તારીખ પહેલા મોકલવાની રહેશે. પસંદગી પામેલા ઉમેદવારોને 142400 પ્રતિ માસ સુધીનો પગાર મળી શકે છે.

આ પણ વાંચો, NASAની ચેતવણી! 48 હજાર kmphની ઝડપે આજે પૃથ્વીની નજીકથી પસાર થશે 170 મીટર મોટું ઉલ્કા પિંડઅરજી સાથે કેટલી ફી ચૂકવવી પડશે?

આ CRPF ભરતી હેઠળ ગ્રુપ-Bના પદો માટે અરજી કરી રહેલા ઉમેદવારોને અરજી ચાર્જ તરીકે 200 રૂપિયાની ચૂકવણી કરવી પડશે. બીજી તરફ, ગ્રુપ-Cના પદો માટે તેઓએ 100 રૂપિયા ચાર્જ આપવો પડશે. અનામત વર્ગના ઉમેદવારો માટે અરજી ચાર્જ નહીં લેવામાં આવે.

આ પણ વાંચો, ભારતમાં ટૂંક સમયમાં મળશે કોરોનાની સૌથી સસ્તી દવા! એક ટેબ્લેટની કિંમત હશે 59 રૂપિયા

પસંદગી પ્રક્રિયા

CRPF Paramedical Staff Recruitment 2020 હેઠળ ઉમેદવારોની પસંદગી શારીરિક ક્ષમતા પરીક્ષા, લેખિત પરીક્ષા અને મેડિકલ ટેસ્ટના આધારે થશે. જોકે તમામ પદો માટે શૈક્ષણિક યોગ્યતા અલગ-અલગ નિર્ધારિત કરવામાં આવી છે.

આ ભરતી માટે નવી દિલ્હી, હૈદરાબાદ, ગુવાહાટી, જમ્મુ, પ્રયાગરાજ, અજમેર, નાગપુર, મુઝફ્ફરપુર અને પલ્લીપુરમાં પરીક્ષા આયોજિત કરવામાં આવશે.

અરજી ફોર્મ, પ્રક્રિયા અને અન્ય કોઈ પણ પ્રકારની જાણકારી માટે અહીં ક્લિક કરો અને જુઓ અધિકૃત નોટિફિકેશન.
Published by: Mrunal Bhojak
First published: July 24, 2020, 3:09 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading