શહીદ CRPFની પત્નીને વીમા કંપની વળતર નથી ચુકવતી, કારણ જાણી ચોંકી જશો

News18 Gujarati
Updated: February 23, 2019, 10:17 AM IST
શહીદ CRPFની પત્નીને વીમા કંપની વળતર નથી ચુકવતી, કારણ જાણી ચોંકી જશો
પ્રતિકાત્મક તસવીર

સીઆરપીએફના ડેપ્યુટી કમાન્ડર હિરા કુમાર વર્ષ 2014માં શહીદ થયા હતા. રાષ્ટ્રપતિ દ્વારા તેમને મરણોપરાંત ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમની શહીદીના ચાર વર્ષ બાદ પણ વીમા કંપની રકમ ચુકવી નથી રહી.

  • Share this:
ન્યૂઝ 18 ગુજરાતી: સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)માં ડેપ્યુટી કમાન્ડેન્ટ પદ પર ફરજ બજાવતા વર્ષ 2014માંહીરા કુમાર શહીદ થયા હતા. બિહાર-ઝારખંડ બોર્ડર પર નક્સલીઓની શોધખોળ કરતા સમયે તેઓ બિહાર સુધી પહોંચી ગયા હતા. અહીંયા 4 જૂલાઈએ સવારે નક્સલીઓ સાથે તેમની અથડામણ થઈ હતી.

હીરા કુમાર અને તેમના સાથીઓએ નક્સલીઓને ઠાર કર્યા હતા. આ ઑપરેશનમાં મોટી માત્રામાં હથિયારો એકઠા થયા હતા જોકે, અથડામણમાં હીરા કુમાર શહીદ થયા હતા. વર્ષ 2016માં રાષ્ટ્રપતિ દ્વારા તેમને મરણોપરાંત શૌર્ય ચક્રનું સન્માન અપાયું હતું.

આ ઑપરેશનમાં શહીદ થયેલા હીરા કુમાર માટે ઝારખંડ સરકારે અનેક મદદની જાહેરાત કરી હતી. તેમની પત્ની બીનુ ઝાને સરકારી નોકરી અને જમીન આપવાની પણ જાહેરાત કરાઈ હતી. બીનુ ઝા બીએડ પાસ છે. જોકે, તેમને હજુ સુધી નોકરી મળી નથી, એટલું જ નહીં તેમને વીમા કંપનીએ વળતર પણ ચુકવ્યું નથી.

આ પણ વાંચો: પુલવામા હુમલો: ટ્રમ્પની ચિંતા, 'ભારત-પાક વચ્ચે પરિસ્થિતિ બદથી બદતર થઇ રહી છે'

બીનુ ઝાએ ન્યૂઝ 18ના સંવાદદાતાને જણાવ્યું, “ ચાર વર્ષ વીત્યા બાદ પણ અમને વીમાની રકમ નથી મળી. જ્યારે સીઆરપીએફ કંપનીએ વીમા કંપનીને કારણ પૂછ્યું ચો તેમણે કહ્યું કે ડેપ્યુટી કમાન્ડેન્ટ જે વિસ્તારમાં શહીદ થયા તે વિસ્તાર વીમા કંપનીની યાદીમાં આવતો નથી. યાદી મુજબ, નક્સલી વિસ્તાર વીમા કંપનીની યાદીમાં નથી. બીજુ કે તેમણે વીમો ઝારખંડમાં લીધો હતો તેઓ શહીદ બિહારમાં થયા છે.”

આ વિષયમાં ન્યૂઝ 18ના સંવાદદાતાએ મુંબઈ સ્થિત વીમા કંપની સાથે વાતચીત કરવાનો પ્રયાસ કર્યો તો કંપનીના પ્રતિનિધિઓએ જણાવ્યું કે તેઓ આ કેસની તપાસ કરી રહ્યાં છે. તેમણે બિહારની રીજલન ઑફિસથી હિરા કુમારના દાવાની ફાઇલ મંગાવી છે અને જલ્દી વળતર ચુકવાશે.આ પણ વાંચો: સર્જિકલ સ્ટ્રાઇકનો ડર! પાકિસ્તાને વધારી જૈશના હેડ ક્વાર્ટર્સની સુરક્ષા

જ્યારે ગૃહરાજ્ય મંત્રી હંસરાજ અહીરે જણાવ્યું હતું કે આ ઘટના મારા ધ્યાને પણ આવી છે, હું માહિતી મેળવી અને વીમા કંપનીને ઘટતી સૂચના આપીશ.

સીઆરપીએફના ડીઆઈજી દિનાકરનના જણાવ્યા મુજબ તેઓ સતત વીમા કંપની સાથે વાતચીત કરી રહ્યાં છે, અને જે શહીદના પત્નીને કાયમ માહિતી આપી રહ્યાં છે, તેમના મતે વીમા કંપની વહેલી તકે આ સમસ્યાનું સમાધાન લાવી દેશે.

આ પણ વાંચો: ચીન કરવા માંગતું હતું પાકિસ્તાનનો બચાવ, 7 દિવસ લેટ કરાવ્યું UNSCનું નિવેદન
First published: February 23, 2019, 10:17 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading