ચરખી દાદરી. હરિયાણાના (Haryana) ચરખી દાદરી જિલ્લામાં (Charkhi Dadri District) આંતરિક બોલાચાલીને લઈને સીઆરપીએફના (CRPF) જવાને દીકરાને પગમાં ગોળી મારીને (Shoot) પોતાના માથામાં પણ ગોળી મારી દીધી. આ ઘટનામાં પિતા અને પુત્ર ગંભીર રીતે ઘાયલ (Injured) થયા છે. બંનેને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે જ્યાંથી ડૉક્ટરોએ બંનેને રોહતક પીજીઆઇ (Rohtak PGI) રેફર કરી દીધા છે. દુર્ઘટનાની જાણ થતા પૂર્વ મંત્રી સતપાલ સાંગવાન (Satpal Sangwan) પણ હૉસ્પિટલ પહોંચ્યા અને ડૉક્ટરો (Doctors) સાથે વાત કરી.
CRPF જવાનની હાલત ખૂબ જ ગંભીર હોવાનું કહેવાઈ રહ્યું છે. બીજી તરફ, સિટી પોલીસે (Police) ઘટનાસ્થળનું નિરીક્ષણ (Crime Scene) કરી તપાસ શરુ કરી દીધી છે. નોંધનીય છે કે, ઝજ્જર જિલ્લાના ઝાસવા ગામના રહેવાસી સંજય કુમાર પોતાના પરિવાર સહિત દાદરી શહેરની (Dadri City) એમસી કોલોનીમાં રહી રહ્યા છે અને હાલ દિલ્હીના ઝાડસા ક્ષેત્રમાં CRPFમાં તૈનાત છે. સંજય થોડા દિવસ પહેલા જ રજા પર ઘરે આવ્યા હતા.
મંગળવાર બપોરે સંજયનો પોતાના ઘરે પત્નીની સાથે કોઈ વાતને લઈ ઝઘડો (Husband Wife Dispute) થયો હતો. ઝઘડામાં સંજયનો 17 વર્ષીય દીકરા હેપ્પીએ વચ્ચે પડી ઝઘડો ઉકેલવાનો પ્રયાસ કર્યો તો સંજય પિસ્તોલથી (Pistol) દીકરાના પગમાં ગોળી મારી (Shoot) પોતાને પણ માથામાં ગોળી મારી દીધી. ગોળી વાગવાથી પિતા-પુત્રને ઘાયલ અવસ્થામાં સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. દુર્ઘટનાની સૂચના મળતાં સિટી પોલીસ અને પૂર્વ મંત્રી સતપાલ સાંગવાન હોસ્પિટલ પહોંચ્યા અને સ્થિતિનું નિરીક્ષણ કર્યું. ડૉક્ટરોએ બંનેની ગંભીર સ્થિતિ જોઈને રોહતક પીજીઆઇ રેફર કરી દીધા છે.
બીજી તરફ, પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ વજીર સિંહે જણાવ્યું કે, તપાસમાં સામે આવ્યું છે કે સંજય તથા તેની પત્નીનો એકબીજા સાથે ઝઘડો ચાલી રહ્યો હતો. જ્યારે ઝઘડો ઉકેલવા માટે દીકરો વચ્ચે પડ્યો તો સંજયે પહેલા તેના પગમાં ગોળી મારી દીધી અને પછી પોતાના માથામાં ગોળી મારી દીધી. તેમણે વધુમાં જણાવ્યું કે દુર્ઘટનામાં ઉપયોગમાં લેવાયેલી પિસ્તોલ લાઇસન્સવાળી હતી કે ગેરકાયદેસર, તેની તપાસ કરવામાં આવશે. વજીર સિંહે કહ્યું કે, પોલીસ દ્વારા મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર