Home /News /national-international /જમ્મુ-કાશ્મીર : CRPFના જવાને ઝઘડામાં ત્રણ સાથીની ગોળી મારીને કરી હત્યા

જમ્મુ-કાશ્મીર : CRPFના જવાને ઝઘડામાં ત્રણ સાથીની ગોળી મારીને કરી હત્યા

પ્રતિકાત્મક તસવીર

કોન્સ્ટેબલ અજીત કુમારે ઉધમપુરના બટ્ટલ બાલિયાન વિસ્તારમાં 187 બટાલિયન કેમ્પમાં પોતાના ત્રણ સાથીની ગોળી મારીને હત્યા કરી નાખી હતી.

  શ્રીનગર : જમ્મુ-કાશ્મીરમાં બુધવારે સીઆરપીએફ કેમ્પમાં એક જવાને ઝઘડા બાદ પોતાના ત્રણ સાથીને ગોળી મારી દીધી હતી. ઘટના બાદ ત્રણેય જવાનનું મોત થઈ ગયું હતું.

  સીઆરપીએફના એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું કે, ઘટના રાત્રે 10 વાગ્યાની આસપાસ બની હતી. કોન્સ્ટેબલ અજીત કુમારે ઉધમપુરના બટ્ટલ બાલિયાન વિસ્તારમાં 187 બટાલિયન કેમ્પમાં પોતાના ત્રણ સાથીની ગોળી મારીને હત્યા કરી નાખી હતી.

  અધિકારીએ જણાવ્યું કે બનાવ બાદ અજીત કુમારે પોતાને પણ ગોળી મારી લીધી હતી. હાલ તે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, અજીત કુમારની હાલત ખૂબ નાજુક હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.

  વિજય કુમાર ઉત્તર પ્રદેશના કાનપુરનો રહેવાસી છે. મૃતક સીઆરપીએફ જવાનની ઓળખ રાજસ્થાનના ઝૂનઝૂનના હેડ કોન્સ્ટેબલ પોખર મલ, દિલ્હીના યોગેન્દ્ર શર્મા અને હરિયાણાના રેવાડીના ઉમ્મેદ સિંહ તરીકે કરવામાં આવી છે.

  કહેવામાં આવી રહ્યું છે કે બુધવારે રાત્રે કોઈ વાતને લઈને જવાનો વચ્ચે ઝઘડો થયો હતો. આ દરમિયાન વાત આગળ વધી જતા કોન્સ્ટેબલ અજીત કુમારે પિત્તો ગુમાવ્યો હતો અને સર્વિસ રિવોલ્વરમાંથી પોતાના સાથીઓ પર ગોળી ચલાવી દીધી હતી.

  બે મહિના પહેલા સીઆરપીએફ જવાને તેના બે સાથીને ગોળી મારીને આપઘાત કરી લીધો હતો. શ્રીનગરના પંથચોક ખાતે સાતમી જાન્યુઆરીના રોજ આ બનાવ બન્યો હતો. ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે સાથીને ગોળી મારનાર જવાન કોઈ વ્યક્તિગત કારણને લીધે પરેશાન હતો.

  આ પહેલા સપ્ટેમ્બર, 2018માં ગાઝિયાબાદ ખાતે બીએસએફના એક જવાને પોતાના સાથીની ગોળી મારીને હત્યા કરી નાખી હતી. કોન્સ્ટેબલ અજીતે ઇન્સાસ રાઇફલથી પોતાના બેચમેટ જગપ્રીતની હત્યા કરી નાખી હતી.
  Published by:Vinod Zankhaliya
  First published:

  Tags: CRPF, Jammu Kashmir, જવાન

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन