અમિત પાંડેય, નવી દિલ્હીઃ કેન્દ્રીય રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ના પ્રમુખ એ.પી. મહેશ્વરી (AP Maheshwari)એ અપ્રત્યક્ષ રીતે કોરોના વાયરસ સંક્રમિત ડૉક્ટરના સંપર્કમાં આવવાના કારણે પોતાને ક્વૉરન્ટાઇન કરી દીધા છે. બે દિવસ પહેલા CRPFમાં તૈનાત ડૉક્ટરના પદ પર એક અધિકારીને કોરોના વાયરસના સંક્રમણની પુષ્ટિ થઈ હતી. ત્યારબાદ તકેદારીના ભાગ રૂપે તેઓએ આ પગલું ઉઠાવ્યું, કારણ કે એવી આશંકા છે કે પીડિતકર્મીના સંપર્કમાં આવેલા કેટલાક લોકો સાથે તેમનો પણ સંપર્ક થઈ શકે છે. ડીજીની સેલ્ફ કૉરન્ટાઇનની અવધિ શનિવાર સાંજથી શરૂ થઈ ગઈ છે.
CRPFના પ્રવક્તા ઉપ મહાનિરીક્ષક (ડીઆઈજી) મોસેસે દિનાકરણે જણાવ્યું કે, CRPFના એક અધિકારી કોરોના વાયરસથી સંક્રમિત હોવાનું બહાર આવ્યું છે. તે અધિકારીના સંપર્કમાં આવનારા કર્મચારી કૉરન્ટાઇન થઈ ગયા છે. CRPF મહાનિદેશક અપ્રત્યક્ષ રીતે તે અધિકારીના સંપર્કમાં આવ્યા હતા અને નિયત દિશાનિર્દેશો હેઠળ તેઓ સેલ્ફ કૉરન્ટાઇન થયા છે.
એક અન્ય અધિકારીએ જણાવ્યું કે, દેશના તમામ મોટા અર્ધસૈનિક દળના પ્રમુખ દિશાનિર્દેશ હેઠળ કૉરન્ટાઇન છે પરંતુ કોરોના વાયરસ સંક્રમણની વિરુદ્ધ લડાઈ સહિત વિભિન્ન પરિચાલન મામલામાં પોતાના અધિકારીઓ સતત સંપર્કમાં છે.
નોંધનીય છે કે, દિલ્હીમાં તૈનાત CRPFના એક વરિષ્ઠ ડૉક્ટર કોરોના વાયરસથી સંક્રમિત હોવાની પુષ્ટિ થઈ હતી. અધિકારીઓએ ગુરુવારે જણાવ્યું કે, ડૉક્ટરને ઝજ્જર સ્થિત AIIMSમાં દાખલ કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો, અમેરિકામાં કોરોનાનો કહેરઃ ન્યૂયોર્કનાં Funeral Homesમાં લાશોનો ખડકલો
ડૉક્ટરને સંક્રમણ કેવી રીતે થયું?
આ ડૉકટર મુખ્ય ચિકિત્સા અધિકારી રેન્કના છે. તેઓ CRPFના એડિશનલ મહાનિદેશક (મેડિકલ)ના કાર્યાલયમાં કાર્યરત છે. હાલ તે સ્પષ્ટ નથી થઈ શક્યું કે ડૉક્ટરને સંક્રમણ કેવી રીતે થયું. અધિકારીઓએ જણાવ્યું કે ડૉક્ટર દક્ષિણ દિલ્હીના સાકેત વિસ્તારમાં CRPFના એક ટ્રાન્જિટ મેસમાં રહેતા હતા. મેસમાં હાવર અન્ય લોકોને આઇસોલેટ કરી દેવામાં આવ્યા છે.
આ પણ વાંચો, લૉકડાઉનની વચ્ચે આ દેશનું તુઘલકી ફરમાન, કહ્યું, ‘મહિલાઓ વધુ નખરા ન બતાવે’