છત્તીસગઢ (Chhattisgarh News)માં સીઆરપીએફની બસ્તરિયા બટાલિયન (Bastaria Battalion of CRPF)ના એક જવાનનું માર્ગ અકસ્માતમાં મોત થયું હતું. જવાન વિજય મારાપલ્લી 25 વર્ષના હતા. 24 ફેબ્રુઆરીએ બીજાપુરમાં જ તેમના લગ્ન થવાના હતા. લગ્નના પાંચ દિવસ પહેલા 19 ફેબ્રુઆરીના રોજ વિજય મારાપલ્લીનું અવસાન થયું હતું. 17 ફેબ્રુઆરીના રોજ રોડ અકસ્માતમાં તે ઘાયલ થયા હતા. તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. ઘટના બાદ સમગ્ર ગામમાં શોકનો માહોલ છે. વરરાજાના પરિવારની સાથે દુલ્હનના ગામમાં પણ શોકનું મોજુ ફરી વળ્યું છે. પોલીસ અકસ્માતની તપાસ કરી રહી છે.
પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર બીજાપુરના કેસાઈ ગુડા ગામના રહેવાસી વિજય મારપલ્લી સીઆરપીએફની બસ્તરિયા બટાલિયનના બાસાગુડા કેમ્પમાં તૈનાત હતા. 24 ફેબ્રુઆરીએ યોજાનારા લગ્ન માટે તે 3 ફેબ્રુઆરીથી રજા પર હતા. આ દરમિયાન તે પોતાના લગ્નના કાર્ડ અને કપડાં સંબંધીઓને વહેંચી રહ્યા હતા. 17 ફેબ્રુઆરીના રોજ તે લગ્નના કાર્ડ વહેંચવા અને નજીકના સંબંધીઓને કપડાં આપવા ગયા હતા. અહીંથી પરત ફરતી વખતે તેમની બાઇક બેકાબૂ થઇ નેશનલ હાઇવે પર પડી હતી. ભોપાલપટ્ટનમમાં પ્રાથમિક સારવાર બાદ તેમને બીજાપુર જિલ્લા હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. અહીંથી પરિવાર તેમને તેલંગાણાના ઈનામાકોંડા લઈ ગયા હતા. જ્યાં 19 ફેબ્રુઆરીએ સારવાર દરમિયાન વિજયનું મોત નિપજ્યુ હતું.
વિજયના ભાઈ વિનોદ મારપલ્લીએ જણાવ્યું કે વિજય ત્રણ ભાઈઓમાં વચ્ચેનો હતો. જે યુવતી સાથે તે છેલ્લા 10 વર્ષથી પ્રેમ કરતો હતો તેની સાથે 24 ફેબ્રુઆરીએ તેના લગ્ન થવાના હતા. લગ્ન પહેલા એક મોટો અકસ્માત થયો. વિજયની ભાવિ પત્ની અને ગર્લફ્રેન્ડ રેશ્મા યાલમ રડી પડે છે અને કહે છે કે વિજય અને તેને સ્કૂલના દિવસોથી જ પ્રેમસંબંધ હતો. વિજયે માર્પલીમાં સારું ઘર બનાવવા અને સારું જીવન આપવાનું વચન આપ્યું હતું. તેણે ઘણા સપના દેખાડ્યા હતા, પરંતુ તેણે વચન તોડ્યું અને કાયમ માટે ચાલ્યો ગયો.
Published by:rakesh parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર