Home /News /national-international /ચૂંટણીમાં દાન મેળવવા સરળ રીત, કન્હૈયા કુમારે જમા કર્યા રૂ. 30 લાખ

ચૂંટણીમાં દાન મેળવવા સરળ રીત, કન્હૈયા કુમારે જમા કર્યા રૂ. 30 લાખ

કન્હૈયા કુમાર (ફાઇલ તસવીર)

26મી માર્ચના રોજ કન્હૈયા કુમારે સોશિયલ મીડિયા પર લોકોને અપીલ કરી હતી કે બેગૂસરાય બેઠક પર લોકસભાની ચૂંટણી લડવા માટે પૈસાની જરૂર છે. 28મી માર્ચ સુધી કન્હૈયા કુમારને આશરે રૂ. 30 લાખ મળી ચુક્યા છે.

ન્યૂઝ18 ગુજરાતી : વિધાનસભા હોય કે પછી લોકસભા, ચૂંટણી લડવા માટે અઢળક પૈસાની જરૂર પડે છે. હવે આ પૈસા જે તે પાર્ટી તેના ઉમેદવારને આપી શકે છે, અથવા ઉમેદવાર પોતાના ખિસ્સામાંથી આ રકમ વાપરી શકે છે. અહીં સવાલ એ ઉભો થાય છે કે જેની પાસે પૈસા નથી એ ઉમેદવાર ચૂંટણી લડવા માંગે છે તો પૈસા ક્યાંથી આવશે? ચૂંટણી માટે ફંડ એકઠું કરવા છેલ્લા થોડા દિવસોથી ક્રાઉડફન્ડિંગનો વિકલ્પ ખૂબ પ્રચલિત થયો છે. બિહારના બેગૂસરાયથી સીપીઆઈનો ઉમેદવાર કન્હૈયા કુમાર પણ ક્રાઉડફન્ડિંગથી ફંડ એકઠું કરીને ચૂંટણી લડી રહ્યો છે. કન્હૈયા કુમારે ક્રાઉડફન્ડિંગના માધ્યમથી ફક્ત ત્રણ દિવસમાં 30 લાખ એકઠા કરી લીધા છે. 26મી માર્ચના રોજ કન્હૈયા કુમારે સોશિયલ મીડિયા પર લોકોને અપીલ કરી હતી કે બેગૂસરાય બેઠક પર લોકસભાની ચૂંટણી લડવા માટે પૈસાની જરૂર છે. 28મી માર્ચ સુધી કન્હૈયા કુમારને આશરે રૂ. 30 લાખ મળી ચુક્યા છે.

શું છે ક્રાઉડફન્ડિંગ?

શિક્ષણ, સ્વાસ્થ્ય, ધાર્મિક કે રાજકીય કામો માટે લોકો પાસેથી પૈસા ઉઘરાવવાની રીતને ક્રાઉડફન્ડિંગ કહે છે. આ માટે ઓનલાઇન પ્લેટફોર્મ અથવા સોશિયલ મીડિયાનો રસ્તો અપનાવવામાં આવે છે. ફંડ ઉઘરાવવા માંગતો વ્યક્તિ લોકોને અપીલ કરે છે કે તેને શા માટે પૈસાની જરૂર છે. વાજબી કારણ હોવાથી લોકો પૈસા આપે છે. ક્રાઉડફન્ડિંગમાં લોકોને બતાવવામાં આવે છે કે તેઓ કઈ કઈ રીતે જે તે વ્યક્તિને મદદ કરી શકે છે. જોકે, ક્રાઉડફન્ડિંગના પોતાના અમુક નિયમો પણ છે. સિક્યુરિટી એન્ડ એક્સેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા આ અંગે એડ્વાઇઝરી બહાર પાડે છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા પણ ક્રાઉટફન્ડિંગ પર નજર રાખે છે.

આ વેબસાઇટના માધ્યમથી પૈસા એકઠા કરી રહ્યો છે કન્હૈયા

ક્રાઉડફન્ડિંગ માટે કન્હૈયા કુમારે ourdemocracy.in નામની વેબસાઇટની મદદ લીધી છે. જોકે, વેબસાઇટ હાલમાં બંધ કરી દેવામાં આવી છે. કન્હૈયા કુમારે આરોપ લગાવ્યો છે કે તેની વેબસાઇટ પર ષડયંત્રના ભાગરૂપે સાઇબર હુમલો કરવામાં આવ્યો છે. કન્હૈયા કુમારે ટ્વિટ કરીને લોકને જાણકારી આપી કે વેબસાઇટને બહુ ઝડપથી ફરીથી શરૂ કરવામાં આવશે.

દેશમાં ક્રાઉડફન્ડિંગનો સૌપ્રથમ સફળ પ્રયોગ દિલ્હીની આમ આદમી પાર્ટીએ કર્યો હતો. આપે વર્ષ 2013માં દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ક્રાઉડફન્ડિંગનો ભરપૂર ઉપયોગ કર્યો હતો. આમ આદમી પાર્ટી સતત ક્રાઉડફન્ડિંગ માટે ડ્રાઇવ ચલાવતી રહે છે. જેમાં રૂ. 100થી લઈને મહત્તમ રકમ આપી શકાય છે.

દાનની ઓનલાઇન ઉઘરાણી

ઇન્ટરનેટના યુગમાં આજકાલ દાન ઓનલાઈન ઉઘરાવવામાં આવે છે. BJPથી લઈને તમામ બીજી પાર્ટીએ દાન માટે પોતાના વેબસાઇટ અને એપ પર 'ડોનેટ'નો વિકલ્પ મૂક્યો છે. હાલ રાજકીય દાન મેળવવામાં બીજેપી સૌથી આગળ છે.
First published:

Tags: Election 2019, Lok sabha election 2019, કન્હૈયા કુમાર

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો