Home /News /national-international /પાકિસ્તાનમાં કટોકટી : પૂરથી અડધો દેશ ડૂબી ગયો, 3 કરોડથી વધુ લોકો પ્રભાવિત, 1000ના મોત

પાકિસ્તાનમાં કટોકટી : પૂરથી અડધો દેશ ડૂબી ગયો, 3 કરોડથી વધુ લોકો પ્રભાવિત, 1000ના મોત

પાકિસ્તાન પૂર

Pakistan Flood : બલૂચિસ્તાન અને સિંધ પ્રાંતમાં સ્થિતિ સૌથી ખરાબ છે. નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી અનુસાર, પાકિસ્તાનમાં 14 જૂન પછી સિંધ પ્રાંતમાં સૌથી વધુ મોત થયા છે. દેશનો લગભગ 70 ટકા વિસ્તાર પૂરની ઝપેટમાં છે.

ઈસ્લામાબાદ : પૂર (Flood) ના કારણે પાકિસ્તાન (Pakistan) માં હાહાકાર મચી ગયો છે. સ્વાત અને સિંધુ નદીઓના જર્જરિત સ્વરૂપને કારણે લગભગ અડધો દેશ ડૂબી ગયો છે. આ પૂરથી 3 કરોડથી વધુ લોકો પ્રભાવિત થયા છે અને 1000થી વધુ લોકોના મોત થયા છે. આ બગડતી પરિસ્થિતિને જોતા સરકારે રાષ્ટ્રીય કટોકટી જાહેર કરી છે. વડા પ્રધાન શાહબાઝ શરીફે (shahbaz sharif) શુક્રવારે ઇસ્લામાબાદ સ્થિત રાજદૂતો, ઉચ્ચાયુક્તો અને અન્ય પસંદગીના રાજદ્વારીઓ સાથે બેઠક યોજી હતી અને તેમને દેશમાં પૂરની ભયંકર પરિસ્થિતિ વિશે માહિતી આપી હતી.

પાકિસ્તાની અખબાર 'ડોન'માં છપાયેલા અહેવાલ મુજબ બલૂચિસ્તાન અને સિંધ પ્રાંતમાં સ્થિતિ સૌથી ખરાબ છે. નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી અનુસાર, પાકિસ્તાનમાં 14 જૂન પછી સિંધ પ્રાંતમાં સૌથી વધુ મોત થયા છે. દેશનો લગભગ 70 ટકા વિસ્તાર પૂરની ઝપેટમાં છે. કરાચીથી પંજાબ, બલુચિસ્તાન સુધીની સ્થિતિ હજુ પણ ચિંતાજનક છે. પર્યાવરણ મંત્રી શેરી રહેમાનના જણાવ્યા અનુસાર આ વર્ષે દેશમાં આઠ વખત ચોમાસાનો રાઉન્ડ આવ્યો છે, જ્યારે દર વર્ષે સરેરાશ માત્ર ત્રણ વખત આવે છે. અહીં ભારે વરસાદની ચેતવણી પણ આપવામાં આવી છે. દેશના ઘણા ભાગોમાં બસો અને ટ્રેનોને સ્થગિત કરી દેવામાં આવી છે.

આ પણ વાંચોવાહ રે મતલબી દુનિયા! બહેને જ પ્રેમી સાથે મળી સગા ભાઈની હત્યા કરાવી દીધી, પોલીસે જણાવ્યું કારણ

સેના રાહત અને બચાવ કાર્યમાં લાગેલી છે

ગૃહમંત્રી સના ઉલ્લાએ કહ્યું છે કે, પૂરની સ્થિતિમાં જાન-માલની સુરક્ષા માટે સેનાને તૈનાત કરવામાં આવી છે. દેશમાં ઈમરજન્સી છે અને સુરક્ષા દળો રાહત અને બચાવ કાર્યમાં લાગેલા છે. એક દાયકા પછી પૂરની આવી પાયમાલી જોવા મળી રહી છે. દેશમાં 7 લાખ મકાનો સંપૂર્ણ અથવા આંશિક રીતે ક્ષતિગ્રસ્ત છે, તો લગભગ 57 લાખ લોકો બેઘર થઈ ગયા છે.
First published:

Tags: Flood, Floods, Pakistan news, પાકિસ્તાન, પાકિસ્તાન સમાચાર, પૂર

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો