Home /News /national-international /EXCLUSIVE: મંત્રીઓ-ધારાસભ્યોની જાસૂસી કરાવી રહી છે કમલનાથ સરકાર!

EXCLUSIVE: મંત્રીઓ-ધારાસભ્યોની જાસૂસી કરાવી રહી છે કમલનાથ સરકાર!

મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી કમલનાથ (ફાઇલ તસવીર)

પોતાના જ મંત્રીઓ અને ધારાસભ્યોની જાસૂસી કરાવવા માટે કેમ મજબૂર થઈ કમલનાથ સરકાર?

    (મનોજ રાઠોડ)

    મધ્ય પ્રદેશની કમલનાથ સરકાર ભલે કોઈ પણ સમયે અને ક્યાંય પણ બહુમત સાબિત કરવાનો દાવો કરી રહી છે, પરંતુ સરારને હોર્સ ટ્રેડિંગ (ધારાસભ્યોનું ખરીદ-વેચાણ)નો ડર ચોક્કસ લાગી રહ્યો છે. હવે મંત્રી હોય કે પછી ધારાસભ્ય, તમામ પર નજર રાખવામાં આવી રહી છે. તેમની દરેક ગતિવિધિ પર નજર રાખવાની સાથે જ પળેપળનું ઇનપુટ લેવામાં આવી રહ્યું છે. સૂત્રોનું માનીએ તો કમલનાથ સરકારે પોતાના માનનીયોની જાસૂસી માટે ઇન્ટેલિજન્સનો સહારો લીધો છે.

    ડરી રહી છે કમલનાથ સરકાર

    આ ડર છે સરકાર પડવાનો. આ ડર છે હોર્સ ટ્રેડિંગનો જેના કારણે તકેદારી તરીકે કમલનાથ સરકાર માનનીય નેતાઓ પર નજર રાખી રહી છે. લોકસભા ચૂંટણી પરિણામ બાદ ભાજપ કમલનાથ સરકાર પર હુમલાઓ કરી રહી છે. ભાજપના દિગ્ગજ નેતાઓ તરફથી વારંવાર સરકાર પાડવાનો સંકેત આપવામાં આવી રહ્યા હતા. કોંગ્રેસે તેની પર વળતો હુમલો પણ કર્યો, પરંતુ કમલનાથ નાથ સરકારમાં ડરનો માહોલ છે.

    સૂત્રોએ જણાવ્યું કે, સરકાર પોતાના નબળા ધારાસભ્યો પર નજર રાખી રહી છે. તેમનું મોનિટરિંગ પણ કરવામાં આવી રહ્યું છે. પળેપળના ઇનપુટ પણ લેવામાં આવી રહ્યા છે. તેઓ કોને મળી રહ્યા છે, ક્યાં જઈ રહ્યા છે, કોના સંપર્કમા રહે છે, કોની સાથે લાંબી અને વારંવાર વાતચીત થઈ રહી છે, આ તમામ બાબતોની જાણકારી મેળવવામાં આવી રહી છે. ત્યાં સુધી કે ધારાસભ્યોના મૂવમેન્ટ અને તે કોના સંપર્કમાં રહે છે, આ તમામની જાણકારી મેળવવામાં આવી રહી છે.

    ઇન્ટેલિજન્સનો સહારો

    આ કામ માટે મધ્ય પ્રદેશની કમલનાથ સરકારે ચોંકાવનારું પગલું ભર્યું છે. સૂત્રોનું માનીએ તો આ તમામ બાબતો માટે ઇન્ટેલિજન્સનો સહારો લેવામાં આવી રહ્યો છે. મંત્રી હોય કે પછી ધારાસભ્ય, તમામ પર સરકાર નજર રાખી રહી છે. કમલનાથ સરકારના મંત્રી જીતૂ પટવારીએ કહ્યું કે 121 ધારાસભ્ય કમલનાથજીની સાથે છે.

    આ પણ વાંચો, 'જય શ્રીરામ' બાદ હવે મમતાને Get Well Soonના કાર્ડ મોકલશે ભાજપ

    ભાજપનું કહેવું છે કે કોંગ્રેસ કેમ્પ વહેંચાઈ ગયો છે અને તેમના ધારાસભ્ય જાતે જ વેચાવા તૈયાર છે.

    એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે કમલનાથ સરકાર વધુ દિવસો સુધી નહીં ચાલે. કમલનાથ સરકારને પૂરો વિશ્વાસ છે કે આગામી પાંચ વર્ષ સુધી તેમની સાથે 121 ધારાસભ્ય રહેશે, પરંતુ ભાજપ તરફથી આવી રહેલા નિવેદનોએ ચોક્કસ સરકારનું ટેન્શન વધારી દીધું છે.
    Published by:Mrunal Bhojak
    First published:

    Tags: Crisis, Kamal Nath, Madhya pradesh, Spy, કોંગ્રેસ, ભાજપ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन