સાત વર્ષ સુધી 182 મહિલાઓ સાથે દોસ્તી કરી બાંધ્યા શારીરિક સંબંધ અને પછી...

સાત વર્ષ સુધી 182 મહિલાઓ સાથે દોસ્તી કરી બાંધ્યા શારીરિક સંબંધ અને પછી...
પ્રતિકાત્મક તસવીર

પહેલા તેઓ મહિલા સાથે દોસ્તી કરે છે અને પછી તેની સાથે શારીરિક સંબંધ બાંધતા હતા. ત્યારબાદ તેમની અંગતપળોનો વીડિયો બનાવીને કમ્પ્યૂટરમાં રાખતા હતા.

 • Share this:
  કોલકાત્તાઃ કોલકાત્તા પોલીસે (Kolkata Police) બ્લેકમેઈલ કરવાના આરોપ સાથે પ્રતિષ્ઠીત વેપારી પરિવારના બે સહિત ત્રણ લોકોની ધરપકડ કરી છે. તેમની પાસેથી 182 મહિલાઓના અંગતપળોની વીડિયો ક્લિપ (video clips) મળી હતી. એક પોલીસ અધિકારીએ ગુરુવારે કહ્યું હતું કે, વેપારી પરિવારના બે વ્યક્તિએ કથીત રીતે સાત વર્ષ સુધી મહિલાઓની વીડિયો ટેપ બનાવી હતી.

  ભારતીય પોલીસ સેવાના અધિકારીએ કહ્યું હતું કે, ધરપકડ કરવામાં આવેલા ત્રીજા વ્યક્તિ બે પૈકી એક માટે કામ કરતો હતો. તે સંભવિત પીડિતાને ફોન કરીને તેનો વીડિયો ઈન્ટરનેટ ઉપર અપલોડ કરવાની ધમકી આપીને બ્લેકમેઈલ કરી પૈસાની માંગણી કરતો હતો.  અધિકારીના જણાવ્યા પ્રમાણે આરોપી અનીશ લોહારુકા એવા પરિવાર સાથે સંબંધ ધરાવે છે જેમને અનેક હોટલો છે જ્યારે આદિત્ય અગ્રવાલના પરિવારના પાસે વસ્ત્રોના મોટા વેપારી છે. આ બંને વર્ષ 2013માં વીડિયો ટેપ બનાવવાનું શરું કર્યું હતું.

  અધિકારીએ જણાવ્યું હતું કે, પહેલા તેઓ મહિલા સાથે દોસ્તી કરે છે અને પછી તેની સાથે શારીરિક સંબંધ બાંધતા હતા. ત્યારબાદ તેમની અંગતપળોનો વીડિયો બનાવીને કમ્પ્યૂટરમાં રાખતા હતા. થોડા સમય પછી તેઓ તે મહિલા સાથે સંબંધ તોડી નાંખતા હતા . તેમનો મુખ્ય હેતું મહિલાઓ પાસેથી પૈસા પડાવવાનો હતો.

  પોલીસના જણાવ્યા પ્રમાણે ગત વર્ષ નવેમ્બર મહિનામાં એક મહિલા દ્વારા કોલકાત્તા પોલીસની સાઈબર ક્રાઈમ શાખામાં (cyber crime) ફરિયાદ નોંધાવી હતી. તપાસ દરમિયાન 10 જાન્યુઆરીએ કૈલાશ યાદવ નામનો એક યુવક પકડાયો હતો. તેના ઉપર ફરિયાદીએ કોલ કરીને બ્લેકમેઈલ કરવાનો આરોપ લગાવ્યો હતો.

  પૂછપરછ દરમિયાન યાદવે લોહારુકા અને અગ્રવાલનું નામ જણાવ્યું હતું. લોહારુકા અને અગ્રવાલ ઈચ્છતા ન્હોતા કે તેમનું માન સામે આવે એટલા માટે તેને દ્વારા ફોન કરીને બ્લેકમેઈલ કરવાનું કામ કરાવતા હતા. પોલીસે તેમની પાસેથી 182 મહિલાઓના અંગતપળના વીડિયો ક્લિપ મેળવી છે.
  First published:January 30, 2020, 22:20 pm

  टॉप स्टोरीज