બીજી મહિલા સાથે વાત કરતો હતો પતિ, પત્નીએ પોતાના ઉપર કેરોસીન છાંટ્યું તો પતિએ જીવતી સળગાવી

બીજી મહિલા સાથે વાત કરતો હતો પતિ, પત્નીએ પોતાના ઉપર કેરોસીન છાંટ્યું તો પતિએ જીવતી સળગાવી
પ્રતિકાત્મક તસવીર

આરોપી બીજી મહિલા સાથે ફોન ઉપર વાત કરતો હતો. જે પત્નીને ગમતું ન હોવાથી તેણે પતિનો વિરોધ કર્યો હતો. આમ બંને વચ્ચે ઝઘડો થયો હતો. ઝઘડો એટલો હિંસક બની ગયો કે પતિ પત્નીને જીવતી સળગાવી હતી.

 • Share this:
  મંદસૌરઃ મધ્ય પ્રદેશના ભાનપુરા વિસ્તારના થગી ગામમાં ચાર મહિના પહેલા દાઝવાના કારણે મહિલાનું મોત નીપજ્યું હતું. આ અંગે પોલીસે પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધી છે. આરોપી બીજી મહિલા સાથે ફોન ઉપર વાત કરતો હતો. જે પત્નીને ગમતું ન હોવાથી તેણે પતિનો વિરોધ કર્યો હતો. આમ બંને વચ્ચે ઝઘડો થયો હતો. ઝઘડો એટલો હિંસક બની ગયો કે પતિ પત્નીને જીવતી સળગાવી હતી.

  ભાનપુરા પોલીસ સ્ટેશનના પ્રભારી ઓમપ્રકાર તંતવારના જણાવ્યા પ્રમાણે 18 નવેમ્બર 2019ની છે. થગી ગામ નિવાસી અંગુરીબાઈને 30 વર્ષીય પતિ લાલચંદ્ર મીણાએ જીવતી સળગાવી હતી. જેનું જયપુરમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.  પોલીસે આ અંગે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, તેનો પતિ લાલચંદ ગાંધીસાગર વિસ્તારની એક મહિલા સાથે ફોન ઉપર વાત કરતો હતો. આ વાતથી અંગુરીબાઈ પત્ની નારાજ હતી. અંગૂરીએ પતિનો વિરોધ કર્યો હતો. ત્યારબાદ બંને વચ્ચે ઝઘડો થયો હતો. ગુસ્સે ભરાયેલી પત્નીએ પોતના ઉપર કેરોસીન છાંટ્યું હતું. જોકે પતિએ તેને બચાવવાના બદલે સળગાવી હતી.

  ઘટનાના કારણે અંગૂરી ગંભીર રીતે દાઝી ગઈ હતી. જેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. ત્યારબાદ તેને જયપુર હોસ્પિટલ રિફર કરવામાં આવી હતી. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. પોલીસે આ અંગે આરોપી પતિએ 304 અંતર્ગત ફરિયાદ નોંધી છે.
  First published:March 21, 2020, 23:04 pm