કોરિયા, છત્તીસગઢ : છત્તીસગઢના (Chhattisgarh) કોરિયા જિલ્લામાં પોલીસ (Police)ઓફિસરની હત્યાનો (Murder)કેસ ઉકેલી દેવામાં આવ્યો છે. ઓફિસની મહિલા સ્ટાફના ઘરે આવન જાવન કરવી હોમગાર્ડના સબ ઇન્સપેક્ટરને મોંઘી પડી છે. પોલીસ ઓફિસરની હરકતોથી પરિવારજનોએ પૂરા પ્લાન સાથે પહેલા હત્યા કરી હતી. પછી લાશને પત્થર સાથે બાંધીને તળાવમાં ફેંકી દીધી હતી. હત્યાના આ મામલે પોલીસે ચાર લોકોની ધરપકડ કરી છે.
હોમાગાર્ડ કાર્યાલયમાં પદસ્થ ઉપ નિરીક્ષક દીપેન્દ્ર સિંહ મિશન કોલોની વૈકુણ્ઠપુર જિલ્લા કોરિયાના રહેવાસી હતા. 25 ઓક્ટોબરથી તે કાર્યાલયમાં ડ્યૂટી પર જતા ન હતા. 27 ઓક્ટોબરે પ્રાર્થી શૈલેન્દ્ર સિંહે પોલીસ સ્ટેશનમાં તેના મોટા ભાઈ દીપેન્દ્ર સિંહના ગુમ થવાનો રિપોર્ટ નોંધાવ્યો હતો. દીપેન્દ્ર સિંહ 25 ઓક્ટોબરની સાંજે 7.30 કલાકે ભઠ્ઠી પારામાં હતા. તે સમયે અંતિમ વખત વાત થઇ હતી. તે પછી તેમની કોઇ ભાળ મળી ન હતી.
ફરિયાદ મળતા જ પોલીસ હરકતમાં આવી હતી. મામલાની ગંભીરતા જોતા કોરિયા પોલીસ અધિક્ષક સંતોષ કુમાર સિંહે તપાસ કરવા માટે એક ટીમ બનાવી હતી. પોલીસની તપાસમાં મૃતકનું મોબાઇલ લોકેશન ગ્રામ સોસનું મળ્યું હતું. બીજી તરફ હોમગાર્ડ કાર્યાલયમાં પદસ્થ મહિલા હોમગાર્ડે પોતાના કમાન્ડેડને જણાવ્યું કે 25 ઓક્ટોબરે તેના ઘરે મૃતક દીપેન્દ્ર સિંહ કોઇ કામ અર્થે તેને મળવા આવ્યો હતો. તે દિવસે તેના ઘરે સંબંધીઓ પણ હાજર હતા. આ સૂચના પર વૈકુણ્ઠપુર સ્ટેશનમાં સંદિગ્ધોને તલબ કરીને કડકાઇથી પૂછપરછ કરવામાં આવી હતી. ત્યારે તેમણે જણાવ્યું કે દીપેન્દ્ર સિંહ હંમેશા ઘર પર આવતો જતો હતો જેનાથી તે નારાજ હતા.
પોલીસનું કહેવું છે કે ચારેય આરોપીએ દીપેન્દ્રની હત્યાનો પ્લાન બનાવ્યો હતો. જ્યારે દીપેન્દ્ર ઘરથી બહાર નીકળ્યો તો ચારેય આરોપી વિકાસ કુમાર, મથ્રુરામ, સંદીપ મિંજ સાકિન સોંસ, બિહીડાંડે તેની સાથે મારપીટ કરી હતી. માથા પર વાગવાથી દીપેન્દ્ર સિંહનું મોત થયું હતું. હત્યાના આરોપીએ લાશને સંતાડવા માટે દોરડાથી લાશને બાંધીને તળાવમાં ફેંકી દીધી હતી. ઇન્સપેક્ટરનો ફોન પણ ત્યાં ફેંકી દીધો હતો. પોલીસે મૃતકની લાશ હથનીદાહ ગેજ નદીમાંથી મળી આવી હતી.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર