Crime: ઘર જમાઈએ સાસુની નિર્દયતાથી કરી હત્યા, લોખંડના સળિયાના અનેક ફટકા માર્યા

બિલાસપુર હત્યા

આરોપી જમાઈ મોટાભાગે દારૂના નશામાં ધૂત રહેતો હતો. તેણે લોખંડના સળિયાથી સીતા દેવીને માર માર્યો હતો

  • Share this:
    બિલાસપુર : હિમાચલ (Himachal)ના બિલાસપુર જિલ્લાની માકડી માર્કંડ પંચાયતમાં એક જમાઈએ તેની સાસુને નિર્દયતાથી ઘા કરી હત્યા (Murder) કરી હતી. ખરાબ રીતે ઘાયલ થયેલ સાસુને ભારે મુશ્કેલીથી જમાઈના કબજામાંથી છોડાવી. ત્યારબાદ ઈજાગ્રસ્ત હાલતમાં મહિલાને માર્કંદ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. ત્યાંથી તેને બિલાસપુર હોસ્પિટલ અને બાદમાં આઈજીએમસી શિમલા રિફર કરાઈ. પરંતુ તેણે રસ્તામાં જ દમ તોડી દીધો.

    પોલીસે મૃતકની લાશને પોતાના કબજામાં લીધી છે. માહિતી મળતાની સાથે જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. હાલ આ મામલાની તપાસ ચાલી રહી છે. ગુનો કર્યા બાદ આરોપી જમાઈ ભાગી ગયો હતો. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, માકડી માર્કંડ પંચાયતના થોડુ ગામમાં રહેતી સીતા દેવીને 6 છોકરીઓ છે. તેમાંથી એકના લગ્ન બાલહ ભુલાણા પંચાયતના રહીશ સુરેશ કુમાર સાથે થયા હતા. તે ઘરજમાઈ તરીકે સાસરીમાં જ રહેતો હતો.

    આ પણ વાંચોછોટે મુરારી બાપુ સામે ગંભીર આક્ષેપો, પત્નીએ ખોલી કથાકારની પોલ? લગાવ્યા ગંભીર આરોપો

    નશામાં ધૂત રહેતો હતો જમાઈ

    આરોપી જમાઈ મોટાભાગે દારૂના નશામાં ધૂત રહેતો હતો. તેણે લોખંડના સળિયાથી સીતા દેવીને માર માર્યો હતો. પોલીસ આ મામલે ઊંડાણ સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે. આ સંદર્ભમાં, સદર બિલાસપુરના ડીએસપી રાજકુમારે પુષ્ટિ કરી છે કે, તેઓ પોતે પણ સ્થળ પર ગયા હતા. કેસ નોંધ્યા બાદ પોલીસે મૃતકનો મૃતદેહ કબજે કરી પોસ્ટમોર્ટમ માટે પ્રાદેશિક હોસ્પિટલમાં મોકલી આપ્યો છે.

    આ પણ વાંચોBIG લૂંટ: મણપ્પુરમ ગોલ્ડ લોનની બ્રાંચમાં 18 કિલો Gold સહિત 9 કરોડની લૂંટ, પોલીસ વિભાગમાં ખળભળાટ

    ડીએસપીએ કહી આ વાત

    તેમણે જણાવ્યું હતું કે, આરોપી વિરુદ્ધ હાલમાં કલમ 307 હેઠળ પ્રોવિઝનલ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસ દ્વારા પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ સેક્શનમાં ફેરફાર કરવામાં આવશે. તેમણે એમ પણ માહિતી આપી હતી કે, પોસ્ટ મોર્ટમ બાદ મૃતકનો મૃતદેહ સંબંધીઓને સોંપવામાં આવશે. તેમણે કહ્યું કે, ટૂંક સમયમાં આરોપીની ધરપકડ કરવામાં આવશે.
    Published by:kiran mehta
    First published: