Home /News /national-international /

મિત્રની પત્ની સાથે બનાવ્યા સંબંધ, મિત્રને અશ્લિલ વીડિયો બતાવી બ્લેકમેઇલ કરતો, કરી નાખી હત્યા

મિત્રની પત્ની સાથે બનાવ્યા સંબંધ, મિત્રને અશ્લિલ વીડિયો બતાવી બ્લેકમેઇલ કરતો, કરી નાખી હત્યા

મિત્રની પત્ની સાથે બનાવ્યા સંબંધ, મિત્રને અશ્લિલ વીડિયો બતાવી બ્લેકમેઇલ કરતો, કરી નાખી હત્યા

પાર્ટીના નામ પર નીરજને આમંત્રિત કર્યો અને ઘણો દારૂ પીવડાવ્યો હતો. પછી નશામાં જ નીરજના માથામાં હથોડા મારી હત્યા કરી

    આગ્રા : આગ્રા શહેરમાં એક ચોંકાવનારી ઘટના બની છે. આગ્રામાં એક યુવકે પહેલા પોતાની મિત્રની પત્ની સાથે અવૈધ સંબંધ બનાવ્યા અને પછી તેની સાથે અશ્લિલ વીડિયો પણ બનાવ્યો હતો. આ પછી પોતાના મિત્રને બ્લેકમેઇલ કરવા લાગ્યો હતો. આ વાતથી પરેશાન બનીને પતિએ તેના મિત્રની હત્યા કરી નાખી છે.

    જાણકારી પ્રમાણે નીરજ નામનો આપીએફ કમાડેન્ટના ડ્રાઇવરના ગુમ થવાનો મામલો 25 જૂને નોંધાયો હતો. આ પછી પોલીસે તેની શોધ શરૂ કરી હતી. આ દરમિયાન પોલીસને જાણ થઇ કે તેની હત્યા થઇ ગઈ છે અને લાશને જમીનમાં દાટી દીધી છે.

    આ પણ વાંચો - VIDEO: રસ્તા પર મહિલાએ આપ્યો ભ્રૂણને જન્મ, પછી ગટરમાં ફેકી દીધું, CCTVમાં કેદ થઇ આખી ઘટના

    ઘણો દારૂ પીવડાવ્યા પછી હથોડા મારી કરી હત્યા

    પોલીસે જણાવ્યું કે નીરજના અવૈધ સંબંધ તેના જ મિત્ર વિનોદની પત્ની સાથે હતા. નીરજે મિત્રની પત્ની સાથે અશ્લિલ વીડિયો પણ બનાવ્યો હતો. આ વીડિયો વિનોદને બતાવી બ્લેકમેઇલ કરતો હતો અને ધમકી આપતો હતો. આ વાતથી પરેશાન બનીને નીરજની હત્યા કરવાનું ષડયંત્ર રચ્યું હતું. તેણે પાર્ટીના નામ પર નીરજને આમંત્રિત કર્યો અને ઘણો દારૂ પીવડાવ્યો હતો. પછી નશામાં જ નીરજના માથામાં હથોડા મારી હત્યા કરી હતી.

    પહેલાથી જ કરી હતી તૈયારી

    વિનોજે નીરજની હત્યાની તૈયારી પહેલાથી જ કરી હતી. નીરજ પાર્ટીમાં આવે તે પહેલા વિનોદે એક મોટો ખાડો ખોદી રાખ્યો હતો. સાથે મીઠાની બોરી પણ લાવ્યો હતો. નીરજની હત્યા કર્યા પછી નીરજની લાશને ખાડામાં દાટી મીઠું નાખી દીધું હતું. જેથી લાશ જલ્દી ગળી જાય. હત્યા પછી હથોડો અને પાવડો તળાવમાં ફેંકી દીધા હતા. કેસનો ખુલાસો થતા પોલીસે આરોપી વિનોદની ધરપકડ કરી છે.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Crime news, Latest crime news, ગુનો, સમાચાર

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन