7 દિવસ પહેલા લગ્ન થયા, પતિ સાથે ના બનાવ્યો સંબંધ અને પછી....

આર્ય સમાજ મંદિરમાં લગ્ન થયા હતા

crime news- પત્નીએ તબિયત ખરાબ હોવાનું કારણ બતાવી સંબંધ બાંધવાની ના પાડી હતી

 • Share this:
  જેસલમેર : રાજસ્થાનના (Rajasthan News) પોખરણમાં (Pokhran)એક લૂટેરી દૂલ્હનનો (looteri dulhan)કેસ સામે આવ્યો છે. પોખરણના ભણિયાણા વિસ્તારમાં એક યુવકે બાડમેરની (Barmer)એક યુવતી સાથે લગ્ન કર્યા હતા. યુવકે સાત દિવસ પહેલા આર્ય મંદિરમાં યુવતી સાથે લગ્ન કર્યા હતા. લગ્ન પછી યુવતીએ પતિ સાથે શારીરિક સંબંધ બનાવવાથી ઇન્કાર કર્યો હતો. પછી એક દિવસ યુવતીએ સારવાર માટે હોસ્પિટલ જવાની વાત કરી હતી. જ્યાંથી તક જોઈને પૈસા અને ઘરેણા લઇને ફરાર થઇ ગઈ છે. લગ્ન કરાવનાર દલાલ પણ ફરાર થઇ ગયો છે.

  યુવક જ્યારે ઘરે પહોંચ્યો તો તેને જોયું કે પત્ની ગાયબ હતી અને ઘરમાંથી પૈસા-ઘરેણા પણ ગાયબ હતા. યુવકે પોતાની પત્નીને ફોન કર્યો તો નંબર બંધ હતો. તેને શંકા જઈ હતી. આ પછી યુવક પોલીસને ફરિયાદ કરી હતી. હાલ પોલીસે કેસ નોંધી ફરાર દૂલ્હન અને લગ્ન કરાવનાર દલાલની શોધ કરી રહી છે.

  આ પણ વાંચો - યુવકે યુવતી પર બળાત્કાર કરી વીડિયો બનાવ્યો, બ્લેકમેઇલ કરી યુવતીની નાની બહેન ઉપર પણ કર્યો બળાત્કાર

  ભમિયાણા પોલીસ સ્ટેશનમાં પીડિત બાબૂ રામે જણાવ્યું કે તેના ઓળખીતા કાનાસર ગામના જગમાલ સિંહે તેને લગ્ન કરાવવા માટે રાજી કર્યા હતા. તેણે જણાવ્યું હતું કે બાડમેરની એક યુવતી સાથે લગ્ન કરાવી દેશે. તેણે શાંતિ સાથે તેનો પરિયય કરાવ્યો હતો અને લગ્ન માટે 6 લાખ રૂપિયા લીધા હતા.

  લગ્ન જોધપુર સ્થિત આર્ય સમાજ મંદિરમાં એક વકીલ દ્વારા કર્યા હતા. લગ્ન પછી યુવતીના પરિવારજનોનો ડર બતાવી એસપી પાસે સુરક્ષાની માંગણી પણ કરાવી હતી. મેં શાંતિને લગ્ન પછી સોના અને ચાંદીના ઘરેણા પણ આપ્યા હતા. જોકે તેણે તબિયત ખરાબ હોવાનું કારણ બતાવી સંબંધ બાંધવાની ના પાડી હતી.

  આ પણ વાંચો - ‘આ વખતે કરવા ચોથ પતિ સાથે નહીં મનાવું’, પત્નીએ પ્રેમી સાથે મળી કરી નાખી હત્યા, આખી રાત ઊંઘી લાશની બાજુમાં

  પીડિતના મતે 26 ઓક્ટોબરે લગ્ન કરાવનાર જગમાલ સિંહ તેને પત્ની શાંતિને મેડિકલ ચેકઅપનું કહીને લઇ ગયો હતો. પછી ઘરે તપાસ કરી તો ઘરેણા પણ ગાયબ હતા. જગમાલ સિંહ અને શાંતિ બંનેનો ફોન બંધ હતો. ત્યારે શંકા ગઈ તો મેં પોલીસ સ્ટેશનમાં તેમની સામે કેસ નોંધાવ્યો છે.
  Published by:Ashish Goyal
  First published: