જબલપુર : મધ્યપ્રદેશના જબલપુર જિલ્લામાંથી આઘાત જનક સમાચાર સામે આવ્યા છે. અહીં ગેરકાયદેસર સંબંધોથી નારાજ યુવકે શુક્રવારે રાત્રે પિતા અને પત્નીનું માથુ ધડથી અલગ કરી દઈ હત્યા કરી હતી. આ દરમિયાન તેના બંને બાળકો પણ સ્થળ પર હાજર હતા. આ ઘટના જિલ્લાથી 65 કિમી દૂર બેલખેડા પોલીસ સ્ટેશન વિસ્તારના ગોકલાહર ગામની છે. પોલીસે યુવકની ધરપકડ કરી હતી.
મળતી માહિતી મુજબ ગોકલાહરના રહેવાસી અર્જુનસિંહે બેલખેડા પોલીસ મથકે ડબલ મર્ડરની જાણકારી આપી હતી. તેણે ટીઆઈ સુજિત શ્રીવાસ્તવને જણાવ્યું હતું કે, તેના ભત્રીજા સંતોષ લોધી (35) એ તેના પિતા અને પત્નીની કુહાડીથી હત્યા કરી દીધી છે.
માહિતી મળતાની સાથે જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે જોયું કે, સંતોષ કાકાના ઘરના દરવાજે કુહાડી લઈને બેઠો હતો. પોલીસે તેની ધરપકડ કરી હતી. આ પછી, જ્યારે પોલીસ તપાસ માટે ઘરની અંદર ગઈ ત્યારે તેઓએ જોયું કે, 65 વર્ષીય અમન સિંહ લોધી અને 32 વર્ષિય કવિતા લોધીની લાશ લોહીથી લથબથ પડી હતી.
મળતી માહિતી મુજબ, સંતોષ અને મૃતક કવિતાના લગ્ન 15 વર્ષ પહેલા થયા હતા. પોલીસે બંને લાશને બહાર કાઢી પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપી છે. સંતોષે પોલીસને જણાવ્યું કે, પિતા અને પત્ની વચ્ચે ગેરકાયદેસર સંબંધ હતા. તેમને ઘણી વાર સમજાવ્યા, પણ તેનો કોઈ ફાયદો થયો નહીં. ત્રણ દિવસ પહેલા પણ જ્યારે તેઓ બંનેને વાંધાજનક હાલતમાં જોયા ત્યારે તેમને ચેતવણી આપવામાં આવી હતી. પરંતુ, શુક્રવારે રાત્રે બંનેએ હદ પાર કરી દીધી હતી. સંતોષે કહ્યું કે, જ્યારે તે ઘરમાં પ્રવેશ કર્યો ત્યારે તેણે પત્નીને પિતાના રૂમમાંથી નીકળતી જોઈ. તે પછી તે હોશ ખોઈ બેઠો. જ્યારે પિતા ઓરડામાં સૂવા ગયા હતા, ત્યારે તેણે વારંવાર ગળા પર કુહાડીના ઘા મારી પતાવી દીધા, ત્યારબાદ પત્ની પર પણ આ જ રીતે હુમલો કરી તેને પણ મોતને ઘાટ ઉતારી.
સંતોષને બે બાળકો છે. એક 14 વર્ષનો પુત્ર અને 12 વર્ષની પુત્રી. આરોપીએ તેની સામે આ હત્યા કરી હતી. આ દ્રશ્ય જોઇને બંને બાળકો ગભરાઈ ગયા હતા. ત્યારબાદ પડોશમાં રહેતા સંતોષ લોધીના કાકા અર્જુન લોધી બંને બાળકોને પોતાના ઘરે લઈ ગયા હતા. હત્યા બાદ સંતોષે જ કાકાને જાણ કરી હતી અને હત્યાનું કારણ જણાવ્યું હતું.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર