ફિલ્મી સ્ટોરી જેવો કિસ્સો: જે પત્નીની હત્યાના આરોપમાં જેલમાં બંધ હતો પતિ, તે પ્રેમી સાથે પકડાઈ!
ફિલ્મી સ્ટોરી જેવો કિસ્સો: જે પત્નીની હત્યાના આરોપમાં જેલમાં બંધ હતો પતિ, તે પ્રેમી સાથે પકડાઈ!
પંજાબના (Punjab)જલંધરમાં જીવિત મળી હોવાનું ખુલ્યું છે. આ મહિલા તેના પ્રેમી સાથે ત્યાં રહેતી હોવાનું માલુમ પડ્યું છે
crime news - આ કેસમાં લાશ મળી શકી ન હતી. આ દરમિયાન પોલીસે તપાસ કર્યા વગર જ ઝડપી કાર્યવાહી કરી હતી અને આરોપી પતિ દિનેશ રામની ધરપકડ કરી જેલમાં ધકેલી દીધો હતો
મોતિહારી, બિહાર : દેશમાં ફિલ્મી સ્ટોરીને પણ ટક્કર મારે તેવા બનાવ અવારનવાર સામે આવે છે. ત્યારે બિહાર (bihar)અને પંજાબને આવરી લેતો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. જેમાં જે પત્નીની હત્યાના (murder)આરોપમાં પતિ જેલની હવા ખાઈ રહ્યો તો તે પત્ની પંજાબના (Punjab)જલંધરમાં જીવિત મળી હોવાનું ખુલ્યું છે. આ મહિલા તેના પ્રેમી સાથે ત્યાં રહેતી હોવાનું માલુમ પડ્યું છે.
તેના પતિને હત્યાના ખોટા કેસમાં ફસાવવાની આ સ્ટોરી બિહારના પૂર્વ ચંપારણ જિલ્લાની છે. પૂર્વ ચંપારણના કેસરિયા પોલીસ સ્ટેશન વિસ્તારની આ ઘટના લોકોમાં ચર્ચાનો વિષય બની છે. જાણકારી અનુસાર, મોતીહારી મુફાસિલ પોલીસ સ્ટેશન હેઠળના લક્ષ્મીપુર ગામના રહેવાસી મહિલાના પિતા યોગેન્દ્ર રામે કેસરિયાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જેમાં આરોપ મૂકવામાં આવ્યો હતો કે, તેમની પુત્રી શાંતિ દેવીની દહેજ માટે હત્યા કરવામાં આવી છે.
નોંધાયેલી ફરિયાદમાં શાંતિ દેવીના પિતા યોગેન્દ્ર રામે જણાવ્યું છે કે, તેમણે 14 જૂન, 2016ના રોજ કેસરિયાના વોર્ડ નંબર ચારના રહેવાસી હરિફ કુમાર ઉર્ફે દિનેશ રામ સાથે તેમની પુત્રીના લગ્ન કરાવ્યા હતા. પહેલા તો બધું બરાબર ચાલતું હતું, પરંતુ છેલ્લા એક વર્ષથી દહેજમાં મોટરસાઈકલ અને પચાસ હજાર રૂપિયા રોકડાની માંગણી કરવામાં આવતી હતી.
દહેજ ન દેવામાં આવતા 19 એપ્રિલ, 2022ના રોજ તેણે તેની પુત્રીની હત્યા કરી હતી. આ કેસમાં લાશ મળી શકી ન હતી.. આ દરમિયાન પોલીસે તપાસ કર્યા વગર જ ઝડપી કાર્યવાહી કરી હતી અને આરોપી પતિ દિનેશ રામની ધરપકડ કરી જેલમાં ધકેલી દીધો હતો, પરંતુ ચાલુ તપાસ દરમિયાન આ કેસનો ખુલાસો થયો હતો, ત્યારે પોલીસ પણ સ્તબ્ધ થઇ ગઇ હતી.
વાસ્તવમાં જે મહિલાની કથિત રીતે દહેજ માટે હત્યા કરવામાં આવી હતી અને પોલીસ ફાઈલમાં મૃત જાહેર થઈ હતી, તે મહિલા પોતાના પ્રેમી સાથે જલંધરમાં રહેતી હતી. પોલીસ ટીમને જેવી માહિતી મળી કે તરત જ તેમણે ઝડપથી કાર્યવાહી કરી અને મહિલાને જલંધરથી બહાર કાઢીને પોતાની સાથે કેસરિયા લઈને આવ્યા હતા.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર