બહરાઇચ : ઉત્તર પ્રદેશના (Uttar Pradesh)બહરાઇચમાં (bahraich)એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. જ્યા એક સનકી વ્યક્તિએ અવૈધ સંબંધોની શંકામાં પોતાની પત્નીનું નાક કાપી (husband cut his wife nose)નાખ્યું છે. આ ઘટનાના કારણે પત્ની ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઇ હતી. જેને હોસ્પિટલમાં દાખલ કરવી પડી હતી.
રિપોર્ટ્સ પ્રમાણે આ ઘટના બહરાઇચના બેડનાપુરની છે. રજની દેવી નામની મહિલા બેડનાપુરમાં વિદ્યુત વિભાગમાં કર્મચારી છે. રજનીનો પોતાનો પતિ જ્ઞાનદત્ત પાઠક સાથે ઝઘડો થયો હતો. આ કારણે નારાજ થઇને રજની પોતાના પિયર ચાલી ગઈ હતી. પિયર જતી રહેલી પત્નીને મનાવવા માટે પતિ ગયો હતો અને માફી માંગીને પાછી બોલાવી હતી. આ પછી વચ્ચે ટિકોરામોડ પાસે તેણે બે સાથીઓ સાથે મળીને પત્નીના નાક પર દાંતેથી બચકા ભર્યા હતા. જેના કારણે મહિલાને હોસ્પિટલમાં દાખલ કરવી પડી હતી.
26 વર્ષીય રજની દેવીનો પોતાના પતિ જ્ઞાનદત્ત પાઠક સાથે વિવાદ ચાલી રહ્યો હતો. આ મામલે બૌડી થાનામાં મારપીટનો કેસ પણ નોંધવામાં આવ્યો હતો. આ પછી તે નારાજ થઇને પિયર ચાલી ગઇ હતી. આ પછી પત્નીને મનાવવા માટે પતિ પોતાના સાસરિયામાં પહોંચ્યો હતો અને માફી માંગતા પત્નીને ઘરે લઇ જવાની વાત કરી હતી.
શનિવારે ઘરે પરત ફરતા સમયે વચ્ચે રસ્તામાં પતિએ પોતાના બે સાથીઓ સાથે રજની સાથે મારપીટ કરી હતી અને નાક પર બચકા ભરી કાપી લીધું હતું. પીડિતાની માતા કુસુમ તિવારીએ જણાવ્યું કે જમાઇએ દીકરી સાથે બર્બરતા કરી છે. પીડિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. આરોપી ફરાર થઇ ગયો છે.
પત્ની પૂર્વ પતિ પાસે ભાગી જતાં પતિનો આપઘાત
સીતાપુરા સ્થિત એક કારખાનામાં સુપરવાઈઝરે બે મહિના પહેલા લવ-મેરેજ (Love Marriage) કર્યા હતા. લગ્ન પછી બે મહિના પતિ-પત્નીએ સાથે ખુશીથી વિતાવ્યા, ત્યાં અચાનક એક દિવસ સુપરવાઈઝર નોકરી પર ગયો ત્યારે પત્ની ઘરેથી દાગીના અને રોકડ (Jewelry and cash) લઈને ભાગી ગઈ હતી. ઘરે આવેલા પતિને પત્ની ન મળતાં શોધખોળ શરૂ કરી હતી. જેમાં જાણવા મળ્યું છે કે, તે બુંદી (Bundi) માં તેના પૂર્વ પતિ (Ex Husband) પાસે ગઈ છે અને હવે તે પાછી નહીં આવે. પત્નીની આ બેવફાઈથી યુવકને ભારે આઘાત લાગ્યો હતો. પત્નીના ભાગી જવાથી પરેશાન યુવકે ટ્રેન આગળ કૂદીને જીવનનો અંત લાવ્યો હતો. પોલીસને યુવક પાસેથી એક સુસાઈડ નોટ પણ મળી આવી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર