બોયફ્રેન્ડે સાથે આત્મહત્યા ન કરી તો યુવતીએ કરી દીધો કેસ, જાણો શું છે સમગ્ર મામલો
આ કપલે સાથે જ જીવવાની અને મરવાની કસમ ખાધી હતી અને બંનેએ પ્રેમ માટે પોતાનું જીવન ખતમ કરવાનો નિર્ણય કર્યો હતો (પ્રતિકાત્મક તસવીર)
Crime News - બ્રિજ પર પહોંચીને ગર્લફ્રેન્ડે નદીમાં છલાંગ લગાવી, પરંતુ બોયફ્રેન્ડે કુદકો માર્યો ન હતો. આ જોઈને યુવતી તરીને બહાર નીકળી ગઈ અનેયુવક સામે કેસ નોંધાવ્યો
પ્રયાગરાજ : લોકો પ્રેમમાં (Love)કોઇ પણ હદ સુધી જાય છે અને તેના વિચિત્ર કિસ્સાઓ પણ અવાર નવાર સમાચારમાં આવતા રહે છે. આવો જ એક વિચિત્ર કિસ્સો યૂપીમાં (Uttar Pradesh)સામે આવ્યો છે. જેમાં ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ (Prayagraj)માં એક ગર્લફ્રેન્ડે પોતાના બોયફ્રેન્ડ પર કેસ એટલા માટે કર્યો કારણ કે તેણે તેની સાથે આત્મહત્યા (Suicide)કરી ન હતી.વાસ્તવમાં આ કપલે સાથે જ જીવવાની અને મરવાની કસમ ખાધી હતી અને બંનેએ પ્રેમ માટે પોતાનું જીવન ખતમ કરવાનો નિર્ણય કર્યો હતો.
નૈની બ્રિજ પર પહોંચીને ગર્લફ્રેન્ડે નદીમાં છલાંગ લગાવી, પરંતુ બોયફ્રેન્ડે કુદકો માર્યો ન હતો. આ જોઈને યુવતીએ તરીને બહાર નીકળીને યુવક સામે કેસ નોંધાવ્યો હતો. 32 વર્ષીય પરિણીત મહિલાને 30 વર્ષના એક યુવકસાથે પ્રેમ થઇ ગયો હતો. પરંતુ આ સંબંધમાં કડવાશ ત્યારે આવી જ્યારે યુવકને કોઈ વાત પર ગુસ્સો આવ્યો અને તેણે લગ્ન કરી લીધા હતા.
જ્યારે તેની ગર્લફ્રેન્ડને આ વાતની ખબર પડી તો તે ખૂબ ગુસ્સે થઇ ગઇ હતી. મહિલાએ તેના બોયફ્રેન્ડ સાથે ઝઘડો ચાલુ રાખ્યો હતો અને તેની પત્નીને છૂટાછેડા આપવા કહ્યું હતું. આ લડાઈ વચ્ચે બંનેએ સાથે મરવાનું નક્કી કર્યું અને જીવ આપવા માટે નદી પરના પુલ પર પહોંચી ગયા. આ દરમિયાન ગર્લફ્રેન્ડે નદીમાં છલાંગ લગાવી, પરંતુ બોયફ્રેન્ડ નદીમાં કુદ્યો નહીં અને ત્યાંથી નાસી ગયો હતો. પોતાના બોયફ્રેન્ડની આ બેવફાઈથી ગુસ્સે થઈને મહિલાએ પોતાના પ્રેમી સામે એફઆઈઆર નોંધાવી હતી. પોલીસે મહિલાની ફરિયાદ પરથી હત્યાના પ્રયાસનો ગુનો નોંધ્યો હતો.
આ પહેલા યુપીના બાંદામાં એક યુવકે 315 બોરની પિસ્તોલથી ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હતી. પ્રેમપ્રકરણમાં દગો મેળવાનાર આ શખ્સે આત્મહત્યા પહેલા લખેલી સ્યુસાઈડ નોટમાં યુવતીને આ પગલા માટે જવાબદાર ઠેરવી હતી.
સુસાઈડ નોટમાં મૃતકે મરતા પહેલા પ્રેમ પ્રકરણ વિશે લખ્યું હતું. એવી માહિતી મળી રહી છે કે પ્રેમમાં પાગલ એમ.આર.એ પોતાની જાતને ગોળી મારીને પોતાની જિંદગીનો અંત આણ્યો છે. સુસાઇડ નોટમાં મૃતક પ્રખરે આંચલ નામની યુવતીનો ઉલ્લેખ કર્યો હતો. યુવતી પર પ્રેમ જાળમાં ફસાવી બ્લેકમેઇલ કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કર્યો હતો અને તેથી જ તેને આપઘાત કરવાની ફરજ પડી હોવાની વાત કહી હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર