પ્રતિક અવસ્થી, જબલપુરઃ મધ્ય પ્રદેશના (Madhya Pradesh) જબલપુરમાં પોતાના લગ્નના (after marriage groom missing) ચાર દિવસ બાદ ગુમ થયેલા યુવકનું હાડપિંજર (Male Skeleton) મળી આવ્યું હતું. 24 મેના રોજ ઘરેથી 15 કીલોમિટર દૂર હરગઢના જંગલમાં યુવકના કંકાલ મળ્યા હતા. એ સમયે પોલીસે (Jabalpur Police) યુવકે સુસાઈડ કરી હોવાની આશંકા વ્યક્ત કરતા આગળની કાર્યવાહી હાથધરી હતી. જોકે, આ મામલામાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. જેનાથી પોલીસના (police) પણ હોશ ઉડી ગયા હતા. પ્રેમિકાએ (girl friend killed boy friend) પોતાના પ્રેમીને વચન ના નિભાવવાના કારણે જંગલમાં દર્દનાક મોત આપ્યું હતું.
આત્મહત્યા નહીં પરંતુ કરાઈ હત્યા પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે યુવકે આત્મહત્યા ન્હોતી કરી પરંતુ તેની હત્યા થઈ હતી. તેની હત્યા બીજા કોઈએ નહીં પરંતુ તેની પ્રેમિકાએ જ કરી હતી. તેણે પોતાની બહેન સાથે મળીને હત્યાને અંજામ આપ્યો હતો.
આ કારણે પ્રેમિકાએ કરી હત્યા હત્યા પાછળ ચોંકાવનારું કારણ સામે આવ્યું હતું. મૃતક યુવકે પોતાની પ્રેમિકા સાથે લગ્ન કરવાનું વચન આપ્યું હતું. પરંતુ તેણે લગ્ન ન કરીને પ્રેમિકાને દગો આપ્યો હતો. અને અન્ય યુવતી સાથે લગ્ન કરી લીધા હતા. જેનાથી પ્રેમિકા નારાજ હતી. ત્યારબાદ પ્રેમિકાએ યુવકની હત્યા કરવાનું નક્કી કરી લીધું હતું.
16 મેના દિવસે તેણે મૃતક સોનૂ પટેલને છેલ્લીવાર મળવા માટે કહ્યુ હતું. ત્યારબાદ પ્રેમિકા સોનૂ પટેલને લઈને હરગઢ જંગલ પહોંચી હતી. જ્યાં થોડો સમય એડવેન્ચર કરવાની વાત કરીને સોનૂના હાથ પગ અને મોંઢું બાંધીને ઉંધો સુવડાવીને પથ્થરથી ચહેરો છૂંદી નાંખ્યો હતો. જેના કારણે યુવકનું મોત નીપજ્યું હતું.
પોલીસે કહી આ વાત એએસપી ગ્રામીણ શિવેશ સિંહ બઘેલના જણાવ્યા પ્રમાણે 24 મેના રોજ હરગઢના જંગલમાં એક નરકંકાલ મળી આવ્યું હતું. થોડા દૂર એક બાઈક મળી હતી. બાઈકથી યુવકની ઓળખ થઈ હતી. તે સિહોરનો રહેનારો સોનૂ પટેલ હતો. સોનૂના લગ્ન ગત 12 મેના દિવસે થયા હતા. લગ્નના ચાર દિવસ બાદ તે મોબાઈલ સરખો કરવા માટે સિહોરા જવાની વાત કરીને ઘરેથી નીકળ્યો હતો. ત્યારબાદથી તેનો પત્તો મળતો ન હતો.
પરિવારજનોએ ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. આવી સ્થિતિમાં 24 મેના દિવસે હરગડના જંગલમાંથી મળેલા નરકંકાલની પોસ્ટમોર્ટમ અને એફએસએલ રિપોર્ટમાં હત્યાની પુષ્ટી થઈ હતી. ત્યારબાદ આરોપીની તપાસ શરુ થઈ હતી.
" isDesktop="true" id="1104732" >
મૃતકની નવવિવાહિત પત્નીએ પણ મહિલા મિત્ર મધુ સાથે છેલ્લીવાર વાત કર્યાની બાબત પોલીસને જણાવી હતી. ત્યારબાદ કોલ રેકોર્ડના આધારે જ્યારે મૃતકની પ્રેમિકા અને તેની બહેન સાથે કડક પૂછપરછ કરી તો તેણે ગુનો કબૂલ્યો હતો. જોકે, ખુલાસા બાદ લોકો ચોંકી ગયા હતા.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર