Home /News /national-international /પેટમાં દુઃખતું હોવાથી રજા લેવા ગઈ વિદ્યાર્થિની, શિક્ષકે કરી શરમજનક હરકત પછી આપી નાપાસ કરવાની ધમકી
પેટમાં દુઃખતું હોવાથી રજા લેવા ગઈ વિદ્યાર્થિની, શિક્ષકે કરી શરમજનક હરકત પછી આપી નાપાસ કરવાની ધમકી
ગુરુ અને શિષ્યના સંબંધને શર્મસાર કરતો મામલો સામે આવ્યો
crime news- વિદ્યાર્થિનીને પેટમાં દુખાવો થતા બહેનપાણી સાથે શિક્ષક પાસે રજા માંગવી ગઈ હતી, શિક્ષકે સાથે ગયેલી વિદ્યાર્થિનીને બહાર મોકલી દીધી અને પીડિતા સાથે અશ્લિલ હરકતો કરવા લાગ્યો
ભીલવાડા : રાજસ્થાનના (Rajasthan)ભીલવાડા (Bhilwara) જિલ્લામાં ફરી એક વખત ગુરુ અને શિષ્યના સંબંધને શર્મસાર કરતો મામલો સામે આવ્યો છે. જિલ્લામાં સરકારી સ્કૂલોમાં (Government schools)વિદ્યાર્થિનીઓ સાથે છેડતીની ઘટનામાં વધારો થઇ રહ્યો છે. આમ છતા સરકાર કોઇ યોગ્ય પગલા ઉઠાવી રહી નથી. જેના કારણે ઘણી વિદ્યાર્થિનીઓએ આવી હરકતોથી પરેશાન થઇને અભ્યાસ છોડી દીધો છે અથવા અન્ય સ્કૂલોમાં પ્રવેશ કરી લીધો છે. નવા મામલો ભીલવાડાના કરેડા પોલીસ સ્ટેશન (Police station)અંતર્ગત આવતા શિવપુર ગામના રાજકીય વિદ્યાલય સાથે જોડાયેલો છે. અહીં એક વિદ્યાર્થિનીએ ટીચર પર ગંભીર આરોપ લગાવ્યા છે.
સગીર વિદ્યાર્થિનીએ જણાવ્યું કે તેની સાથે સ્કૂલના શિક્ષકે છેડતી કરી છે. શિક્ષકે સગીરાને ધમકી આપી હતી કે જો તે કોઇને આ ઘટના વિશે કહેશે તો તેને પરીક્ષામાં ફેઇલ કરી દેવાશે. ડરેલી વિદ્યાર્થિનીએ પરિવારજનોને આ વાત જણાવી હતી.
આ પછી સ્કૂલ પરિસરમાં જોરદાર હંગામો થયો હતો. ગુસ્સે ભરાયેલી ભીડે સ્કૂલમાં તાળું મારી દીધું હતું અને આરોપી શિક્ષક પર કડક કાર્યવાહીની માંગણી કરી છે. પોલીસને મામલાની ફરિયાદ કરવામાં આવી છે. આ પછી આરોપી શિક્ષકની ધરપકડ કરવામાં આવી છે.
પોલીસને મળેલી જાણકારી પ્રમાણે કરેડા ક્ષેત્રની શિવપુરની રાજકીય ઉત્તર માધ્યમિક વિદ્યાલયમાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થિનીને પેટમાં દુખાવો થયો હતો. વિદ્યાર્થિની પોતાના બહેનપણી સાથે હિન્દીના અધ્યાપક નારાયણ પાસે રજા માંગવા ગઈ હતી. આરોપ છે કે શિક્ષકે સાથે ગયેલી વિદ્યાર્થિનીને બહાર મોકલી દીધી અને પીડિતા સાથે અશ્લિલ હરકતો કરવા લાગ્યો હતો.
શિક્ષકે વિદ્યાર્થિનીને ધમકી આપી હતી કે જો તે તેનો વિરોધ કરશે કે કોઇને જણાવશે તો તેને પરીક્ષામાં ફેઇલ કરી દેવામાં આવશે. મામલાની ગંભીરતા જોતા આરોપી શિક્ષકને એપીઓ કરી દેવામાં આવ્યા છે. પોલીસ મામલાની ગંભીરતા જોતા તપાસ કરી રહી છે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર