કિસાન આંદોલનમાં ક્રિકેટર યુવરાજસિંહના પિતાએ આપ્યું વિવાદિત નિવેદન, કહ્યુ- હિન્દુ ગદ્દાર છે

કિસાન આંદોલનમાં ક્રિકેટર યુવરાજસિંહના પિતાએ આપ્યું વિવાદિત નિવેદન, કહ્યુ- હિન્દુ ગદ્દાર છે
યોગરાજસિંહ (ફાઇલ તસવીર)

યોગરાજસિંહે (Yograj Singh in Farmers Protest) કિસાન આંદોલન દરમિયાન ભાષણમાં હિન્દુઓને લઈને વિવાદાસ્પદ ટિપ્પણી કરી છે, લોકોએ તેમની ધરપકડની માંગણી કરી છે.

  • Share this:
    નવી દિલ્હી: કિસાન આંદોલન (Farmers Protest)ના સમર્થનમાં પહોંચેલા પૂર્વ ક્રિકેટર યુવરાજસિંહ (Yuvraj Singh)ના પિતા યોગરાજસિંહે (Yograj Singh) હિન્દુઓને લઈને કથિત રીતે વાંધાજનક ટિપ્પણી કરી છે. યોગરાજસિંહે કિસાન આંદોલન દરમિયાન ભાષણમાં હિન્દુઓને લઈને એવી ટિપ્પણી કરી કે, જે બાદમાં તેઓની ધરપકડની માંગણી કરવામાં આવી છે. તેમના ભાષણનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોઈને લોકોનો ગુસ્સો ફૂટી રહ્યો છે. જોકે, ન્યૂઝ18 સ્વતંત્ર રીતે આ વીડિયોની કોઈ જ પુષ્ટિ નથી કરતું.

    યોગરાજસિંહનું જે ભાષણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યું છે તેમાં તેઓ પંજાબીમાં ભાષણ આપી રહ્યા છે. ભાષણ દરમિયાન તેઓ હિન્દુઓ માટે 'ગદ્દાર' શબ્દનો ઉપયોગ કરતા સાંભળવામાં આવે છે. તેઓ કહે છે કે, "આ હિન્દુ ગદ્દાર છે, 100 વર્ષ મુગલોની ગુલામી કરી." એટલું જ નહીં, તેમણે મહિલાઓને લઈને પણ વાંધાજનક ટિપ્પણી કરી હતી.



    સોશિયલ મીડિયામાં અનેક યૂઝર્સે યોગરાજના નિવેદનની કડક નિંદા કરી છે. લોકોએ તેમના નિવેદનને ભડકાઉ, અપમાનજનક અને ધૃણાસ્પદ ગણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે યોગરાજ પહેલા પણ પોતાના નિવેદનોને લઈને વિવાદમાં રહી ચુક્યા છે. થોડા સમય પહેલા યોગરાજસિંહે ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીને અંગે પણ વિવાદિત નિવેદન આપ્યું હતું. યુવરાજસિંહને ટીમ ઇન્ડિયામાં સ્થાન મળ્યું ન હતું ત્યારે તેમણે ધોનીને નિશાન બનાવ્યો હતો.

    MSP અંગે સરકાર લેખિત આશ્વાસન આપવા તૈયાર

    કેન્દ્ર સરકારે શુક્રવારે કહ્યુ છે કે કિસાન યૂનિયનો તરફથી કરવામાં આવેલા માંગણીઓ પર વાતચીત ચાલી રહી છે. સાથે જ સરકારે આજે યોજાનાર બેઠકમાં સુખદ સમાધાન આવશે તેવી આશા વ્યક્ત કરી હતી. બેઠકની પૂર્વ સંધ્યાએ પોતાની સ્થિતિ મજબૂત કરવા માટે ખેડૂત નેતાઓએ આઠમી ડિસેમ્બરના રોજ 'ભારત બંધ'ની જાહેરાત કરી છે.

    આ પણ જુઓ-

    આ દરમિયાન News18 સાથે એક ઇન્ટરવ્યૂ દરમિયાન કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે કહ્યુ છે કે, "હું ખેડૂતોને આશ્વાસન આપવા માંગું છું કે એમએસપીમાં કોઈ ફેરફાર નહીં કરવામાં આવે. જો સંઘની ઈચ્છા હોય તો અમે આ અંગે લેખિતમાં આપવા માટે તૈયાર છીએ. અમારી પ્રાથમિકતા એમએસપીને મજબૂત કરવાની રહેશે."
    Published by:Vinod Zankhaliya
    First published:December 05, 2020, 13:32 pm

    ટૉપ ન્યૂઝ