ગુજરાતમાં નવજોત સિદ્ધુની બેટિંગ -'અબ કી બાર, બસ કર યાર'

News18 Gujarati
Updated: April 16, 2019, 3:59 PM IST
ગુજરાતમાં નવજોત સિદ્ધુની બેટિંગ -'અબ કી બાર, બસ કર યાર'
સિદ્ધુએ વિરોધીઓ પર નિશાન સાધતા કહ્યું કે આ લોકો તમારામાં ભાગલા પાડી રહ્યાં છે. ઔવેસી જેવા લોકોને લાવીને મતમાં ભાગલા પાડી જીતવા માગે છે.

સિદ્ધુએ વિરોધીઓ પર નિશાન સાધતા કહ્યું કે આ લોકો તમારામાં ભાગલા પાડી રહ્યાં છે. ઔવેસી જેવા લોકોને લાવીને મતમાં ભાગલા પાડી જીતવા માગે છે.

  • Share this:
દેશભરમાં તમામ રાજકીય પક્ષો ચૂંટણી સભાઓ ગજવી રહ્યાં છે. જેમાં મોટા પક્ષો પોતાના સ્ટાર પ્રચારકોનો લભા લઇ રહ્યાં છે. કોંગ્રેસ દ્વારા પણ ગુજરાતમાં નવજોત સિંહ સિદ્ધુની સભા યોજવામાં આવી. અહીં વાપીમાં ચૂંટણી સભા દરમિયાન સિદ્ધુએ ભાજપ તથા નરેન્દ્ર મોદી પર પ્રહાર કર્યા હતા. સિદ્ધુએ કાળા નાણા અને 156 લાખ જમા થવાની વાત પર નરેન્દ્ર મોદી પર પ્રહાર કર્યા હતા.

સભા દરમિયાન સિદ્ધુએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઠેકડી ઉડાવી. સિદ્ધુએ પોતાની આગવી શૈલીમાં પીએમ મોદીના ભાષણની નકલ કરી. કાળા નાણા મુદ્દે પ્રહાર કરતા સિદ્ધુએ મોદીને જૂઠ્ઠા નંબર વન ગણાવ્યા. આટલું જ નહીં સિદ્ધુએ પડકાર ફેંક્યો કે એક પાઈ પણ કાળુ ધન પાછું આવ્યું હોય તો હું રાજનીતિ છોડી દઈશ. તો પોતાના શાયરાના અંદાજમાં સિદ્ધુએ અબ કી બાર મોદી સરકારના સૂત્રની હાંસી ઉડાવતા કહ્યું કે અબ કી બાર બસ કર યાર.

અહીં ક્લિક કરી વાંચોઃ ટૉપ 10 વર્તમાન સાંસદ જેમની સંપત્તિ પાંચ વર્ષમાં અનેકગણી વધી

ચૂંટણી પ્રચારમાં વિવાદિત નિવેદનોનો વરસાદ થઇ રહ્યો છે, એક પછી એક નેતા જાતિ અને ધાર્મિક નિવેદનો આપી રહ્યાં છે. આ નેતાઓમાં હવે ક્રિકેટર નવજોત સિંહ સિદ્ધુનું નામ પણ સામેલ થઇ ગયું છે. બિહારના કટીહારમં ચૂંટણી પ્રચાર માટે પહોંચેલા સિદ્ધુએ મુસ્લિમ સમુદાયને સંબોધિત કરતાં સંગઠિત થવાની વાત કરી. તેઓએ કહ્યું કે તમે અહીં અલ્પસંખ્યક થઇને પણ બહુસંખ્યક છો. જો તમે સંગઠિત થઇ જશો તો તમારા ઉમેદવાર તારીક અનવરને કોઇ હરાવી શકે નહીં.

સિદ્ધુ કટિહાર સંસદીય વિસ્તારના બલરામપુર વિધાનસભાના બારસોઇ પ્રખંડના ઉચ્ચ વિદ્યાલયના મેદાનમાં યોજાયેલી ચૂંટણી સભાને સંબોધીત કરી રહ્યાં હતા. સિદ્ધુએ ભાષણ દરમિયાન કહ્યું કે તમારી આઝાદી અહીં 64 ટકા છે. અહીંના મુસલમાનો અમારી પાઘડી છે. જો તમને કોઇ તકલીફ હોય તો મને યાદ કરવો. હું પંજાબમાં પણ તમને સાથ આપીશ.

સિદ્ધુએ વિરોધીઓ પર નિશાન સાધતા કહ્યું કે આ લોકો તમારામાં ભાગલા પાડી રહ્યાં છે. ઔવેસી જેવા લોકોને લાવીને મતમાં ભાગલા પાડી જીતવા માગે છે. તેઓએ કહ્યું કે તમે એકત્રિત થઇ 64 ટકા સાથે આવો તો બધુ પલટી જશે અને મોદી સલટ જાશે. સિદ્ધુએ કહ્યું કે મુસ્લિમો જો એકત્રિત થઇ મતદાન કરશે તો મોદી હારી જાશે. આ વખતે ચૂંટણીમાં એવી સિક્સ મારોકે મોદી બાઉન્ટ્રીથી પાર જતી રહે.
First published: April 16, 2019, 3:32 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading