ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી રિષભ પંતને શુક્રવારે સવારે અકસ્માત નડ્યો હતો. તે કારમાં ઉત્તરાખંડ જઈ રહ્યો હતો. હમ્મદપુર ઝાલ પાસે રૂરકીની નરસાન બોર્ડર પર, તેની કાર બેકાબૂ થઈને રેલિંગ સાથે અથડાઈ, ત્યારબાદ કારમાં આગ લાગી અને કાર પલટી ગઈ હતી. આ પછી ભારે જહેમતથી આગ પર કાબુ મેળવ્યો હતો. તેને માથામાં ગંભીર ઈજા થઈ છે. પંતને રિકવરી માટે દિલ્હી મોકલવામાં આવ્યો છે.આ સમાચાર સાંભળીને ચાહકો સોશિયલ મીડિયા પર પંતના ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી રહ્યા છે.
કહેવામાં આવી રહ્યું છે કે આ અકસ્માતમાં પંતના માથા અને પગમાં ઈજા થઈ છે. અકસ્માત બાદ કાર ખાખ થઈ ગઈ હતી. ભારતીય ક્રિકેટરને દહેરાદુરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, કોતવાલી મેંગ્લોર વિસ્તાર હેઠળના મોહમ્મદપુર જાટ પાસે સવારે લગભગ 5:30 વાગ્યે પંતની કારને અકસ્માત નડ્યો હતો.
ભૂતપૂર્વ ક્રિકેટર્સ અને કમેન્ટેટર્સે ટ્વિટ કર્યું
Praying for Rishabh Pant. Thankfully he is out of danger. Wishing @RishabhPant17 a very speedy recovery. Get well soon Champ.
તાજેતરમાં શ્રીલંકા સામેની ટી-20 અને વનડે ટીમમાંથી રિષભ પંતને પડતો મૂકવામાં આવ્યો હતો. ભારતીય ટીમે 3જી જાન્યુઆરીથી શ્રીલંકા સામે 3 મેચની ટી-20 અને સમાન સંખ્યાની વનડે શ્રેણી રમવાની છે.