Home /News /national-international /ઋષભ પંત હેલ્થ અપડેટઃ ઋષભ પંતને લઈને મોટુ અપડેટ, સારવારની અસર થઈ રહી છે, રોહિત શર્માએ પણ ડોક્ટરો સાથે વાત કરી

ઋષભ પંત હેલ્થ અપડેટઃ ઋષભ પંતને લઈને મોટુ અપડેટ, સારવારની અસર થઈ રહી છે, રોહિત શર્માએ પણ ડોક્ટરો સાથે વાત કરી

ઋષભ પંતની દેહરાદૂનની મેક્સ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

ક્રિકેટર ઋષભ પંતની તબિયત અંગેના નવા અપડેટ મુજબ તે દેહરાદૂનની મેક્સ હોસ્પિટલમાં જ રહેશે. અહીં તેને ICUમાં દાખલ કરવામાં આવ્યો છે. સારવારની પંત પર સારી અસર થઈ રહી છે.

    દેહરાદૂનઃ ક્રિકેટર ઋષભ પંતની તબિયત અંગેના નવા અપડેટ મુજબ તે દેહરાદૂનની મેક્સ હોસ્પિટલમાં જ રહેશે. અહીં તેને ICUમાં દાખલ કરવામાં આવ્યો છે. સારવારની પંત પર સારી અસર થઈ રહી છે. તે એકદમ સ્વસ્થ છે અને સ્વસ્થ થઈ રહ્યો છે. હોસ્પિટલમાં તેની સાથે તેની માતા સરોજ પંત અને બહેન સાક્ષી હાજર છે. 25 વર્ષીય ઋષભ પંતનો 30 ડિસેમ્બરે સવારે દિલ્હી દેહરાદૂન-હાઈવે પર રૂરકીના નરસનમાં અકસ્માત થયો હતો. તેની મર્સિડીઝ કાર હાઈવેના ડિવાઈડર સાથે અથડાઈ હતી. આ રોડ અકસ્માતમાં ટીમ ઈન્ડિયાના વિકેટ કીપર બેટ્સમેનને માથા, પીઠ અને પગમાં ઈજા થઈ હતી.

    તાજેતરના અપડેટ મુજબ, ઋષભ પંતની સ્થિતિમાં ઘણો સુધારો થયો છે અને ડોક્ટરો તેને અત્યારે અન્ય કોઈ હોસ્પિટલમાં ખસેડવાનું વિચારી રહ્યા નથી. ઈનસાઈડ સ્પોર્ટના રિપોર્ટ અનુસાર, ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ ઋષભ પંતની સારવાર કરી રહેલા ડોક્ટર્સ સાથે વાત કરી અને તેના સ્વાસ્થ્ય વિશે જાણકારી મેળવી. રોહિત હાલ તેની પત્ની રિતિકા અને પુત્રી સમાયરા સાથે માલદીવમાં છે. ઋષભ પંતના પરિવાર સાથે હોસ્પિટલમાં હાજર હરિદ્વારના ખાનપુરના ધારાસભ્ય ઉમેશ કુમારે ન્યૂઝ 18 ઈન્ડિયાને જણાવ્યું, 'તેને અન્ય કોઈ હોસ્પિટલમાં શિફ્ટ કરવાની હાલમાં કોઈ યોજના નથી. તેની હાલતમાં ઘણો સુધારો જોવા મળી રહ્યો છે. માથા પરપ્લાસ્ટિક સર્જરી કરવામાં આવી છે. ગઈકાલે પ્રથમ ડ્રેસિંગ પણ થયું હતું.

    આ પણ વાંચોઃ 31stની રાતે રાજસ્થાનના આ ગામમાં કાળો દેકારો થઈ ગયો, એક જ પરિવારના 5 સભ્યોના મોતથી ગામ હિબકે ચડ્યું



    બીસીસીઆઈના ડોકટરો મેક્સ હોસ્પિટલના ડોકટરોના સતત સંપર્કમાં છે અને તેને અન્યત્ર ખસેડવાની જરૂર છે કે કેમ તે અંગે નિર્ણય લેશે. દિલ્હી અને ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન (DDCA)ના ડિરેક્ટર શ્યામ શર્મા, બોલિવૂડ અભિનેતા અનિલ કપૂર અને અનુપમ ખેર પણ શનિવારે મેક્સ હોસ્પિટલમાં રિષભ પંત અને તેની માતાને મળ્યા હતા. ડીડીસીએના ડિરેક્ટર શ્યામ શર્માએ ઋષભ પંતને મળ્યા બાદ ન્યૂઝ એજન્સી એએનઆઈને કહ્યું, 'અહીંના ડૉક્ટરો પંતની સારી રીતે દેખભાળ કરી રહ્યા છે. બીસીસીઆઈ પણ તેના સંપર્કમાં છે. હાલ તેઓને અહીં રાખવામાં આવશે. તે થોડી પીડામાં છે, તેમ છતાં તે હસી રહ્યો છે.
    Published by:Priyanka Panchal
    First published:

    Tags: Health Update, Rishabh pant

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन