Home /News /national-international /

લો કમિશને કેન્દ્ર સરકાર સામે મુકી માંગ, BCCIને પણ લાવો RTI હેઠળ

લો કમિશને કેન્દ્ર સરકાર સામે મુકી માંગ, BCCIને પણ લાવો RTI હેઠળ

    બીસીસીઆઈને વધારે પારદર્શી બનાવવા માટે લો કમિશને મોટા ફેરફાર સૂચવ્યા છે. કમિશને બીસીસીઆઈને આરટીઆઈ હેઠળ લાવવાની ભલામણ કરી છે. તમને જણાવી દઈએ કે, પ્રાઈવેટ બોડી હોવાના કારણે બીસીસીઆઈને હજુ સુધી આરટીઆઈમાંથી છૂટ મળેલી છે. દુનિયાના સૌથી વધારે પૈસાદાર ક્રિકેટ બોર્ડમાં પારદર્શીતા વધારવા અને ભ્રષ્ટાચારને ખતમ કરવા માટે આ ભલામણ કરવામાં આવી છે.

    લો કમીશને બીસીસીઆઈમાં મોટા ફેરફાર કરવા સંબંધિત પોતાનો રિપોર્ટ સરકારને સોંપી દીધો છે. આ રીપોર્ટમાં એ પણ કહેવામાં આવ્યું છે કે, બીસીસીઆઈને આરટીઆઈ અધિકાર હેઠળ લાવવામાં આવે. લો કમિશને સરકારને રિપોર્ટમાં જણાવ્યું છે કે, બીસીસીઆઈને એક પબ્લિક બોડીનો દરજ્જો આપવામાં આવે. બીસીસીઆઈને નેશનલ સ્પોર્ટ ફેડરેશનનો દરજ્જો મળેલો છે. બીસીસીઆઈ વિરુદ્ધ કોર્ટમાં પણ અપીલ કરી શકાય, પછી તે મામલો માનવઅધિકારનો જ કેમ ન હોય.

    બદલાશે બીસીસીઆઈની ભૂમિકા
    જો કેન્દ્ર સરકાર લો કમિશનના રીપોર્ટને માની લે છે તો, બીસીસીઆઈમાં ઘણા ફેરફાર જોવા મળશે. લો કમિશનની માંગ છે કે, બીસીસીઆઈને પબ્લિક બોડી હેઠળ લાવવામાં આવે, જેથી તેના સાથે જોડાયેલ જરૂરી મામલાને આરટીઆઈ એક્ટ હેઠળ લાવવામાં આવે, જેથી દરેક નાગરીકને બીસીસીઆઈ સાથે જોડાયેલ મામલો જાણવાનો હક મળે.

    સુપ્રિમ કોર્ટના પૂર્વ જજ જસ્ટિસ બીએસ ચૌહાણની અધ્યક્ષતામાં બનાવવામાં આવેલ લો કમિશને આ સૂચના કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ પાસે મોકલ્યો છે. તમને જણાવી દઈએ કે, આઈપીએલમાં સ્પોર્ટ ફિક્સિંગનો મામલો સામે આવ્યા બાદથી જ ક્રિકેટ બોર્ડમાં સુધાર લાવવા માટે કેટલાક મોટા પગલા ભરવામાં આવ્યા. લો કમિશને પોતાની ભલામણમાં બીસીસીઆઈ અને તેના સાથે જોડાયેલ તમામ ઘટકોને આરટીઆઈ હેઠળ લાવવાનું કહ્યું છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Declare, Govt, Law commission, National sports body, ક્રિકેટ, બીસીસીઆઇ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन