સ્મશાનમાં અંતિમ સંસ્કાર સમયે વિવાદ, નિવૃત્ત પ્રિન્સિપાલે એક કલાક સુધી કર્યો હંગામો

હમીરપુરમાં અંતિમ સંસ્કારને લઈ મોટો વિવાદ ઊભો થયો હતો.

સ્મશાનની જમીન પોતાની માલિકની છે એવું કહી કોલેજના નિવૃત્ત પ્રિન્સિપાલે અંતિમ સંસ્કાર અટકાવી દીધા, જાણો શું છે સમગ્ર વિવાદ

  • Share this:
    હમીરપુર. હિમાચલ પ્રદેશના (Himachal Pradesh) હમીરપુર જિલ્લાના (Hamirpur District) ઉપમંડલ બડસર ગામમાં સ્મશાન ઘાટમાં હોબાળો થવાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. સ્મશાનમાં (Cremation Ground) અંતિમ સંસ્કારની તૈયારી ચાલી રહી હતી ત્યારે ત્યાં જોરદાર હોબાળો થયો. કોલેજના એક નિવૃત્ત પ્રિન્સિપાલે (Retired College Principal) સ્મશાન ઘાટની જમીનને પોતાની માલિકી હોવાનું જણાવી અંતિમ સંસ્કાર (Last Rites) ન કરવા દેવાની જીદ લઈને બેસી ગયા. તેમનું કહેવું હતું કે આ તેમની અંગત માલિકીની જમીન (Private Land) છે અને અહીં તેઓ અંતિમ સંસ્કાર કોઈ પણ કિંમત પર નહીં થવા દે. પાર્થિવદેહના અંતિમ સંસ્કાર માત્ર ત્યાં જ કરી શકાય છે જ્યાં તે માટેનું સ્થળ નિર્ધારિત કરવામાં આવ્યું હોય.

    બીજી તરફ, ગામ લોકોનું કહેવું હતું કે, જે સ્થળે સ્મશાન ઘાટ બનાવવામાં આવ્યું છે, ત્યાંનું બાંધકામ વરસાદના કારણે ખૂબ જ ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થઈ ગયું છે. ત્યાં અંતિમ સંસ્કાર કરવામાં જોખમ રહેલું છે. તેથી સ્મશાનની પાસે આવેલી ખુલ્લી જમીન પર અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યા છે. લોકોનું કહેવું હતું કે અહીં સદીઓથી અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યા છે તથા આજ સુધી કોઈ પ્રકારનો વિવાદ નથી થયો. પરંતુ આજે એક વ્યક્તિ દ્વારા દુઃખની આ ઘડીમાં સ્મશાન ભૂમિ પર વિવાદ ઊભો કરીને માહોલ ખરાબ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

    આ પણ વાંચો, ચારિત્ર પર શંકા જતા પત્નીની ગળું દબાવી કરી હત્યા, લાશને બાઇક પર લઈ જઈને કેનાલમાં ફેંકી

    પોલીસને કરી જાણ

    આ વિવાદના કારણે ગામ લોકોમાં ભારે રોષ ફેલાયો હતો તથા તેમણે પંચાયતને જાણ કર્યા બાદ પોલીસને પણ વિવાદના સ્થળે બોલાવી હતી. ત્યારબાદ ઘણા સમજાવવાના પ્રયાસ બાદ અંતમાં વિરોધ કરનારા નિવૃત્ત પ્રિન્સિપાલે અંતિમ સંસ્કાર કરવા માટે મંજૂરી આપી હતી. પંચાયતના પ્રધાન કિરણ બાલાનું કહેવું છે કે આ જગ્યાએ સદીઓથી અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યા છે તથા કારણ વગર જ વિવાદ ઊભો કરવામાં આવી રહ્યો છે. હવે મામલાને ઉકેલી દેવામાં આવ્યો છે.

    આ પણ વાંચો, જ્ઞાનપુરામાં હનુમાન મંદિરના પૂજારીની લાઠી-ડંડા મારી હત્યા, આરોપી ફરાર

    પોલીસે લોકોને સમજાવ્યા

    બીજી તરફ, ઇન્વેસ્ટિગેટિંગ ઓફિસર રાકેશ કુમારનું કહેવું છે કે પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી તથા લોકોને સમજીવીને શાંત કરવામાં આવ્યા હતા. અંતિમ સંસ્કારનો વિરોધ કરનારા કર્મ ચંદ રાણા તથા ગામ લોકોને સમજાવ્યા બાદ અંતિમ સંસ્કારની વિધિ ફરીથી શરુ કરવામાં આવી હતી.
    Published by:Mrunal Bhojak
    First published: