પરિજનોએ કોરોનાનો ભોગ બનેલી મહિલાના કર્યા અંતિમ સંસ્કાર, 19 લોકો થયા સંક્રમિત

પ્રતીકાત્મક તસવીર

હૉસ્પિટલની બેદરકારીના કારણે અંતિમ સંસ્કારમાં સામેલ થયેલા 25માંથી 19 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા

 • Share this:
  સાંગારેડ્ડીઃ દેશમાં કોરોના (Coronavirus) સંક્રમણના વધતા કેસોની વચ્ચે અનેક સ્થળોથી બેદરકારીના ચોંકાવનારા કિસ્સા સામે આવી રહ્યા છે. જેને કારણે અનેક લોકોના જીવ પર આફત આવી ગઈ છે. આવો જ એક મામલો તેલંગાણા (Telangana)ના સંગારેડ્ડીમાં જોવા મળ્યો. સંગારેડ્ડીમાં એક કોરોના પોઝિટિવ (COVID-19) મહિલાના અંતિમ સંસ્કારમાં સામેલ થવા આવેલા 25 લોકોમાંથી 19 લોકો કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે. આ તમામ લોકોને હવે હૈદરાબાદની ગાંધી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

  મળતી જાણકારી મુજબ, 55 વર્ષીય મહિલાની સંગારેડ્ડીના જહીરાબાદની એક ખાનગી હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. 9 જૂને સારવાર દરમિયાન મહિલાનું મોત થઈ ગયું. મળતી માહિતી મુજબ, હૉસ્પિટલ પ્રશાસને બેદરકારી દાખવતાં કોરોના પોઝિટિવના રિપોર્ટની રાહ જોયા વગર જ મહિલાના શબને તેના પરિજનોને સોંપી દીધો. બાદમાં જ્યારે રિપોર્ટ આવ્યો તો મહિલા કોરોના પોઝિટિવ હતી તેવું સામે આવ્યું. મહિલાના સગા-વહાલાંએ ત્યાં સુધીમાં પારંપરિક રીતિ રીવાજનું પાલન કરીને મહિલાના અંતિમ સંસ્કાર કરી દીધા હતા.

  આ પણ વાંચો, કોરોનાએ ફરી રેકોર્ડ તોડ્યો, એક જ દિવસમાં 11,929 નવા કેસ, 311 દર્દીનાં મોત

  મહિલાના અંતિમ સંસ્કારમાં 25 લોકો સામેલ થયા હતા. તેમાંથી 19ની હાલત ધીમે-ધીમે બગડવા લાગી. મોટાભાગ લોકોમાં કોરોનાના લક્ષણ પણ જોવા મળ્યા. ડૉક્ટરોએ જ્યારે તમામ લોકોની તપાસ કરી તો 19 લોકો કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું.

  બાદમાં મહિલાના પરિજનોને એ વાતની જાણ કરવામાં આવી કે મૃતક મહિલા કોરોના પોઝિટિવ હતી. મામલાની ગંભીરતાને જોતાં પ્રશાસને શાંતિનગરને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરી દીધી છે અને 350 ઘરોમાં કોરોનાની તપાસ કરવામાં આવી રહી છે.

  આ પણ વાંચો, કોરોનાની રૂપ બદલવાની ઝડપ ધીમી થઈ, પણ સંક્રમણનો ખતરો વધી ગયોઃ સ્ટડી
  Published by:Mrunal Bhojak
  First published: