Home /News /national-international /

યેદિયુરપ્પા નહીં, આ જીત વડાપ્રધાન મોદી અને અમિત શાહની હશે

યેદિયુરપ્પા નહીં, આ જીત વડાપ્રધાન મોદી અને અમિત શાહની હશે

  ડીપી સતીશ

  કર્ણાટક વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપ પક્ષ માટે લહેર જેવી કોઈ વસ્તુ ન હતી. પરંતુ બીજેપી માટે અંડરકરંટ(અંદરખાને ચાલતી પ્રવૃત્તિ) કામ કરી ગયો. આ જીત 2008ની જીતની યાદ અપાવે છે, જ્યારે ભાજપા પ્રથમ વખત કર્ણાટકમાં સત્તામાં આવી હતી. જોકે, એ વખતે પણ બીએસ યેદિયુરપ્પાની જીત હતી. પરંતુ આ વખતે જીત અમિત શાહ અને પાર્ટી અધ્યક્ષ અમિત શાહની છે, કારણ કે ચૂંટણી પ્રચારની આગેવાની આ બંને નેતાઓએ લીધી હતી. યેદિયુરપ્પાએ તેમના મદદગાર તરીકે કામ કર્યું હતું.

  એપ્રિલના છેલ્લા અઠવાડિયા સુધી ભાજપનું ચૂંટણી અભિયાન એકદમ શાંત હતું. એપ્રિલના અંતમાં વડાપ્રધાન મોદીએ કર્ણાટકમાં એન્ટ્રી કરી અને કોંગ્રેસ પર આકરા પ્રહાર ચાલુ કર્યા હતા. જોત જોતામાં જ ભાજપનું ચૂંટણી પ્રચાર અભિયાનમાં એક નવું જ જોમ આવી ગયું હતું. જ્યારે કોંગ્રેસ પાર્ટી ફક્ત ભાજપના આરોપના જવાબ જ આપવામાં વ્યસ્ત રહી. આ તમામ વાત વચ્ચે પણ મુખ્યમંત્રી સિદ્ધારમૈયા પોતાની જીત માટે આશાવાદી હતા. જોકે, ચૂંટણી પ્રચારે જોર પકડતા જ યેદિયુરપ્પા પણ પોતાની જીત તરફ આશાવાદી જોવા મળ્યા હતા. એટલું જ નહીં તેમણે પોતાની દરેક ચૂંટણી રેલીમાં કહ્યું કે તેઓ રાજ્યના આગામી મુખ્યમંત્રી હશે.

  શક્યતા જોવા મળી હતી એ જ પ્રમાણે લિંગાયતોએ પોતાની જ્ઞાતિના નેતા યેદિયુરપ્પા અને ભાજપને સમર્થન કર્યું હતું. જ્યારે મોટાભાગના વોક્કાલિગાએ જેડીએસનો સાથ આપ્યો હતો. રેડ્ડી બંધુઓ પડખે હોવાનો ફાયદો પણ ભાજપને મળ્યો.

  બીજી તરફ કોંગ્રેસને લોભામણી જાહેરાતો તેમજ લિંગાયતને અલગ ધર્મ જેવા મુદ્દાઓનો પણ કોઈ ફાયદો મળ્યો ન હતો. મોદી અને શાહની જોડીએ કોંગ્રેસ તરફ ફૂંકાઈ રહેલી ચૂંટણીની હવાને તેમનું વિરુદ્ધ કરી દીધી હતી. બંનેએ જોરદાર ચૂંટણી પ્રચાર અભિયાન ચલાવ્યું હતું, સ્થાનિક સ્પર્શ સાથે નેશનલ મુદ્દાઓ પર ફોકસ કરવામાં આવ્યું હતું.

  કોંગ્રેસના કન્નડ ગૌરવની ટક્કર સામે ભાજપે ખૂબ જ ચતુરાઈથી કન્નડ કાર્ડ ખેલ્યું હતું. મોદી અને શાહે કન્નડ સાહિત્યના અમુક પસંદગીના સુવાક્યો (ક્વોટ્સ) લીધા હતા અને ચૂંટણી પ્રચાર અભિયાનમાં તેનો ઉપયોગ કર્યો હતો. એટલે સુધી કે બંનેએ ચૂંટણી પ્રચાર દરમિયાન મહાપુરુષોના સ્મારકો પર જઈને દર્શન કર્યા હતા. એટલું જ નહીં બંનેએ પોતાના અભિયાનને તેમના દર્શનથી પ્રેરિત હોવાનું ગણાવ્યું હતું.

  કર્ણાટકની ચૂંટણી માટે રણનીતિ ઘડવાથી લઈને ચૂંટણી અભિયાનની તમામ કામગીરી દિલ્હીથી થઈ હતી. યેદિયુરપ્પા ફક્ત એક ચહેરો જ બની રહ્યા હતા. આ રિપોર્ટર સાથે એક મહિના પહેલા વાતચીત કરતા તેમણે કહ્યું હતું કે ભાજપના હાઈકમાન્ડનું તેમને પૂરું સમર્થન છે, તેઓ આ માટે તેમના આભારી છે. યેદિયુરપ્પાએ કહ્યું હતું કે મોદી અને અમિત શાહમાં તેમને પૂરો વિશ્વાસ છે. બંનેના સમર્થન વગર સિદ્ધારમૈયાનો સમાનો કરવો તેમના માટે મુશ્કેલ કામ હતું.

  75 વર્ષના યેદિયુરપ્પા આ પહેલા જ જાહેરાત કરી ચુક્યા છે કે આ તેમની અંતિમ ચૂંટણી છે. તેમણે એવું પણ કહ્યું હતું કે 2013માં અંદરો અંદરની લડાઇને કારણે પાર્ટી સત્તાથી બહાર થઈ ગઈ હતી. આ વખતે તેઓ પાર્ટીને સત્તામાં લાવીને તેઓ આ કલંકને ભૂસવા માંગે છે.
  Published by:Vinod Zankhaliya
  First published:

  Tags: Bs yeddyurappa, Karnataka election result, અમિત શાહ, નરેન્દ્ર મોદી

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन