Home /News /national-international /

CPM જનરલ સેક્રેટરી સિતારામ યેચૂરીના 34 વર્ષીય પુત્રનું કોરોનાથી નિધન

CPM જનરલ સેક્રેટરી સિતારામ યેચૂરીના 34 વર્ષીય પુત્રનું કોરોનાથી નિધન

આશિષ યેચૂરી, સિતારામ યેયૂરી (ફાઇલ તસવીર)

આશિષની ઉંમર 34 વર્ષ છે અને તેઓ નવી દિલ્હી ખાતેના એક ન્યૂઝ પેપરમાં કોપી એડિટર તરીકે ફરજ બજાવતા હતા.

    નવી દિલ્હી: CPM જનરલ સેક્રેટરી સિતારામ યેચૂરી (CPM general secretary Sitaram Yechury)ના મોટા પુત્ર આશિષ યેચૂરી (Ashish Yechury)નું ગુરુવારે સવારે કોરોના (Coronavirus)થી નિધન થયું છે. આશિષની ગુરુગ્રામની એક ખાનગી હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. કોરોના સંક્રમિત થાય બાદ ગુરુગ્રામની મેદાંતા હૉસ્પિટલ (Medanta hospital) ખાતે તેની સારવાર ચલી રહી હતી. આ પહેલી તેમને હોલી ફેમિલી હૉસ્પિટલ ખાતે દાખલ કરાયા હતા. જ્યાંથી અહીં ખસેડાયા હતા.

    પરિવારના નજીકના લોકોના જણાવ્યા પ્રમાણે આશિષની તબિયતમાં સુધારો થઈ રહ્યો હતો. જોકે, બે અઠવાડિયાની લડત બાદ ગુરુવારે વહેલી સવારે 5:30 વાગ્યે તેનું કોરોનાથી નિધન થયું હતું. આશિષની ઉંમર 34 વર્ષ છે અને તેઓ નવી દિલ્હી ખાતેના એક ન્યૂઝ પેપરમાં કોપી એડિટર તરીકે ફરજ બજાવતા હતા.

    સિતારામ યેયૂરીએ ટ્વીટ કરીને તેમના મોટા પુત્રના નિધનની માહિતી આપી હતી. હાલ તેઓ હોમ ક્વૉરન્ટીન છે. આ સાથે જ તેમણે તેમના પુત્રની સારવાર કરનાર ડૉક્ટર્સ અને નર્સિંગ સ્ટાફ સહિત મુશ્કેલ ઘડીમાં પરિવારની પડખે ઊભા રહેનારા તમામ લોકોનો આભાર માન્યો હતો.

    આ પણ વાંચો: વાપી: લગ્નના બે દિવસ પહેલા જ નર્સ યુવતી કોરોના સામે જંગ હારી ગઈ, ખુશીનો પ્રસંગ માતમમાં ફેરવાયો

    કૉંગ્રેસ નેતા વાલિયાનું નિધન

    કૉંગ્રેસના વરિષ્ઠ નેતા અને દિલ્હીના પૂર્વ મંત્રી ડૉક્ટર એ.કે. વાલિયા (Dr AK Walia)નું કોરોનાથી નિધન થયું છે. તેમની દિલ્હીની એપોલો હૉસ્પિટલ (Apollo Hospital in Delhi) ખાતે સારવાર ચાલી રહી હતી. તેમને થોડા દિવસ પહેલા કોરોના સંક્રમિત થયા બાદ હૉસ્પિટલમાં દાખલ કરાયા હતા. ડૉક્ટર વાલિયાનું આખું નામ ડૉક્ટર અશોક કુમાર વાલિયા હતું. તેઓએ 1993થી કૉંગ્રેસ પાર્ટી સાથે પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી.



    તેઓ દિલ્હીમાં ચાર વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે. વાલિયાનો જન્મ અને અભ્યાસ દિલ્હીમાં જ થયો છે. વ્યવસાયે ડૉક્ટર એવા વાલિયાનું પૂર્વ દિલ્હીમાં નર્સિંગ હોમ આવેલું છે.

    દેશમાં 24 કલાકમાં 3.16 લાખ લોકો થયા કોરોના સંક્રમિત

    દેશમાં કોરોનાથી હાલત ખરાબ થઈ રહી છે. કોરોના વાયરસ દરરોજ નવાં નવાં રેકોર્ડ તોડી રહ્યો છે. બુધવારે દેશમાં 24 કલાકમાં જ કોરોના વાયરસ (Coronavirus)ના નવા 3 લાખ 15 હજાર 478 કેસ નોંધાયા છે. કોરોનાની શરૂઆત બાદ એક દિવસમાં નોંધાયેલા વિશ્વમાં આ સૌથી વધારે કેસ છે. આ પહેલા એક દિવસમાં સૌથી વધારે સંક્રમિતનો રેકોર્ડ અમેરિકાના નામે હતો. અમેરિકામાં આઠમી જાન્યુઆરી, 2021ના રોજ 3,07,570 સંક્રમિત મળ્યા હતા. હવે આ મામલે ભારત સૌથી આગળ નીકળી ગયું છે.

    આ પણ વાંચો: 'બધા તબિયત સાચવજો, શરીર નાશવંત છે પરંતુ આત્મા અમર છે,' મુંબઈના મહિલા ડૉક્ટર કોરોના સામે જંગ હાર્યાં


    આ પણ વાંચો: રાજકોટ: દીકરીનું કન્યાદાન કરે તે પૂર્વે જ કાળમુખો કોરોના માતાપિતાને ભરખી ગયો


    છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાથી 2,101 લોકોનાં મોત થયા હતા. બુધવારે રેકોર્ડ 1 લખા 79 હજાર 372 લોકો સાજા પણ થયા છે. કોરોનાને પગલે દેશમાં અત્યારસુધી 1 લાખ 84 હજાર 672 લોકોએ જીવ ગુમાવ્યો છે. અત્યારસુધી કોરોનાથી કુલ સંક્રમિત સંખ્યા વધીને 1 કરોડ 59 લાખ 24 હજાર 732 થઈ છે. દેશમાં હાલ 24 લાખ 84 હજાર 209 દર્દીની સારવાર ચાલી રહી છે. આ સંખ્યા કુલ સંક્રમિતના 14.3 ટકા છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Coronavirus, COVID-19, CPM, New Delhi, Sitaram yechury

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन