Home /News /national-international /

2019 લોકસભા ચૂંટણીમાં ડાબેરીઓ કોંગ્રેસ સાથે ગઠબંધન કરશે

2019 લોકસભા ચૂંટણીમાં ડાબેરીઓ કોંગ્રેસ સાથે ગઠબંધન કરશે

કોંગ્રેસનો ઝંડો ફરકાવતો સમર્થક (ફાઇલ ફોટો)

સામ્યવાદીઓ સાથે બેઠકોની વહેંચણી મામલે ચર્ચા ચાલી રહી છે પણ કોંગ્રેસનાં નેતાએ કહ્યું કે, આ ગઠબંધન મામલે અંતિમ નિર્ણય રાહુલ ગાંધી લેશે.

  લોકસભાની ચૂંટણી હવે નજીકમાં જ છે ત્યારે ગઠબંધને જોર પકડ્યુ છે. આ સમયે કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા (માર્ક્સિસ્ટ)નાં નેતા સીતારામ યેચુરીએ જણાવ્યું કે, સામ્યવાદી પક્ષ કોંગ્રેસ સાથે રાજ્ય કક્ષાએથી ગઠબંધન કરશે. કેમ કે, દરેક રાજ્યમાં રાજકીય સ્થિતિ અલગ અલગ છે એટલા માટે, યોગ્ય બાબત એ છે કે, જે-તે રાજ્યની સ્થિતિને ધ્યાનમાં રાખીને સામ્યવાદી પક્ષ કોંગ્રેસ સાથે ગઠબંધન રાજ્ય કક્ષાએથી કરે”.

  સીતારામ યેચુરીનું આ નિવેદન અગત્યનું બની રહે છે. કેમ કે, તેમની જ પાર્ટીનાં નેતાઓએ એવી માંગણી કરી હતી કે, આગામી લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસ સાથે ગઠબંધન કરવું જોઇએ અને બંગાળમાં ભાજપ અને ત્રુણમુલ કોંગ્રેસને હરાવવી જોઇએ.

  સીતારામ યેચુરીએ એક કાર્યકમમાં હાજરી આપ્યા પછી પત્રકારને જણાવ્યું કે, દરેક રાજ્યમાં રાજકીય સ્થિતિ અલગ અલગ છે. એટલે કોંગ્રેસ સાથે ગઠબંધન કરતી વખતે રાજ્યોની સ્થિતિને ધ્યાનમાં લેવી પડે અને રાજ્ય કક્ષાએથી જ ગઠબંધન કરવું યોગ્ય ગણાય”.

  સામ્યવાદી નેતા સીતારામ યેચુરીએ કહ્યું કે, ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટી વચ્ચે જે ગઠબંધન થયુ છે કે એક હકારાત્મક બાબત છે અને આગામી દિવસોમાં નવી ઘટનાઓ પણ બનશે”.

  પ્રકાશ કરાતે કહ્યું કે, 2019ની ચૂંટણી પછી કેન્દ્રમાં ભાજપ વિરોધી અને બિન સાંપ્રદાયિક સરકાર હોય તેમ તેઓ ઇચ્છે છે.

  આ અંગે બંગાળનાં એક કોંગ્રેસ નેતાએ જણાવ્યું કે, મોટા ભાગનાં કોંગ્રેસનાં નેતાઓ એવું માને છે કે, પશ્ચિમ બંગાળમાં આગામી લોકસભા ચૂંટણી મામલે સામ્યવાદી પક્ષ સાથે ગઠબંધન થવું જોઇએ”.

  સામ્યવાદીઓ સાથે બેઠકોની વહેંચણી મામલે ચર્ચા ચાલી રહી છે પણ કોંગ્રેસનાં નેતાએ કહ્યું કે, આ ગઠબંધન મામલે અંતિમ નિર્ણય રાહુલ ગાંધી લેશે.
  Published by:Vijaysinh Parmar
  First published:

  Tags: 2019, CPI (M), Lok sabha polls, West bengal, કોંગ્રેસ, ભાજપ

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन