CAA-NRCનો વિરોધ કરતાં-કરતાં કન્હૈયા કુમાર ભૂલ્યા રાષ્ટ્રગીત, ભૂલ સમજાતાં મૂકાયા શરમમાં

News18 Gujarati
Updated: February 28, 2020, 9:58 AM IST
CAA-NRCનો વિરોધ કરતાં-કરતાં કન્હૈયા કુમાર ભૂલ્યા રાષ્ટ્રગીત, ભૂલ સમજાતાં મૂકાયા શરમમાં
રાષ્ટ્રગીત ગાવામાં ભૂલ થતાં સોશિયલ મીડિયા પર કન્હૈયા કુમારને ટ્રોલ કરવામાં આવી રહ્યા છે

રાષ્ટ્રગીત ગાવામાં ભૂલ થતાં સોશિયલ મીડિયા પર કન્હૈયા કુમારને ટ્રોલ કરવામાં આવી રહ્યા છે

  • Share this:
પટના : જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી સ્ટુડન્ટ્સ યૂનિયનના પૂર્વ અધ્યક્ષ અને સીપીઆઈ (CPI) નેતા કન્હૈયા કુમાર (Kanhaiya Kumar)એ પટના (Patna)માં યોજાયેલી 'સંવિધાન બચાવો, નાગરિકતા બચાવો' મહારેલીમાં કંઈક એવું કરી દીધું કે સૌની સામે હાસ્યને પાત્ર બની ગયા. મૂળે, કન્હૈયાની રેલમાં જ્યારે રાષ્ટ્રગીત (National Anthem) ગાવામાં આવ્યું ત્યારે તેઓએ અંતિમ બે લાઇનમાં 'જન ગણ મંગલ'ના બદલે 'જન મન ગણ' ગાઈ લીધું. જોકે, બાદમાં તેઓને પોતાની ભૂલનો અહેસાસ ગયો. ત્યારબાદ તેઓએ રાષ્ટ્રગીત પૂરું ગાયું.

સોશિયલ મીડિયામાં થયા ટ્રોલ

પોતાના ભાષણની શરૂઆત કરતાં પહેલા કન્હૈયા કુમારે ગાંધી મેદાનમાં ઉપસ્થિત લોકોને ઊભા થઈને રાષ્ટ્રગીત ગાવાની અપીલ કરી અને પછી રાષ્ટ્રગીત શરૂ કર્યું. પરંતુ રાષ્ટ્રગીત ગાતી વખતે કન્હૈયા કુમારે અંતિમ બે લાઇનમાં 'જન ગણ મંગલ'ને બદલે 'જન મન ગણ' ગાઈ લીધું. ભૂલનો અહેસાસ થતાં ફરી રાષ્ટ્રગીત ગાવામાં આવ્યું. આ ઘટના બાદ લોકોએ કન્હૈયા કુમારને સોશિયલ મીડિયા (Social Media) પર ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું છે.

ગાંધી મેદાનમાં યોજાઈ મહારેલી

નોંધનીય છે કે, પટનાના ઐતિહાસિક ગાંધી મેદાનમાં ગુરુવારે એનપીઆર-એનઆરસી-સીએએ વિરોધ સંઘર્ષ મોર્ચાની 'સંવિધાન બચાવો, નાગરિકતા બચાવો' મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં જેએનયૂ સ્ટુડન્ટ્સ સંઘના પૂર્વ અધ્યક્ષ તથા સીપીઆઈ નેતા કન્હૈયા કુમાર ઉપરાંત ડાબેરી વિચારધારા સાથે જોડાયેલી અન્ય હસ્તીઓ સામેલ થઈ હતી.

આ પણ વાંચો, YouTubeના એક વીડિયોએ 25 વર્ષથી ફરાર રવિ પૂજારીને જેલના સળીયા પાછળ ધકેલી દીધો!
First published: February 28, 2020
વધુ વાંચો
अगली ख़बर
  • India
  • World

India

  • Active Cases

    6,039

     
  • Total Confirmed

    6,761

     
  • Cured/Discharged

    515

     
  • Total DEATHS

    206

     
Data Source: Ministry of Health and Family Welfare, India
Hospitals & Testing centres

World

  • Active Cases

    1,205,178

     
  • Total Confirmed

    1,680,527

    +76,875
  • Cured/Discharged

    373,587

     
  • Total DEATHS

    101,762

    +6,070
Data Source: Johns Hopkins University, U.S. (www.jhu.edu)
Hospitals & Testing centres