Home /News /national-international /ગાય સામે કૃષ્ણની જેમ વાંસળી વગાડવાથી તે વધુ દૂધ આપે છે - ભાજપ ધારાસભ્ય

ગાય સામે કૃષ્ણની જેમ વાંસળી વગાડવાથી તે વધુ દૂધ આપે છે - ભાજપ ધારાસભ્ય

આસામના સિલચરના ધારાસભ્ય દિલીપ કુમાર પૉલ (ફાઇલ ફોટો)

આસામના ધારાસભ્ય દિલીપ કુમાર પૉલે ગુજરાતી એનજીઓના રિસર્ચનો હવાલો આપતાં દાવો કર્યો

આસામમાં ભારતીય જનતા પાર્ટીના એક ધારાસભ્યે દાવો કર્યો છે કે ભગવાન કૃષ્ણની જેમ વાંસળી વગાડવામાં આવેલી વાંસળી સાંભળીને ગાયો વધુ દૂધ આપે છે. 'હિન્દુસ્તાન ટાઇમ્સ'ના અહેવાલ અનુસાર આસામના સિલચરના ધારાસભ્ય દિલીપ કુમાર પૉલે મંગળવારે કહ્યું કે જ્યારે ગાયો ભગવાન કૃષ્ણની જેમ વગાડવામાં આવેલી વાંસળીના સૂર સાંભળે છે તો વધુ દૂધ આપવા લાગે છે. રવિવારે એક સાંસ્કૃતિક કાર્યક્રમમાં પૉલે આ દાવો કર્યો.

દિલીપ કુમાર પૉલે હિન્દુસ્તાન ટાઇમ્સને કહ્યું કે, મેં સંગીત અને નૃત્યને સકારાત્મક પ્રભાવો વિશે સભાને જણાવ્યું. સાથોસાથ મેં એમ પણ જણાવ્યું કે વૈજ્ઞાનિક રીતે કેવી રીતે સાબિત થયું છે કે જો ભગવાન કૃષ્ણ દ્વારા વગાડવામાં આવેલી વાંસળીની જેમ ગાયોને વાંસળીની ધૂન સંભળાવવામાં આવે તો તેના દૂધનું ઉત્પાદન વધે છે.

આ પણ વાંચો, સબ-ઇન્સ્પેક્ટરે મંગેતર પાસેથી લીધી 'લાંચ', પ્રી-વેડિંગનો વીડિયો જોઈ IG ભડક્યા

ધારાસભ્યએ ગુજરાતના એનજીઓના રિસર્ચનો હવાલો આપ્યો

જ્યારે તેમને રિસર્ચ વિશે સવાલ કરવામાં આવ્યો તો તેઓએ દાવો કર્યો કે ગુજરાતની એક એનજીઓએ થોડાક વર્ષ પહેલા કેટલાક સંશોધન કર્યા હતા, જ્યાં વાંસળીની ધૂનથી દૂધના ઉત્પાદનમાં વધારો થયો હતો. વિદેશી નસલની ગાયો જે શુદ્ધ સફેદ દૂધ આપે છે તેનાથી વિપરીત ભારતીય ગાય હળવા પીળા રંગનું દૂધ આપે છે. આ દૂધ વધુ સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્યવર્ધક હોય છે. ભારતીય ગાયોના દૂધથી બનેલા પનીર, માખણ જેવા ઉત્પાદ પણ વિદેશ નસલની ગાયોના દૂધથી સારા હોય છે.

ગૌ તસ્કરી પર વ્યક્ત કરી ચિંતા

ધારાસભ્યએ આસામ, મેઘાલય, પશ્ચિમ બંગાળ, ત્રિપુરાની સરહદોના માધ્યમથી ભારતથી બાંગ્લાદેશ સુધી પશુઓની તસ્કરી વિશે પણ ચિંતા વ્યક્ત કરી અને તેને ખતમ કરવાની માંગ કરી. આસામ વિધાનસભાના પૂર્વ ડેપ્યૂટી સ્પીકર પૉલે કહ્યું કે આપણે ગાયને ગૌ-માતા કહીએ છીએ, પરંતુ દર વર્ષે હજારો ગાયોની તસ્કરી કરવામાં આવી રહી છે. તેને રોકવી જોઈએ.

આ પણ વાંચો, 100 વર્ષ જૂના પોલીસ સ્ટેશન પર ભગવાન શિવની કૃપા, ખુરશી પર બેસે છે ઝેરી સાપ!
First published:

Tags: Cow, Krishna, Milk, Production, આસામ, ભાજપ