Home /News /national-international /

Coronavirus update: CoWINની કમાલ, 12 દેશોને ટેક્નોલોજી ઉધાર આપશે ભારત સરકાર

Coronavirus update: CoWINની કમાલ, 12 દેશોને ટેક્નોલોજી ઉધાર આપશે ભારત સરકાર

ભારતના રસીકરણમાં કોવિન પોર્ટલે મહત્વની ભૂમિકા નિભાવી છે. (પ્રતીકાત્મક)

Coronavirus update: CoWIN સોફ્ટવેરની ક્ષમતાઓ વિશે જણાવવા માટે સરકારે 5 જુલાઈના રોજ વૈશ્વિક સ્તરે વર્ચ્યુઅલ કોન્ક્લેવનું આયોજન કર્યું હતું જેમાં નિષ્ણાતોએ હાજરી આપી હતી. ક્ષમતા પર ઊભા થયેલા તમામ પ્રશ્નો છતાં CoWIN એ ભારતમાં સારું કામ કર્યું છે.

વધુ જુઓ ...
  નવી દિલ્હી. ભારત (India)માં કોરોના વાયરસ વિરુદ્ધ રસીકરણનું સંચાલન કરતા કોવિન (CoWIN) પ્લેટફોર્મનો ઉપયોગ ટૂંક સમયમાં અન્ય દેશો પણ કરશે. News18ને જાણકારી મળી છે કે ભારતથી આ ટેક્નોલોજી મેળવવામાં 12 દેશોએ રસ દાખવ્યો છે. કેટલાક દેશ એવા પણ છે, જેમની સાથે ચર્ચા આગળ વધી રહી છે. ભારતમાં આ સોફ્ટવેર પર 800 વેક્સીનેશન પ્રતિ સેકન્ડના દરે એક દિવસમાં 2.5 કરોડ વેક્સીનેશન પણ નોંધાયું છે.

  ભારત સાથેની વાતચીતમાં સામેલ 12 દેશોમાં દક્ષિણ અમેરિકા સૌથી આગળ છે. સરકાર તરફથી દક્ષિણ આફ્રિકાને એમઓયુ મોકલવામાં આવ્યું છે, જેની સ્વીકૃતિ આવવાની બાકી છે. કોવિનની ટેક્નોલોજીમાં રસ દાખવનારા મોટાભાગના દેશો આફ્રિકા અને મધ્ય એશિયાના છે. News18.com સાથેની વાતચીતમાં નેશનલ હેલ્થ ઓથોરિટીના સીઈઓ ડૉ આરએસ શર્માએ કહ્યું કે, 'વિદેશ મંત્રાલય આ પહેલ પર થઈ રહેલી વાતચીત અને પ્રગતિ પર નજર રાખી રહ્યું છે. મને કહેવામાં આવ્યું છે કે અત્યાર સુધીમાં 12 દેશો એમઓયુ પર હસ્તાક્ષર કરવા માટે સંમત થયા છે.’

  તેમણે કહ્યું કે, 'અમે દક્ષિણ અમેરિકાના સાત એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે અને સ્વીકૃતિ માટે દસ્તાવેજો મોકલ્યા છે. એક વખત પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જાહેરાત કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર અન્ય દેશોને CoWIN એક 'કેન્દ્ર સરકાર દ્વારા લાઇસન્સ પ્રાપ્ત' પ્રોડક્ટ તરીકે આપશે, જેનો ઉપયોગ 'રુચિ ધરાવતા દેશો કાયમ માટે મફતમાં' કરી શકશે. આ ઉપરાંત એવી શરત રહેશે કે સોફ્ટવેરને વેચાણ માટે ઉપયોગમાં લેવાની કે રિપેકેજ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં.

  આ પણ વાંચો: ‘કરી પત્તા’ના નામે Amazonથી થતી હતી ગાંજાની દાણચોરી, 2ની ધરપકડ, કંપની પર ઉઠ્યા સવાલ

  CoWIN સોફ્ટવેરની ક્ષમતાઓ વિશે જણાવવા માટે સરકારે 5 જુલાઈના રોજ વૈશ્વિક સ્તરે વર્ચ્યુઅલ કોન્ક્લેવનું આયોજન કર્યું હતું. જેમાં હેલ્થ અને ટેક્નોલોજી ક્ષેત્રના નિષ્ણાતોએ હાજરી આપી હતી. ક્ષમતા પર ઊભા થયેલા તમામ પ્રશ્નો છતાં CoWIN એ ભારતમાં વધુ સારું કામ કર્યું છે. શર્મા દ્વારા શેર કરવામાં આવેલ ડેટા અનુસાર, CoWIN એ પ્રતિ સેકન્ડ સરેરાશ 100 વેક્સીનેશનનું સંચાલન કર્યું છે.

  તેમણે કહ્યું, '17 સપ્ટેમ્બરે જ્યારે ભારતે એક દિવસમાં 2.5 કરોડથી વધુ લોકોને રસી આપવાનો રેકોર્ડ બનાવ્યો, ત્યારે CoWINએ પ્રતિ સેકન્ડે 800 રસીકરણનું સંચાલન કર્યું. એક કલાકમાં આ ટેક્નિકે 30 લાખ રસીકરણ હેન્ડલ કર્યા હતા. તેમણે ઉમેર્યું કે લોકોએ ‘શરૂઆતી ગડબડ’ બાદ આ ટેક્નિકને લઈને શંકા વ્યક્ત કરી હતી. ‘તેઓએ વિચાર્યું કે તે કદાચ ભાર નહીં ઉપાડી શકે, પરંતુ ભારતના રસીકરણ અભિયાનને સરળતાથી ચલાવવામાં CoWIN એક મજબૂત પ્લેટફોર્મ સાબિત થયું."

  આ પણ વાંચો: ભારતમાં આજે કોરોનાના નવા 10,229 કેસ નોંધાયા, ગઈકાલની સરખામણીએ 9.2% ઓછા

  તેમણે કહ્યું કે જ્યારે ભારતે એક દિવસમાં 1 કરોડથી વધુ રસીકરણના આંકડાને સ્પર્શ કર્યો, ત્યારે પ્લેટફોર્મે પ્રતિ સેકન્ડમાં 400થી વધુ રસીકરણનું સંચાલન કર્યું હતું. પોતાના કાર્યકાળ દરમ્યાન ટેક્નોલોજી સંબંધિત ઘણા કાર્યક્રમ સંભાળી ચૂકેલા શર્માને જ CoWINની રચનાનો શ્રેય આપવામાં આવે છે. તેમણે યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI)ના ડાયરેક્ટર જનરલ અને મિશન ડિરેક્ટર તરીકે આધારની પ્રક્રિયા પણ સંભાળી હતી.
  Published by:Nirali Dave
  First published:

  Tags: Ccoronavirus, COWIN App, CoWin Portal, Vaccination

  આગામી સમાચાર