Home /News /national-international /CoWIN Registration: આજથી 12થી 14 વર્ષના બાળકોને આપવામાં આવશે વેક્સીન, કોવિન પોર્ટલ પર આવી રીતે કરો રજિસ્ટ્રેશન

CoWIN Registration: આજથી 12થી 14 વર્ષના બાળકોને આપવામાં આવશે વેક્સીન, કોવિન પોર્ટલ પર આવી રીતે કરો રજિસ્ટ્રેશન

વેક્સીનેશન માટે 16 માર્ચથી રજિસ્ટ્રેશનની શરૂઆત થશે (પ્રતિકાત્મક તસવીર)

Covid-19 Vaccination - 16 માર્ચથી 12 થી 14 વર્ષના બાળકો માટે કોવિડ-19ના રસીકરણની શરૂઆત થશે

નવી દિલ્હી : 16 માર્ચથી 12 થી 14 વર્ષના બાળકો માટે કોવિડ-19ના રસીકરણ (Covid-19 Vaccination) ની શરૂઆત થશે. આવતીકાલથી તમામ વરિષ્ઠ નાગરિકોને પણ બૂસ્ટર ડોઝ (Booster dose)આપવાની શરૂઆત થશે. 12 થી 14 વર્ષની કોઈપણ વ્યક્તિ વેક્સીનેશન માટે કોવિન પોર્ટલ (CoWin Portal) અથવા સરકારે તરફથી જણાવવામાં આવેલ પ્લેટફોર્મની મદદથી રજિસ્ટ્રેશન કરી શકે છે. કોરોનાના રસીકરણ માટે સરકાર તરફથી દિશાનિર્દેશ જાહેર કરવામાં આવ્યા છે. 12 થી 14 વર્ષના બાળકોને હૈદરાબાદ સ્થિત ‘બાયોલોજિકલ ઈવાંસ’ દ્વારા નિર્મિત ‘કોર્બેવેક્સ’ (Corbevax Vaccine) રસી આપવામાં આવશે.

આ બાબતે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ટ્વિટ કરીને જાણકારી આપી કે, ‘બાળકો સુરક્ષિત રહેશે તો દેશ સુરક્ષિત રહેશે’. 16 માર્ચથી 12 થી 14 વર્ષના બાળકો માટે કોવિડ-19ના રસીકરણની શરૂઆત થશે, આ વાત જણાવતા મને ખૂબ જ ખુશી થઈ રહી છે. 60 થી વધુ વર્ષ ધરાવતા લોકોને બૂસ્ટર ડોઝ આપવામાં આવશે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીએ બાળકોના પરિવારજનો અને વરિષ્ઠ નાગરિકોને કોરોનાની રસી લેવાની અપીલ કરી.

વર્ષ 2008 થી વર્ષ 2010માં જન્મેલ બાળકોને વેક્સીન આપવામાં આવશે

માંડવિયાએ બાળકોના પરિવારજનો અને 60 વર્ષથી વધુ ઉંમર ધરાવતા વરિષ્ઠ નાગરિકોને કોરોનાની રસી લેવાની અપીલ કરી હતી. આરોગ્ય મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારે નિષ્ણાંતો સાથે ચર્ચા કર્યા બાદ 12 થી 14 વર્ષના બાળકોને રસી આપવાનો નિર્ણય કર્યો છે.

આ પણ વાંચો - ઓફિસમાં અંગત કામ માટે મોબાઇલનો ઉપયોગ કરવા પર જઈ શકે છે નોકરી : હાઇકોર્ટ આપ્યો મહત્વનો નિર્ણય

અધિકૃત સૂત્રો પરથી જાણવા મળ્યું છે કે, 12 થી 14 વર્ષના 7.11 કરોડ બાળકોને રસી આપવામાં આવશે. વેક્સીનેશન માટે 16 માર્ચથી રજિસ્ટ્રેશનની શરૂઆત થશે. બાળકોના માતાપિતા cowin.gov.in પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરીને સ્લોટ બુક કરી શકે છે. પોર્ટલ પર સ્લોટ બુક કેવી રીતે કરવાનો રહેશે તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે.

કોવિન પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરવાની પ્રોસેસ

- મોબાઈલ અથવા કમ્પ્યુટરમાં cowin.gov.in વેબસાઈટ ઓપન કરો.
- Register/Sign In ઓપ્શનમાંથી કોઈપણ એક ઓપ્શન પસંદ કરો.
- ત્યારબાદ મોબાઈલ નંબર અને OTP નાખીને લોગિન કરીને રજિસ્ટ્રેશન કરો.
- જો તમે અગાઉ તે જ નંબરથી રજિસ્ટ્રેશન કર્યું હોય તો, તમારે ફોન નંબર એન્ટર કરીને Add Member ઓપ્શન પર ક્લિક કરીને બાળકોની વિગતો ભરવાની રહેશે.
- જો તમે નવા ફોન નંબરનો ઉપયોગ કરો છો તો તમારે Add Member પર ક્લિક કરીને વિગતો ભરવાની રહેશે.
- ફોટો આઈડી પ્રૂફ, ફોટો આઈડી નંબર, નામ, લિંગ અને જન્મ તારીખ સહિત તમામ જરૂરી વિગતો ભરીને રજિસ્ટર બટન પર ક્લિક કરો.
- ત્યારબાદ તારીખ, ટાઈમ સ્લોટ અને વેક્સીનેશન સેન્ટર સિલેક્ટ કરીને સ્લોટ કન્ફર્મ કરવાનો રહેશે.
First published:

Tags: Covid-19 Vaccination, CoWin Portal, કોરોના વાયરસ