Home /News /national-international /

Covid 19 Vaccination: 18+ વેક્સિનેશન માટે રજિસ્ટ્રેશન શરૂ થતા જ કોવિન એપનું સર્વર ક્રેશ

Covid 19 Vaccination: 18+ વેક્સિનેશન માટે રજિસ્ટ્રેશન શરૂ થતા જ કોવિન એપનું સર્વર ક્રેશ

પ્રતિકાત્મક તસવીર

વેક્સીન લગાવવા માટે બુધવારે કોવિન એપ (CoWin App) પર રજિસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ થઇ છે

    નવી દિલ્હી : દેશભરમાં કોરોના સંક્રમણના કેસ ઝડપથી વધી રહ્યા છે. જેને જોતા કેન્દ્ર સરકારે 18 થી 44 વર્ષના લોકોને પણ વેક્સિનેશન (Covid 19 Vaccination)ડ્રાઇવમાં સામેલ કરવાનો નિર્ણય કર્યો છે. 1 મે થી 18 વર્ષથી મોટી ઉંમરના લોકોને વેક્સીન લગાવવામાં આવશે. વેક્સીન લગાવવા માટે બુધવારે કોવિન એપ (CoWin App) પર રજિસ્ટ્રેશનની પ્રક્રિયા શરુ થઇ છે. જોકે રજિસ્ટ્રેશન શરૂ થતા જ એપનું સર્વર ક્રેશ થઇ ગયું છે.

    Co-WIN પોર્ટલ ઉપર નોંધણી

    >> www.cowin.gov.in પર જાવ.
    >> પોતાનો મોબાઈલ નંબર નાખો.
    >> એકાઉન્ટ બનાવવા તમારી પાસે OTP આવશે.
    >> OTP નાખી વેરીફાઈ બટન ઉપર ક્લિક કરો.
    >> હવે તમે સુધા રસીકરણ રજિસ્ટ્રેશન પેજ ઉપર પહોંચી જશો. આ પેજ ઉપર ફોટો આઈડી પ્રૂફ પસંદ કરવાનો વિકલ્પ મળશે.
    >> તમારું નામ, ઉંમર, લિંગ સહિતની વિગતો અને ઓળખપત્ર ઉપલોડ કરો.
    >> નોંધણી માટેની જાણકારી નોંધ્યા બાદ રજીસ્ટર બટન ઉપર ક્લિક કરો.
    >> નોંધણી પુરી થયા બાદ સિસ્ટમ એકાઉન્ટ ડિટેઇલ દેખાડશે.
    >> કોઈ એક વ્યક્તિ એડ મોર બટન પર ક્લિક કરીને આ મોબાઈલ નંબરથી વધુ 3 લોકોને જોડી શકે છે.
    >> હવે 'Schedule Appointment' બટન ઉપર ક્લિક કરો.
    >> રાજ્ય, જિલ્લો, બ્લોક અને પિન કોડ સહિતની વિગતો દ્વારા રસીકરણ કેન્દ્ર સર્ચ કરો.
    >> ત્યારબાદ બુક બટન ઉપર ક્લિક કરો. બુકીંગ થઈ જાય એટલે તમને એક મેસેજ મળશે. તે જાણકારીને રસીકરણ કેન્દ્ર ઉપર બતાવવી પડશે.

    આ પણ વાંચો - જામનગરમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ 1000 બેડ ક્ષમતા-ઓક્સિજન સપ્લાય વ્યવસ્થા સાથેની કોવિડ હોસ્પિટલ ઊભી કરશે

    Aarogya Setuના માધ્યમથી નોંધણી

    >> પોતાના મોબાઈલ ફોનમાં આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરો.
    >> હોમપેજમાં Co-WIN ટેબ ઉપર ક્લિક કરો.
    >> Co-WIN ટેબ ઉપર ચાર વિકલ્પ આવશે. જેમાં Vaccination ઉપર ક્લિક કરી Registration Now દબાવો.
    >> તમારો મોબાઈલ નંબર નાખી Proceed to Verify ઉપર ક્લિક કરો. OTP નાખો. ત્યારબાદ ફરી તે જ વિકલ્પ પસંદ કરો.
    >> નંબર વેરીફાઈ થયા બાદ તમારે ફોટો આઈડી કાર્ડ (સરકારી આઈડી, વોટર આઈડી કાર્ડ, આધાર) અપલોડ કરવાના રહેશે. તેમાં તમારે આખું નામ લખવાનું રહેશે. તમારે ઉંમર, લિંગ, જન્મ તારીખ સહિતની જાણકારી પણ ભરવી પડશે. આરોગ્ય સેતુ એપના માધ્યમથી વધુમાં વધુ ચાર લાભાર્થીની નોંધણી થઈ શકશે.
    >> આગળના પેજ ઉપર તમારે પત્રતાનું પુરાવો આપવો પડશે.
    >> રાજ્ય, જિલ્લો, બ્લોક અને પિન કોડ દ્વારા તમારી અનુકૂળતા મુજબ રસીકરણ કેન્દ્ર સર્ચ કરવાનું છે. ત્યાર બાદ બુક બટન ઉપર ક્લિક કરો. બુકિંગ થયા બાદ મેસેજ મળશે. જે જાણકારી તમારે રસીકરણ કેન્દ્ર ઉપર દેખાડવાની રહેશે.

    ઉલ્લેખનીય છે કે, ગત 16 જાન્યુઆરીથી દેશવ્યાપી રસીકરણ અભિયાન શરૂ થયું હતું. 16 જાન્યુઆરીથી સ્વાસ્થ્ય કર્મચારીઓ માટે અને 2 ફેબ્રુઆરીથી ફ્રન્ટલાઈન વોરિયર્સ માટે રસીકરણ શરૂ થયું હતું. જયારે 1 એપ્રિલથી 45 વર્ષથી વધુ ઉંમરના લોકોને રસી આપવાની શરૂઆત થઈ હતી.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: COVID-19, Covid-19 Vaccination, COWIN App, Vaccination

    આગામી સમાચાર